સુરતમાં સરકારી કાર્યક્રમમાં બંધ ડોમમાં ભેગા થયેલા 3200 લોકોમાંથી એક મહિલાને કોરોના: આ બેદરકારી માટે જવાબદાર કોણ?

|

Dec 26, 2021 | 11:43 AM

સુરતમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. સરકારી કાર્યક્રમમાં જ 3200 લોકોને એકઠા કરાયા હતા. તો આ લોકોમાં એક મહિલા કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે.

સુરતમાં સરકારી કાર્યક્રમમાં બંધ ડોમમાં ભેગા થયેલા 3200 લોકોમાંથી એક મહિલાને કોરોના: આ બેદરકારી માટે જવાબદાર કોણ?
Corona (File Image)

Follow us on

Corona in Surat: સુરત શહેરના અઠવા ઝોન વિસ્તારમાં વધુ એક મહિલા સફાઇ કામદારનો કોરોના (Corona) રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહિલા કામદારનો RTPCR પોઝિટિવ આવતા તંત્રની ચિંતામાં વધારો થયો છે. કારણ કે બે દિવસ પહેલા યોજાયેલા સફાઈ કામદારના સન્માન સમારોહમાં મહિલા ઉપસ્થિત રહ્યાં હતા. જેમાં કોરોનાની તમામ ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરી સરકારી કાર્યક્રમમાં બંધ ડોમમાં 3200 લોકોને ભેગા કરાયા હતા. જેથી હવે મહિલાના સાથી કામદારોનો કોરોના ટેસ્ડટ કરાશે.

કોરોના સામે લડવાની માત્ર વાતો જ સુરત તંત્ર કરતુ હોય એમ લાગી રહ્યું છે. કોરોનાને લઈને સતત બેદરકારી સામે આવી રહી છે. આવી જ એક અન્ય બેદરકારી સુરતમાં જોવા મળી. વધતા કોરોનાના સંક્રમણ વચ્ચે સુરતમાં ક્રિસમસની ઉજવણીમાં કોરોનાને ખુલ્લુ આમંત્રણ આપતા દ્રશ્યો જોવા મળ્યા છે. ક્રિસમસની ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. વાયરલ થયેલો વીડિયો ડુમ્મસ રોડ પરના પાર્ટી પ્લોટનો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. જણાવી દઈએ કે સુરતના ડુમસ રોડ પાર્ટી પ્લોટનો વીડિયો વાયરલ થતા તંત્રની બેદરકારી સામે આવી છે.

ગઈકાલે ક્રિસમસની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવી. આ ઉજવણીને લઈને સરકાર દ્વારા કેટલીક સૂચના પણ આપવામાં આવી હતી. આ સાથે કોરોના ગાઈડલાઈન પણ અમલમાં છે. બીજી તરફ ઓમિક્રોનની ચિંતા વધી રહ્યી છે. ત્યારે સુરતમાં એક સાથે હજ્જારો લોકોએ એકઠા થઈને તંત્રની મજાક ઉડાવી હતી. ક્રિસમસ નિમિત્તે ડી જે પાર્ટીનું આયોજન કરાયું હતું.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

તો કોરોના ને આમંત્રણ આપતા વીડિયો સામે આવતા સુરત પાલિકા અને સુરત પોલીસની ગંભીર પોલ ખુલી છે. જણાવી દઈએ કે છેલ્લા બે ત્રણ દિવસથી શહેર સહિત રાજ્યમાં કોરોનાના કેસોમાં ફરી વધારો થઈ રહ્યો છે. તે જોતા ઘણા લોકોએ ઓમિક્રોનના ભયના કારણે સોશિયલ ગેધરિંગ અને પાર્ટીના આયોજનો રદ્દ કર્યા હતા.

 

આ પણ વાંચો: દિગ્વિજયસિહનુ વિવાદાસ્પદ નિવેદન, જીન્સ પહેરનારી, મોબાઈલ રાખનાર છોકરીઓ મોદીને પસંદ નથી કરતી, સાવરકરે લખ્યુ છે ગૌમાંસ ખાવામાં વાંધો નથી

આ પણ વાંચો: સુરતમાં 2 વિદ્યાર્થિનીના આપઘાત: ધોરણ 10ની છાત્રાએ સ્યુસાઇડ નોટમાં લખી હચમચાવી દે એવી વાત

Next Article