Gujarati Video : સુરત જિલ્લામાં રખડતા શ્વાને ફરી 7 વર્ષના બાળકને ભર્યા બચકા, અઢી મહીનામાં શ્વાન કરડવાનો આ પાંચમો બનાવ

Dog Bite : સુરતમાં ફરી એક વાર રખડતા શ્વાને એક બાળકને નિશાન બનાવ્યુ છે. આ ઘટનાઓ માતા-પિતાની ચિંતાઓમાં વધારો કરી રહી છે.

Gujarati Video : સુરત જિલ્લામાં રખડતા શ્વાને ફરી 7 વર્ષના બાળકને ભર્યા બચકા, અઢી મહીનામાં શ્વાન કરડવાનો આ પાંચમો બનાવ
સુરતમાં શ્વાન કરડવાની ઘટનામાં સતત વધારો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 13, 2023 | 1:00 PM

સુરતમાં રખડતા શ્વાનની ઘટનાઓમાં દિવસે દિવસે વધારો થતો જઇ રહ્યો છે. આ ઘટનાઓ માતા-પિતાની ચિંતાઓમાં વધારો કરી રહી છે. સુરત જિલ્લામાં ફરી એક વાર રખડતા શ્વાને એક બાળકને નિશાન બનાવ્યુ છે. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કુંવરદા ગામમાં ઘરની બહાર રમી રહેલા 7 વર્ષીય બાળક પર શ્વાને હુમલો કર્યો છે. શ્વાને બાળકના શરીર પર જીવલેણ બચકા ભરતા ઈજાગ્રસ્ત થયો હતો. સદનસીબે લોકો દોડી આવતા બાળકનો બચાવ થયો હતો. હાલ ઇજાગ્રસ્ત બાળકને પ્રાથમિક સારવાર તો અપાઈ છે, પરંતુ બીજી તરફ સુરત મહાનગરપાલિકા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે.

સાત વર્ષના બાળકને શ્વાને બચકા ભરી લીધા

સુરતના માંગરોળ તાલુકાના કુંવરદા ગામમાં ઘરની બહાર રમી રહેલા એક સાત વર્ષના બાળક પર રખડતા શ્વાને હુમલો કર્યો હતો. રખડતા શ્વાને બાળકને બચકા ભરીને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યો હતો. જો કે ઘટના જોઇને આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા, જેના કારણે બાળકનો આબાદ બચાવ થયો હતો. હાલ બાળકને પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે.

Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?

અઢી મહિનામાં શ્વાન હુમલાની પાંચમી ઘટના

મહત્વનું છે કે અત્યાર સુધીમાં સુરતમાં ડોગ બાઇટની અનેક ઘટનાઓ બનેલી છે. એક તરફ મનપા શ્વાનના ખસીકરણ પાછળ લાખોનો ધુમાડો કરી રહી હોવાનો દાવો કરે છે. તો બીજી તરફ ગ્રાઉન્ડ પર શ્વાનનો ત્રાસ યથાવત રહ્યાનું જણાય છે. છેલ્લા અઢી મહિનામાં શ્વાનના હુમલાનો આ પાંચમો ઘાતકી બનાવ છે.

19 ફેબ્રુઆરીએ સુરતના ખજોદ ડાયમંડ બુર્સ વિસ્તારમાં 2 વર્ષની બાળકી પર 3 શ્વાને હુમલો કરતા હોસ્પિટલ ખસેડાઈ હતી. તો 4 ફેબ્રુઆરીએ વેડ દરવાજા વિસ્તારમાં શાળાએ જઈ રહેલી બાળકી પર શ્વાને હુમલો કર્યો હતો. આ અગાઉ 9 જાન્યુઆરીએ સુરતના અશ્વિની કુમાર વિસ્તારમાં ઘરની બહાર જ હડકાયા શ્વાને બાળકીનો ગાલ પર બચકુ ભરી લીધુ હતુ. 8 ફેબ્રુઆરીએ પલસાણામાં શ્વાને કરેલા હુમલામાં બાળકનું મોત થયુ હતુ. આવી અનેક ઘટનાઓ છતા કોર્પોરેશનના સત્તાધીશો કેમ કડક કાર્યવાહી કરતા નથી તેને લઈને લોકોમાં સવાલો ઉભા થયા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">