Surat: 4 વર્ષનો સમય વીતી ચુક્યો, તક્ષશીલા અગ્નિ કાંડમાં નથી મળ્યો કોઈને ન્યાય
તક્ષશીલા આગ ઘટના જે દુર્ઘટનામાં 22 બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. 4 વર્ષ બાદ પણ આ ઘટનામાં ભોગ બનનાર બાળકોના વાલીઓ ન્યાય ઝાંખી રહ્યા છે.
સુરતમાં 4 વર્ષ પહેલા આજના દિવસે તક્ષશીલા અગ્નિકાંડની ઘટના બની હતી. આ દુર્ઘટનામાં 22 બાળકોએ જીવ ગુમાવ્યો હતો. આ દુર્ઘટનાને 4 વર્ષનો સમય વીતી ચુક્યો છે. પરંતુ આજે પણ આ બાળકોના વાલીઓ ન્યાય ઝાંખી રહ્યા છે.
સુરત શહેરમાં 4 વર્ષ અગાઉ આજના દિવસે તક્ષશીલા અગ્નિ કાંડની ઘટના બની હતી. આ દુર્ઘટનામાં 22 બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. 4 વર્ષ બાદ પણ આ ઘટનાને યાદ કરીને સુરત શહેરની જનતાનું હદય કંપી ઉઠે છે. 4 વર્ષ વીત્યા બાદ આજે પણ આ બાળકોના વાલીઓ ન્યાય ઝાંખી રહ્યા છે. આ સમગ્ર કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. જો કે અત્યાર સુધીમાં 3 જજ બદલાઈ ચુક્યા છે. જયારે 258 માંથી હજી સુધી માત્ર 93 સાક્ષીની ચકાસણી થઇ છે. ફરિયાદ પક્ષના વકીલે કહ્યું કે તમામ ભોગ બનેલા બાળકોના વાલીની જુબાની હવે શરુ થઇ છે. તેઓ આશા રાખી રહ્યા છે કે ઝડપથી ન્યાયિક પ્રક્રિયા પૂરી થશે. અને તમામ બાળકોને ન્યાય મળશે.
આ પણ વાંચો : નવાગામના એક ઘરમાંથી મળ્યો મહિલાનો મૃતદેહ, એક દિવસ પહેલા જ બિહારથી સુરત આવી હતી
મહત્વનું છે કે આ કેસમાં હજી 165 જેટલા સાક્ષીઓની જુબાની બાકી છે. જેમાં પાલિકાના અધિકારીઓ, ફાયરના અધિકારીઓ, એફએસએલના અધિકારીઓ, નજરે જોનારા સાક્ષીઓ ઉપરાંત જેમની આ આર્કેડમાં દુકાનો છે તે તમામ ની જુબાની બાકી છે. ફરિયાદ પક્ષના વકીલનું કહેવું છે કે જુબાની લેવાયા બાદ આ કેસ જજમેન્ટ પર આવશે પરંતુ હજી આ તમામ પ્રક્રિયાઓમાં દોઢ થી બે વર્ષનો સમય નીકળી જાય તેવી સંભાવના છે.
રોજ કેસ ચલાવવા હાઈકોર્ટમાં અરજી
આ કેસની સુનાવણી સેસન્સ કોર્ટમાં રોજ ચાલે એ બાબતની એક અરજી પણ કરવામાં આવી હતી. પરંતુ આ અરજી કેસના ભારણના તારણ સાથે નામંજૂર કરવામાં આવી હતી. આથી મૂળ ફરીયાદી હવે હાઈકોર્ટમાં અરજી કરનારા છે.
વાલીઓએ વળતર લીધું નથી
આ કેસમાં 14 આરોપીઓને જામીન પણ મળી ગયા છે. તે પૈકીના અનેકને જામીન આપતી વખતે કોર્ટ દ્વારા વળતરની રકમ પણ જમા કરાવવાનું કહેવાયું હતું. અનેક આરોપીઓએ 25 લાખ સુધી જમા કરાવ્યા હતા કુલ દોઢ કરોડ જેટલી રકમ જમા થઇ છે. પરંતુ વાલીઓએ એક પણ રૂપિયો લીધો નથી.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો