Surat: કાપોદ્રામાં 4 વર્ષની બાળકી ગુમ થઈ, પોલીસે 15 ટીમ બનાવી 20 મીનિટમાં શોધી કાઢી

|

Mar 10, 2022 | 1:59 PM

પોલીસ 25 સીસીટીવી કેમેરા, 10 જાહેર બગીચા, પાંચ ઓવરબ્રિજની નીચે તેમજ 2 કિલોમીટરના તાપી કિનારા ઉપર તપાસ કરી હતી. આ ઉપરાંત 40 સોસાયટીઓમાં માઈક એનાઉન્સમેન્ટ કર્યું હતું.

Surat: કાપોદ્રામાં 4 વર્ષની બાળકી ગુમ થઈ, પોલીસે 15 ટીમ બનાવી 20 મીનિટમાં શોધી કાઢી
સુરતના કાપોદ્રામાં 4 વર્ષની બાળકી ગુમ થઈ, પોલીસે 15 ટીમ બનાવી 20 મીનિટમાં શોધી કાઢી

Follow us on

સુરત (Surat) શહેરના કાપોદ્રા (Kapodra) વિસ્તારમાંથી એક ચાર વર્ષની બાળા (girl) છાશ લેવા માટે ગઈ હતી, પરંતુ તે ઘરે નહીં આવતા પરિવાર ચિંતાગ્રસ્ત બન્યો હતો. તેઓએ પોલીસનો સંપર્ક કરતાં કાપોદ્રા પોલીસ (police) નો સમગ્ર સ્ટાફ કામે વળગ્યો હતો. પોલીસે કુલ 15 ટીમ બનાવી હતી. તેઓએ 25 સીસીટીવી કેમેરા, 10 જાહેર બગીચા, પાંચ ઓવરબ્રિજની નીચે તેમજ 2 કિલોમીટરના તાપી કિનારા ઉપર તપાસ કરી હતી. આ ઉપરાંત 40 સોસાયટીઓમાં માઈક એનાઉન્સમેન્ટ કરીને પોલીસની ટીમે વરાછાની ગૌશાળા પાસે પહોંચતા 4 લોકો બાળકીને લઈને સામે આવી રહ્યા હતા. આ ચારેય લોકોએ પોલીસને બાળકી સોંપી હતી, પોલીસે તેના માતા-પિતાનો સંપર્ક કર્યો હતો. પોલીસે આ બાળકીને તેના માતા- પિતા સુધી સહી સલામત પહોંચાડી હતી.

સુરતના કાપોદ્રા પોલીસ મથકની હદ વિસ્તારમાંથી ચાર વર્ષની બાળકી ગુમ થઈ જવાની ઘટના બની હતી. કાપોદ્રા વિસ્તારમાં આવેલી વિશાલ નગર 1માં 272 નંબરમાં રહેતા અમરશી ભાઈ રાઠોડ શાકભાજી વહેંચી પોતાના પરિવારનું ગુજરાત ચલાવે છે. અમરશીભાઈને સંતાનમાં એક ચાર વર્ષની બાળકી બંસી છે. આજરોજ બપોરના 1ના સુમારે બંસીને નીચે આવેલી કરીયાણાની દુકાન પર છાશ લેવા મોકલી હતી. જોકે 10 મિનિટ સુધી તે દુકાન પરથી ઘરે નહીં આવતા કરીયાણાના દુકાનદાર સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે મારે ત્યાં બાળકી છાશ લેવા આવી હતી. જોકે મારે ત્યાં છાશ નહીં હોવાથી મેં ના પાડતા તે આગળ ગઈ હતી. ત્યાર બાદ માતાપિતાએ બાળકીની શોધખોળ હાથ ધરી હતી.

જોકે બાળકી નહિ મળતાં કાપોદ્રા પોલીસ મથકે જાણ કરાઈ હતી. કાપોદ્રા પોલીસે ઘટનાને ગંભીરતાથી લઈ તાત્કાલિક પી.એસ.આઈ. ડાવરા તેમજ સર્વેલન્સ ટિમને શોધખોળ માટે રવાના કરી હતી. ત્યાર બાદ કાપોદ્રાની સી ટિમ તેમજ વરાછા, સરથાણા અને ક્રાઇમ બ્રાન્ચને જાણ કરતા તેમની. ટિમ પણ શોધખોળમાં જોતરાઈ હતી. સી ટિમ દ્વારા અનેક જગ્યાએ બાળકીના ફોટો બતાવી ભાળ મેળવવાનો પ્રયાસ કરાયો હતો.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

પોલીસ દ્વારા નદી તટ તેમજ અવાવરું જગ્યાએ પણ તાપસ કરાઈ હતી અને અનેક જગ્યાના સીસીટીવી પણ તપસ્યા હતા. જેમાં બાળકી દોડતી દેખાઈ રહી છે. ત્યારબાદ બાળકી વરાછા પોલીસ મથકની હદમા અશ્વિનીકુમાર ગૌશાળાથી મળી આવી હતી અને પોલીસે આ કામગીરી માત્ર 20 મિનિટમાં કરી બાળકીનું મિલન માતાપિતા સાથે કરાવ્યું હતું.

મહત્વનું છે કે હાલમાં નાની બાળકીઓ પર બળાત્કાર, અત્યાચાર, હત્યા જેવી ઘટનાઓ બની રહી છે ત્યારે 4 વર્ષની બાળકી ગુમ થઈ જતા કાપોદ્રા પોલીસ મથકના પી.આઈ.એન. એમ ચૌધરી દ્વારા ઘટનાને ગંભીરતાથી લેવાઈ હતી અને બાળકીને તાત્કાલિક શોધી કાઢી સરાહનીય કામગીરી કરી હતી.

આ પણ વાંચોઃ Jamnagar: યુક્રેનથી વતન પરત આવ્યાની ખુશી સાથે હવે ભવિષ્યની ચિંતા શરૂ થઈ

આ પણ વાંચોઃ અમદાવાદમાં 11 અને 12 માર્ચે મોદીના કાર્યક્રમના સ્થળ આસપાસના રસ્તા બંધ, જાણે શું રહેશે વૈકલ્પિક વ્યવસ્થા

Next Article