Breaking News : સુરત શહેરમાં રખડતા શ્વાનનો આંતક, 2 વર્ષીય બાળકીનુ સારવાર દરમિયાન મોત
ત્રણ દિવસ પહેલા બે વર્ષીય બાળકી પર શ્વાને જીવલેણ હુમલો કરીને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરી હતી.ત્યારે આજે બાળકીનુ સારવાર દરમિયાન મોત થયુ છે.
સુરતના ખજોદ વિસ્તારમાં બાળકી ઉપર ત્રણ જેટલાં શ્વાનોએ એકસાથે હુમલો કર્યો હતો. આ રખડતા કૂતરાંઓએ 2 વર્ષની બાળકીને 40 જેટલા બચકા ભરી લેતા તેને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી, જ્યાં આજે ત્રણ દિવસ બાદ તેનુ સારવાર દરમિયાન મોત થયુ છે.
છેલ્લા 15 દિવસમાં શ્વાન કરડવાના 477 કેસ
સુરતવાસીઓ માટે રખડતા શ્વાન મોટી આફત બની ગયા છે. શ્વાનના કરડવાના કારણે સુરતમાં છેલ્લા 15 દિવસમાં જ 477 કેસ નોંધાયા છે. તેમાં પણ ખાસ કરીને નાની બાળકીઓ ઉપર શ્વાને જીવલેણ હુમલો કર્યો હોય તેવી ઘટનાએ પણ પ્રકાશમાં આવી છે.
જાન્યુઆરી મહિનામાં 1 હજાર 205 લોકોને શ્વાને બચકા ભર્યા હતા. આ આંકડો જ દર્શાવે છે કે સુરતમાં રખડતા શ્વાન કોઇ મોટા સંકટથી કમ નથી સુરતની સિવિલ હોસ્પિટલમાં પણ શ્વાન કરડયા બાદ ઇન્જેક્શન લેવા માટે દર્દીઓની લાંબી લાઇનો લાગેલી છે. મેડિકલ સ્ટાફના જણાવ્યા પ્રમાણે રોજના સરેરાશ 155થી વધુ શ્વાન કરડવાના કેસ નોંધાય છે.