Surat: કોરોના રસી લગાવ્યા પહેલા યુવાનોએ કર્યું રક્ત દાન, રસી લીધા બાદ 28 દિવસ સુધી નથી કરી શકાતું રક્તદાન

18 વર્ષથી ઉપરના લોકો મોટી સંખ્યામાં વેક્સિન માટે રજીસ્ટ્રેશન કરી રહ્યા છે. જેથી નજીકના ભવિષ્યમાં બ્લડની અછત પણ સર્જાવાનો ભય બ્લડ બેંકને સતાવી રહ્યો છે. ત્યારે રાંદેર વિસ્તારની સામાજિક સંસ્થા સિંધી હેલપિંગ હેન્ડ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ તથા પ્લાઝમા કેમ્પનું આયોજન કરાયું હતું.

Surat: કોરોના રસી લગાવ્યા પહેલા યુવાનોએ કર્યું રક્ત દાન, રસી લીધા બાદ 28 દિવસ સુધી નથી કરી શકાતું રક્તદાન
પ્રતિકાત્મક તસવીર
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: May 04, 2021 | 9:01 PM

Surat: 18 વર્ષથી ઉપરના લોકો મોટી સંખ્યામાં વેક્સિન માટે રજીસ્ટ્રેશન કરી રહ્યા છે. જેથી નજીકના ભવિષ્યમાં બ્લડની અછત પણ સર્જાવાનો ભય બ્લડ બેંકને સતાવી રહ્યો છે. ત્યારે રાંદેર વિસ્તારની સામાજિક સંસ્થા સિંધી હેલપિંગ હેન્ડ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ તથા પ્લાઝમા કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં યુવાઓએ બ્લડ ડોનેશન કર્યું હતું.

સમગ્ર રાજ્યમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે અને સંક્રમણ વધતું જઈ રહ્યું છે. જેને લઈને સરકાર દ્વારા લોકોને વેક્સિન લેવા માટે અપીલ પણ કરવામાં આવી રહી છે અને બીજી તરફ Suratમાં કોરોના રસી લગાવ્યા પહેલા યુવાનોએ કર્યું રક્ત દાન, રસી લીધા બાદ 28 દિવસ સુધી નથી કરી શકાતું રક્તદાન.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

અનેક સંસ્થાઓ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી રહી છે. શહેરના રાંદેર વિસ્તારની સંસ્થા સિંધી હેલપિંગ હેન્ડ દ્વારા બ્લડ ડોનેશન તેમજ પ્લાઝમા ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું. જેમાં રક્તની સાથે સાથે પ્લાઝમાનું પણ દાન યુવાઓ કરી રહ્યા છે.

શહેરમાં રક્તની અછત ન સર્જાય અને એવા રોગના દર્દીઓ કે જેમને દરરોજ રક્તની જરૂરિયાત ઉભી થાય છે. તેમને હાલાકીનો સામનો ન કરવો પડે એ માટે જાગૃત યુવાઓ રક્તદાન કરી રહ્યા છે અને સાથે અન્ય યુવાઓને પણ બ્લડ ડોનેશન કરવા અપીલ પણ કરી રહ્યા છે.

આયોજક કનૈયાલાલ નંદવાણીએ કહ્યું કે, અમારી સંસ્થા સિંધી હેલપિંગ હેન્ડ દ્વારા બ્લડ કેમ્પ,પ્લાઝ્મા કેમ્પનું આયોજન કરાયું હતું. સમગ્ર દેશમાં 18 વર્ષથી ઉપરના વ્યક્તિઓ માટે વેક્સિનની પ્રક્રિયા શરૂ કરાઈ છે અને આ યુવા વર્ગ બ્લડ ડોનેશનનો મુખ્ય સ્ત્રોત છે અને બધા જ એકસાથે વેક્સિન લગાવશે તો બ્લડ બેંકમાં અછત ઉભી થશે એ ન થાય એ માટે આયોજન કર્યું છે. જેથી દૈનિક જરૂરિયાતી થેલેસેમિયા, કિડની ડાયાલિસીસના લોકોને બ્લડ મળી રહે. મારી દરેક સામાજિક સંસ્થાઓ અને સેવાભાવી ગ્રુપને અપીલ છે કે આવા કેમ્પ કરી રક્ત એકત્ર કરે.

રક્તદાન કરનાર વિશાલ ગુપચંદાનીએ કહ્યું કે ચાર દિવસ બાદ મારુ વેક્સિનેશન રજીસ્ટ્રેશન થયું છે. વેક્સિનેશનના 28 દિવસ બાદ બ્લડ ડોનેશન કરી શકીશ, જેથી પહેલા જ બ્લડ ડોનેટ કરવા માટે હું અહીં આવ્યો છું. બ્લડ આપ્યાના 3 દિવસ બાદ વેક્સિન લઈ શકાય છે જેથી એક સાથે બે સારા કાર્ય થશે. હું વધુમાં વધુ યુવાઓ બ્લડ ડોનેશન કરે એવી અપીલ કરું છું.

આ પણ વાંચો: Ahmedabad: કોરોનાથી સાજા થયેલા દર્દીએ સોલા સિવિલ હોસ્પિટલને 1 લાખ રુપિયા દાનમાં આપ્યા

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">