SURAT : ડબ્બા ટ્રેડિંગમાં લાખોની રકમ હારી ગયા બાદમાં મહિલાએ બહેનપણીના ઘરે જ કરી હાથ સફાઇ

|

Dec 31, 2021 | 3:23 PM

દિવાળીના સમયમાં અંકિતા જમીનદલાલની પત્ની રિન્કલના ઘરે આવી હતી. ત્યારે નજર ચૂકવી અંકિતા શાહે બહેનપણીના જ ઘરે કબાટમાંથી સોનાના ઘરેણાં 3 લાખના ચોરી કર્યા હતા.

SURAT : ડબ્બા ટ્રેડિંગમાં લાખોની રકમ હારી ગયા બાદમાં મહિલાએ બહેનપણીના ઘરે જ કરી હાથ સફાઇ
SURAT: Woman who lost millions in box trading cleans her hands at friend's house

Follow us on

સુરતના અડાજણ વિસ્તારમાં શેરબજારમાં ડબ્બા ટ્રેડિંગમાં લાખોની રકમ હારી જતા મહિલાએ પોતાની જ બહેનપણીના ઘરે જઈને ૩ લાખના દાગીના ચોરી કરી હતી. અને બાદમાં તે દાગીના ગીરવે મૂકી ૫ લાખ સોની પાસેથી લઇ લીધા હતા. આ બનાવને લઈને પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે દાગીનાની ચોરી કરનારી મહિલાની ધરપકડ કરી.

સુરતના અડાજણ-પાલ વાસુદર્શન સોસાયટીમાં રહેતી 37 વર્ષીય રિન્કલ શાહ દેરાસરમાં જતી હતી. ત્યારે બે માસ પહેલા અંકિતા શાહ જોડે ઓળખ થઈ હતી. દેરાસરમાં અવર નવર મુલાકાત થતા મિત્રતા થઈ હતી. દિવાળીના સમયમાં અંકિતા જમીનદલાલની પત્ની રિન્કલના ઘરે આવી હતી. ત્યારે નજર ચૂકવી અંકિતા શાહે બહેનપણીના જ ઘરે કબાટમાંથી સોનાના ઘરેણાં 3 લાખના ચોરી કર્યા હતા. દલાલની પત્નીને અંકિતા પર શંકા હતી.

આ બાબતે બહેનપણીએ મહિલાને ચોરી અંગે પૂછ્યું તો તેણે ના પાડી પછી બહેનપણીના પતિએ અંકિતાને કોલ કરી પૂછ્યું તો તેણે ચોરીની કબૂલાત કરી હતી. ચોરીનો ભાંડો ફુટી જતા અંકિતા શાહે થોડા થોડા રૂપિયા આપી દેવાની વાત કરી હતી. ચોરીના દાગીના અંકિતાએ રાંદેર પાલનપુર જકાતનાકા પાસે મનીલેન્ડમાં ગીરવે મુકી 5 લાખની રકમ લાવી હતી. જેથી આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે દાગીનાની ચોરી કરનારી મહિલાની ધરપકડ કરી હતી. અને આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

મહત્વનું એ છે કે એક નાના સમયની મિત્રતા કેટલા રૂપિયામાં પડી તે અહીં સાબિત થાય છે. સુરતમાં અંદરો અંદર સટ્ટાબેટિંગ અને ઓનલાઇન સટ્ટા નું જોર વધી રહ્યું છે જેમાં સુરતના વેસુ અને અડાજણ વિસ્તારમાં આ વેપાર જોર શોરમાં ચાલી રહ્યું છે. સુરત પોલીસ દ્વારા અને ખાસ અલગ અલગ બ્રાન્ચ દ્વારા તપાસ કરવી જરૂરી છે.

નોંધનીય છેકે હાલના દિવસોમાં લોકો મોજશોખ માટે અવડા રસ્તે ચડી જતા હોય છે. અને, જયારે કાંઇ સુઝે નહીં ત્યારે ન કરવાનું કરી બેસે છે. અને, ક્રાઇમનો રસ્તો અખત્યાર કરી લેતા હોય છે. આવું જ કંઇક આ કિસ્સામાં સાબિત થઇ રહ્યું છે.

આ પણ વાંચો : US Russia News : ‘અમેરીકા અને રશિયા વચ્ચેના સંબંધોનો આવશે અંત’, બાયડેન અને પુતિન વચ્ચે ટક્કર, યુક્રેન સહિત અનેક મુદ્દાઓ પર શબ્દ યુદ્ધ

આ પણ વાંચો : CLAT Exam Registration 2022: આવતીકાલથી CLAT પરીક્ષા માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા થશે શરૂ, જાણો કેવી રીતે કરવી અરજી

Next Article