Surat: વિદેશમાં પુત્રીના લગ્ન કરવાની ઘેલછા રાખતા પરિવાર માટે ચેતવણીરૂપ કિસ્સો, મહિલા પોલિસ સ્ટેશનમાં દહેજ માંગણીની ફરિયાદ નોંધાઈ

|

Apr 20, 2022 | 6:07 PM

સુરતમાં રહેતા કાકાસસરા અને કાકીસાસુએ પણ તેમાં મદદગારી કરી હતી. બે વર્ષ સુધી પરણીને અમેરિકા લઇ જવાને બદલે અમેરિકા બોલાવવા માટે જે ફાઇલ મૂકી હતી.તે પણ કેન્સલ કરી દેતાં આ પરિણીતાએ આક્રમક રીતે પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી

Surat: વિદેશમાં પુત્રીના લગ્ન કરવાની ઘેલછા રાખતા પરિવાર માટે ચેતવણીરૂપ કિસ્સો, મહિલા પોલિસ સ્ટેશનમાં દહેજ માંગણીની ફરિયાદ નોંધાઈ
Surat Dowry Complaint File

Follow us on

પોતાની પુત્રીઓને અમેરિકા લગ્ન કરાવતા પરિવાર માટે ચેતવણીરૂપ કિસ્સો સુરતમાં(Surat)સામે આવ્યો છે.અમેરિકા રહેતા યુવાન સાથે લગ્ન કરાવ્યા હતા.(Foreign Marrige)ત્યારબાદ સાસરિયાઓ દ્વારા યુવતી પાસે 50 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જો કે, યુવતીએ પૈસા ન આપતા અમેરિકા રહેતા પતિએ પત્નીની અમેરિકા બોલાવવા માટેની ફાઈલ કેન્સલ કરાવતા પરિણીતાએ આ મામલે પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ સુરતના મહિલા પોલીસ સ્ટેશનમાં દહેજ(Dowry) માંગણીની ફરિયાદ નોંધાવી છે.

આ સમગ્ર ઘટનાની વિગત મુજબ સુરતના મહિલા પોલીસ મથકમાં એક એવી ફરિયાદ નોંધાઈ છે તે સાંભળીને અમેરિકા પોતાની દીકરીઓને લગ્ન કરાવતા પરિવારે  વિચારવાની જરૂર છે સુરતના પીપલોદ રહેતી 26 વર્ષીય યુવતીના લગ્ન સુરતના જહાંગીરપુરા ઇચ્છાનાથ સોસાયટીમાં રહેતા અને અમેરિકા સ્થાયી થયેલા કંદર્પ કુમાર જગદીશ મિસ્ત્રી સાથે ફેબ્રુઆરી-2020માં થયા હતા લગ્ન.લગ્ન બાદ હનીમૂન મનાવ્યા બાદ યુવતીને સુરત મૂકી કંદર્પ માતા હેમાક્ષીબેન અને પિતા જગદીશભાઇ ઠાકોર સાથે પરત અમેરિકા જતો રહ્યો હતો.

આમ થોડાક જ સમયમાં યુવતીને પણ અમેરિકા બોલાવી લેવા માટેની ફાઇલ મૂકશે તેવું કહ્યું હતું.બાદ અમેરિકા પરત જતાં જ પતિ અને સાસુ-સસરાએ પચાસ લાખ લઇ આવવા દબાણ શરૂ કર્યું હતું. સુરતમાં રહેતા કાકાસસરા અને કાકીસાસુએ પણ તેમાં મદદગારી કરી હતી. બે વર્ષ સુધી પરણીને અમેરિકા લઇ જવાને બદલે અમેરિકા બોલાવવા માટે જે ફાઇલ મૂકી હતી.તે પણ કેન્સલ કરી દેતાં આ પરિણીતાએ આક્રમક રીતે પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024

સુરતના મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવતા મહિલાની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે પણ મહત્વનું એ છે કે ફરિયાદીઓ અમેરિકા રહે છે તો પોલીસ કેવી રીતે અને ક્યારે અટક કરશે તે એક મોટો સવાલ છે.

આ પણ વાંચો :  Gandhinagar: વડાપ્રધાને ગ્લોબલ આયુષ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટનો શુભારંભ કરાવ્યો, ભારતમાં આયુષ વિઝા શરુ કરવાની જાહેરાત કરી

આ પણ વાંચો : વડાપ્રધાન મોદીએ WHOના ડાયરેક્ટરનું ગુજરાતી નામકરણ કર્યુ, તેમનું હુલામણું નામ ‘તુલસીભાઈ’ રાખી દીધુ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

 

Published On - 5:16 pm, Wed, 20 April 22

Next Article