Surat : દિવાળી પર તકેદારી, વેક્સિનેશનની સાથે ફરી ટેસ્ટિંગ પર પણ વધાર્યો ભાર

|

Nov 09, 2021 | 3:42 PM

રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, સુરત એરપોર્ટ, પાંચ એન્ટ્રી પોઇન્ટ પર પણ પાલિકાના આરોગ્ય વિભાગની ટિમ તૈનાત કરવામાં આવી હતી. અને દિવાળી પછી વતનથી પરત ફરતા કે હરવા ફરવા ગયેલા પાછા ફરી રહેલા લોકોનું રેન્ડમલી ચેકીંગ શરૂ કર્યું હતું. 

Surat : દિવાળી પર તકેદારી, વેક્સિનેશનની સાથે ફરી ટેસ્ટિંગ પર પણ વધાર્યો ભાર
Surat: Vigilance on Diwali, increased emphasis on re-testing along with vaccinations

Follow us on

સુરતમાં (surat ) હવે 20 લાખ 51 હજાર 957 લોકોએ વેક્સિનનો (vaccine ) બીજો ડોઝ લઇ લીધો છે. સંપૂર્ણ વેક્સિનેશન લગભગ 60 ટકા નજીક છે. બીજા ડોઝ માટે નક્કી થયેલા લોકો માટે 85 ટકા લોકોએ બીજો ડોઝ લઇ લીધો છે. 3 લાખ કરતા વધારે લોકો હજી પણ સમયસર બીજો ડોઝ લઇ નથી શક્યા. એટલું જ નહીં તે 100 ટકા વેક્સિનેશન પછી અત્યાર સુધી 1 લાખ 97 હજાર 59 લોકોએ પહેલો ડોઝ લીધો છે. 

દિવાળીના દિવસથી લઈને રવિવાર સુધીના સમયગાળામાં 9 હજાર 242 લોકોએ વેક્સીન લીધી છે. દિવાળી પછી સોમવારે સુરતમાં 21 હજાર 599 લોકોએ વેક્સીન લીધી છે. આ સાથે જ પહેલા ડોઝ લેનારા લોકોની સંખ્યા 36 લાખ 29 હજાર 796 સુધી પહોંચી ગઈ છે. જે 105.74 ટકા છે. તે જ રીતે બીજો ડોઝ લેનારા લોકોની સંખ્યા 20 લાખ 51 હજાર, 957 થઇ ગઈ છે, જે 59.77 ટકા છે.

આજે પણ સુરત કોર્પોરેશનના આરોગ્ય વિભાગની ટિમ દ્વારા શહેરના એન્ટ્રી પોઇન્ટ  પર કોરોના ટેસ્ટિંગ સઘન બનાવવામાં આવ્યું હતું. જ્યાંથી લોકો સુરત શહેરમાં પ્રવેશ કરે છે તે રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, સુરત એરપોર્ટ, પાંચ એન્ટ્રી પોઇન્ટ પર પણ પાલિકાના આરોગ્ય વિભાગની ટિમ તૈનાત કરવામાં આવી હતી. અને દિવાળી પછી વતનથી પરત ફરતા કે હરવા ફરવા ગયેલા પાછા ફરી રહેલા લોકોનું રેન્ડમલી ચેકીંગ શરૂ કર્યું હતું.

તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા

જે મુસાફરોએ વેક્સિનના બંને ડોઝ લઇ લીધા હોય તેમના પાસે એટલો આગ્રહ નહોતો રાખવામાં આવ્યો પણ જે લોકોએ વેક્સીનનો પહેલો ડોઝ લીધો હોય કે વેક્સીન નથી લીધી તેવા લોકો પાસે આરટીપીસીઆર ટેસ્ટ ફરજીયાત કરાવવામાં આવ્યો હતો. ગઈકાલે પણ લગભગ 3 હજાર જેટલા ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા. જોકે સદનસીબે તેમાં એકપણ પોઝિટિવ કેસ નોંધાયા ન હતા.

નોંધનીય છે કે કોરોનાની બીજી લહેર સુરતમાં દિવાળીના તહેવાર પછી વધારે ઘાતક બની હતી. બહારથી આવતા મુસાફરો અને લોકોને કારણે શહેરમાં કોરોનાનું સંક્ર્મણ સૌથી વધારે વધ્યું હતું. જોકે આ વખતે શહેરમાં કોરોનાના કેસો કાબુમાં આવ્યા છે ત્યારે અન્ય રાજ્યોમાંથી પરત ફરતા લોકોને કારણે શહેરમાં ફરી વખત કોરોના વકરે નહીં તેના માટે તકેદારીના ભાગરૂપે સુરત મનપા દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

કોરોના ટેસ્ટિંગની સાથે સાથે વેક્સિનેશન પર પણ વધારે ભાર આપવામાં આવી રહ્યો છે. આજે પણ 138 જેટલા સેન્ટરો પર શહેરીજનો માટે વેક્સિનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

આ પણ વાંચો :Surat: ગુમ થયેલી અઢી વર્ષની બાળકીનો મળ્યો હતો મૃતદેહ, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

 

આ પણ વાંચો : Surat: મંત્રી મુકેશ પટેલને મળી પેટ્રોલ પંપ પર છેતરપિંડીની ફરિયાદ, પછી જે થયું તે જાણીને તમે પણ કહેશો ‘વાહ’

Next Article