સુરત શહેરમાં ખાણીપીણી વેચતા વાહનો હવે એક સરખા રંગમાં દેખાશે, મોબાઈલ ફૂડ કોર્ટ પોલિસીને મળી મંજૂરી

|

Oct 15, 2021 | 10:46 PM

સ્થાયી સમિતિ દ્વારા 50 ટકા રાહત આપવામાં આવી છે એટલે કે થ્રિ વ્હીલ વાહનો માટે માટે 5000 રૂપિયા અને ફોર વ્હીલ વાહનો પર બનાવવામાં આવેલી food court અંગે 7,500 રૂપિયાની લાયસન્સ ફી વસૂલવામાં આવશે.

સુરત શહેરમાં ખાણીપીણી વેચતા વાહનો હવે એક સરખા રંગમાં દેખાશે, મોબાઈલ ફૂડ કોર્ટ પોલિસીને મળી મંજૂરી
File Image

Follow us on

મોબાઈલ ફૂડ રજિસ્ટ્રેશનની (Mobile Food Court) બે વર્ષથી અધ્ધરતાલ દરખાસ્તને છેવટે સ્થાયી સમિતિએ મંજૂરી આપીને આવકારદાયક નિર્ણય કર્યો છે. હવે  શહેરમાં થ્રિ વ્હીલર કે ફોર વ્હીલર વાહન પર ફૂડ વેચનાર ટેમ્પોના માલિકોએ ફરજિયાત રીતે મહાનગર પાલિકા પાસે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. વિભાગ દ્વારા સૂચિત વાર્ષિક લાયસન્સ ફીમાં સ્થાયી સમિતિએ 50 ટકા રાહત આપી છે.

 

મોબાઈલ ફૂડ કોર્ટ રજીસ્ટ્રેશન માટેની ડ્રાફ્ટ પોલિસી વહીવટીતંત્ર દ્વારા બે વર્ષ પહેલા ભાજપ શાસકોની મંજૂરી માટે રજૂ થઈ હતી. પરંતુ શાસકોની અનિર્ણાયકતાના કારણે દરખાસ્ત બે વખત પેન્ડિંગ રહી હતી. મોબાઈલ ફૂડ રજીસ્ટ્રેશન ખરેખર જરૂરી છે. આ રજિસ્ટ્રેશનથી મોબાઈલ ફૂડ કોર્ટ અને એકમો પર મહાનગરપાલિકાનું નિયંત્રણ આવી શકે છે. આ સાથે જ મહાનગરપાલિકાની વાર્ષિક આવક પણ શરૂ થઈ શકે તેમ છે. આવકના નવા સ્ત્રોત ઉભા કરવા માટે સ્થાયી સમિતિ અધ્યક્ષે આજે બે વર્ષથી પેન્ડિંગ પોલિસીના અમલ માટે મંજૂરી આપી દીધી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

રજીસ્ટ્રેશન હેઠળ આવવાથી મોબાઈલ ફૂલ કોર્ટ અને એકમોએ હવે મહાનગરપાલિકાના નિયમોનું પાલન કરવાનું રહેશે. જેનાથી ફૂડની ક્વોલિટીમાં પણ સુધારો થઈ શકે છે. એટલું જ નહીં રજીસ્ટર વાહનોએ મહાનગરપાલિકા દ્વારા નિર્ધારિત એક જ કલર કોડનો નિયમ પણ અમલી કરવાનો રહેશે. આગામી દિવસોમાં શહેરમાં મોબાઈલ કોર્ટના વાહનો એક જ રંગમાં રંગાયેલા દેખાશે.

 

ફૂડ વિભાગ દ્વારા વાહનો માટે વાર્ષિક 10,000 રૂપિયા અને ફોર વ્હીલ વાહનો માટે 15,000 રૂપિયા લાયસન્સ ફી નક્કી કરી હતી, જેમાં સ્થાયી સમિતિ દ્વારા 50 ટકા રાહત આપવામાં આવી છે એટલે કે થ્રિ વ્હીલ વાહનો માટે માટે 5,000 રૂપિયા અને ફોર વ્હીલ વાહનો પર બનાવવામાં આવેલી food court અંગે 7500 રૂપિયાની લાયસન્સ ફી વસૂલવામાં આવશે.

 

પરમીટ ચોક્કસ દિવસ, ચોક્કસ સ્થળ અને સાંજે 6થી 11ના સમય માટે જ મળી શકશે. અન્ય સમય માટે અલગ અરજીમાં પરવાનગી લેવાની રહેશે. આવા સંખ્યાબંધ નિયમો અને નિયમભંગના કિસ્સામાં રૂ. 500થી લઈને રૂ. 5 હજાર સુધીના દંડ સહિતની નવી સૂચિત નીતિ આગામી સ્થાયી સમિતિ માટે શાસકોની મંજૂરી માટે મુકવામાં આવી છે.

 

મનપાના આરોગ્ય વિભાગ પાસેથી દરેક ફૂડ કોર્ટે FSSAI સંલગ્ન ફૂડ બિઝનેસ ઓપરેટરનું લાયસન્સ લેવાનું પણ જરૂરી બનાવવામાં આવ્યું છે. ખાનગી જગ્યામાં પણ મોબાઈલ ફૂડ કોર્ટ રાખવા માટે માલિકના પરવાનગી પત્ર સાથે નોંધણી, પરમીટ સહિતની પ્રક્રિયા કરવાની રહેશે. આ સાથે રસ્તા પર ટેબલ ખુરશીઓ ન મુકવા, રહેણાંક વિસ્તારમાં ન્યુસન્સ ન થાય એ રીતે મોબાઈલ ફૂડ કોર્ટ ઓછામાં ઓછા 10 ફૂટના અંતરે રાખવા.

 

ઘોંઘાટ કે મ્યુઝિક ન ચલાવવા, ખાદ્યપદાર્થ તૈયાર કરવાની તમામ સામગ્રી મોબાઈલ ફૂડ કોર્ટ પર જ રાખવી, સૂકા ભીના કચરાનો યોગ્ય નિકાલ, વારંવાર વાસણ અને હાથ ધોવા માટે પાણીની સિન્કની વ્યવસ્થા, ટ્રાફિકને અડચણ ન થાય એ રીતે ગ્રાહકોના વાહનો પાર્ક કરાવવા સહિતના નિયમો પણ નક્કી કરવામાં આવ્યા છે. મોબાઈલ ફૂડ કોર્ટ માટે ચોક્કસ કલર કોડ પણ રાખવો પડશે. આ ઉપરાંત આ નિયમોના ભંગ કરનાર સામે આકરા દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે.

 

આ પણ વાંચો: SURAT : VNSGUમાં ગરબા મામલે ઘર્ષણમાં તાપસના આદેશ, 3 દિવસમાં અહેવાલ રજૂ કરવામાં આવશે

 

આ પણ વાંચો: Surat: બેંકમાં ધોળા દિવસે દિલધડક લૂંટ, CCTV માં કેદ થયા તમંચાના દમે કરેલી લૂંટના દ્રશ્યો

 

Next Article