Surat: કેન્દ્રીય મંત્રી દર્શના જરદોષે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને બાંધી રાખડી

|

Aug 21, 2021 | 6:31 PM

સુરતના સાંસદ અને હવે તો મંત્રી દર્શના જરદોષે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને રક્ષાબંધન પૂર્વે રાખડી બાંધીને તેમના દીર્ઘાયુની પ્રાર્થના કરી છે.

Surat: કેન્દ્રીય મંત્રી દર્શના જરદોષે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને બાંધી રાખડી
Surat: Union Minister Darshana Zardosh tied up BJP state president CR Patil

Follow us on

Surat:  દેશભરમાં ભાઈ બહેનના પવિત્ર પર્વ રક્ષાબંધનની ઉજવણી થવા જઈ રહી છે. ત્યારે આજે રેલવે અને ટેક્સ્ટાઇલ મંત્રી દર્શના જરદોષે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને રાખડી બાંધીને રક્ષાબંધન ઉજવી હતી. દર્શના જરદોષે આજે સી.આર.પાટિલના ઘરે જઈને તેમને રાખડી બાંધી હતી. આ પહેલીવાર છે જયારે તેઓએ સી.આર.પાટીલને રાખડી બાંધી છે.

સુરત સહીત દેશભરમાં 22 ઓગસ્ટનાં રોજ રક્ષાબંધનનો પવિત્ર પર્વ ઉજવાશે. ભાઈના હાથે બહેનો રાખડી બાંધશે અને તેમના દીર્ઘાયુની પ્રાર્થના કરશે. સાથે જ ભાઈ પાસે તે પોતાની રક્ષા કરશે તેવું વચન પણ લેશે. ત્યારે આ વચન આજે દર્શના જરદોષે સી.આર.પાટીલ પાસે લીધું હતું.

જ્યાં સુધી રાજકારણની વાત છે ત્યાં સુધી દર્શના જરદોશ સુરતના સાંસદ છે. જયારે સી.આર.પાટીલ નવસારી બેઠકના સાંસદ છે. સાથે જ તેઓ હાલ ભાજપ પ્રદેશ પ્રમુખની પણ જવાબદારી નિભાવે છે. સુરતના રાજકારણમાં ભાજપ હોય કે કોંગ્રેસ જૂથવાદ પણ હમેશા જોવા મળે છે. આ બંને નેતાઓ વચ્ચે પણ હંમેશા વિખવાદને લઈને ચર્ચાઓ સુરતના રાજકારણમાં ચાલતી આવી છે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો સંબંધ એટલે રક્ષાબંધન એવો પર્વ છે જેની દરેક ભાઈ બહેન આતુરતાથી રાહ જોતા હોય છે. તેવામાં આજે દર્શના જરદોશ અને સી.આર.પાટિલના ભાઈ બહેનના પર્વને ઉજવતી તસવીરો તેમણે  પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર પણ કરી છે. દર્શના જરદોષે લખ્યું છે કે આજે સી.આર.પાટીલને રાખડી બાંધીને તેમના સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી છે. અને સાથે જ ભાઈ પાસેથી ગુજરાતની તમામ દીકરીઓ અને રાજ્યના રક્ષા માટેની ભેંટ માંગી છે.

આ પણ વાંચો :

Surat : અરાજકતા અફઘાનિસ્તાનમાં પણ અસર સુરતમાં : કાપડ વેપારીઓનું પેમેન્ટ અટવાયું

Surat : અફઘાની સુકામેવાની આયાત અટવાઈ, ભાવમાં 35 થી 40 ટકાનો વધારો

Published On - 5:28 pm, Sat, 21 August 21

Next Article