Surat : સુરતના બે ઉભરતા ક્રિકેટરનો ગુજરાતની ટીમમાં સમાવેશ, સૈયદ મુસ્તાકઅલી ટુર્નામેન્ટમાં સારા પ્રદર્શનની આશા

|

Oct 20, 2021 | 8:02 PM

આ ટીમમાં મૂળ સુરતના ચિરાગ ગાંધી (મિડલ ઓર્ડર બેટસેમન) અને હાર્દિક પટેલ(લેફ્ટ આર્મ સ્પિનર) ની પસંદગી કરવામાં આવી છે.

Surat : સુરતના બે ઉભરતા ક્રિકેટરનો ગુજરાતની ટીમમાં સમાવેશ, સૈયદ મુસ્તાકઅલી ટુર્નામેન્ટમાં સારા પ્રદર્શનની આશા
Surat: Two emerging cricketers from Surat included in Gujarat team, expect good performance in Syed Mushtaq Ali cricket tournament

Follow us on

બીસીસીઆઈ (BCCI )દ્વારા આયોજીત સૈયદ મુસ્તાકઅલી ટી-20 ક્રિકેટ ટુર્નામેન્ટ(Cricket Tournament ) માટેની જાહેર કરવામાં આવેલી ગુજરાતની ટીમમાં(Gujarat Team ) મૂળ સુરતના હાર્દિક પટેલ અને ચિરાગ ગાંધીનો ફરી એકવાર સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાત માટે રણજી રમી રહેલા બંને પ્લેયરોને મુસ્તાકઅલી ટુર્નામેન્ટ રમવાની ફરી તક મળતા બંને પ્લેયરોએ શ્રેષ્ઠ પ્રદર્શનનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

બીસીસીઆઈના નેજા હેઠળ રમાડવામાં આવતી અને યુવા પ્લેયરોને નેશનલ ટીમમાં સ્થાન મેળવવા માટેનું પ્લેટફોર્મ કહી શકાય તેવી સૈયદ મુસ્તાકઅલી ટી-20 ટુર્નામેન્ટ આગામી 28 ઓક્ટોબરથી દિલ્હી ખાતે આયોજિત કરવામાં આવી છે. જેમાં ગુજરાતની ટિમ જાહેર કરવામાં આવી છે.

આ ટીમમાં મૂળ સુરતના ચિરાગ ગાંધી (મિડલ ઓર્ડર બેટસેમન) અને હાર્દિક પટેલ(લેફ્ટ આર્મ સ્પિનર) ની પસંદગી કરવામાં આવી છે. આ બંને પ્લેયરો સતત ચોથી વખત ગુજરાતની ટિમ વતી સૌયડ મુસ્તાક અલી ટુર્નામેન્ટમાં ભાગ લેશે. ચિરાગ ગાંધીએ આ પહેલા  ગુજરાત માટે 26 રણજી, 36 વન ડે , 55 ટી-20 મેચ રમ્યા છે. જયારે હાર્દિક પટેલ 17 રણજી, 30 વન ડે , અને 32 ટી-20 મેચ રમ્યા છે.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

જોકે જાહેર થયેલી ગુજરાતની ટીમમાં આશ્ચર્યજનક રીતે સુરતના અન્ય બે પ્લેયરો ભાર્ગવ મેરાઈ અને મેહુલ પટેલની બાદબાકી થઇ હતી. આ બંને પ્લેયરોને પણ એજ ફેકટરના કારણે પડતા મુકવામાં આવ્યા છે.  બને પ્લેયરોના સિલેક્શન અંગે એસ.ડી.સી.એ.ના ક્રિકેટ સેક્રેટરીના જણાવ્યા પ્રમાણે બંને પ્લેયર આશાસ્પદ છે.

અક્ષર પટેલના કારણે હાર્દિકને રિઝર્વમાં બેસવાનો વારો આવતો હતો
ગુજરાતની ક્રિકેટ ટીમમાંથી નેશનલમાં પહોંચેલા ભારતના આશાસ્પદ સ્પિનર અક્ષર પટેલ અને હાર્દિક પટેલ કેટલાક વર્ષોથી સાથે જ રમી રહ્યા હતા. જેમાં અક્ષર પટેલ અને હાર્દિક પટેલ બંને લેફ્ટ આર્મ સ્પિનર હોવાથી હાર્દિકને ઘણી વખત રિઝર્વની ભૂમિકા નિભાવવી પડતી હતી. જોકે હવે અક્ષર પટેલ નેશનલ ટીમમાં હોવાથી હાર્દિકને બેસ્ટ પરફોર્મન્સ આપવાની તક મળશે.

સુરતના ખેલાડીઓ માટે પ્રોત્સાહનરૂપ
સુરતના ઉભરતા ક્રિકેટરો માટે તેઓ પ્રેરણારૂપ બની રહેશે. જો બંને ખેલાડીઓ સારું પ્રદર્શન કરે છે અને નેશનલમાં સ્થાન મેળવે છે તો સુરતનું નામ પણ રોશન થશે. અને નેશનલ ક્રિકેટ ટીમમાં રમીને ભારતનુ પ્રતિનિધિત્વ કરવા માંગતા અન્ય ક્રિકેટરોને પણ પ્રોત્સાહન મળી રહેશે.

આ પણ વાંચો : Surat : સુરતના મ્યુનિસિપલ કમિશનર “દુબઇ” તો ફાયર ઓફિસર “જર્મની” જશે, શાસકો રહેશે ઈન્ડિયામાં

આ પણ વાંચો : Surat: ‘આત્મનિર્ભર ભારત, સ્વર્નિભર મહિલા’, દિવાળીનો નાસ્તો ઘરે જ બનાવી કમાણી કરી રહી છે સુરતની મહિલાઓ

Next Article