Surat : સુરતના મ્યુનિસિપલ કમિશનર “દુબઇ” તો ફાયર ઓફિસર “જર્મની” જશે, શાસકો રહેશે ઈન્ડિયામાં

દુબઇ ખાતે યોજાઈ રહેલા એક્સ્પો માં ભાગ લેવા માટે સ્થાયી સમિતિએ મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાનીને મંજૂરી આપી છે.

Surat : સુરતના મ્યુનિસિપલ કમિશનર દુબઇ તો ફાયર ઓફિસર જર્મની જશે, શાસકો રહેશે ઈન્ડિયામાં
Surat: Surat Municipal Commissioner "Dubai" then Fire Officer will go to "Germany", slam the rulers
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 20, 2021 | 7:27 PM

સુરત મહાનગરપાલિકાના કમિશનર(Municipal Commissioner ) બંછાનીધી પાનીને દુબઇ (Dubai )જવા માટે સ્થાયી સમિતિએ મંજૂરી આપી છે. ત્યારે હવે ડેપ્યુટી કમિશનર(Deputy Commissioner ) એન.વી,ઉપાધ્યાય અને ફાયર ઓફિસર બસંત પરીખને જર્મની મોકલવા માટે પણ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. તાજેતરમાં જ સુરત ફાયર વિભાગે 42 મીટર ઊંચાઈની ટર્ન ટેબલ લેડર ખરીદવાની નિર્ણય કર્યો છે. જેના ઇન્સ્પેક્શન માટે ડેપ્યુટી કમિશનર એન.વી.ઉપધ્યાનને જર્મની મોકલવા માટે ભાજપ શાસકોની મંજૂરી માંગવામાં આવી છે.

દુબઇ ખાતે યોજાઈ રહેલા એક્સ્પો માં ભાગ લેવા માટે સ્થાયી સમિતિએ મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાનીને મંજૂરી આપી છે. મ્યુનિસિપલ કમિશનર આગામી 31 ઓક્ટોબરથી તારીખ સાત નવેમ્બર સુધી રજા પર હોવાથી પાલિકાના અન્ય અધિકારીઓ પણ દિવાળી વેકેશનમાં રજા લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે.

જોકે પાલિકા કમિશનરે તમામ અધિકારીઓને વારાફરતી રજા મુકવા માટે તાકીદ કરી છે. તો બીજી તરફ મ્યુનિસિપલ કમિશનર એન.વી.ઉપાધ્યાય અને ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર બસંત પરીખ ડિસેમ્બર મહિનામાં ટર્ન ટેબલ લેડરના ઇન્સ્પેક્શન માટે જર્મની જઈ રહ્યા છે. પાલિકાએ 42 મીટરના ઊંચાઈના ટીટીએલ ખરીદવા માટે જર્મનીની કંપનીને વર્ક ઓર્ડર આપ્યો છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આ લેડરનું ઇન્સ્પેક્શન તારીખ 6 થી 12 ડિસેમ્બર વચ્ચે જર્મની ખાતે થવાનું છે. ઉત્પાદક કંપનીએ પાલિકાના બે અધિકારીને ઇન્સ્પેક્શન માટે આમંત્રણ આપ્યું છે. જર્મની પ્રવાસનો તમામ ખર્ચ કંપનીએ ઉઠાવવાની તૈયારી પણ બતાવી છે. પાલિકાનો છ હજાર કરોડનો કારભાર ભાજપ શાસકોના હાથમાં છે. પરંતુ દરેક વખતે વિદેશ પ્રવાસ જવા માટે અધિકારીઓને જ બોલાવવામાં આવે છે.

પ્રજાના પ્રતિનિધિઓને કોઈ બોલાવતું નહીં હોવાનો પણ ગણગણાટ ચાલી રહ્યું છે. ભાજપના કોર્પોરેટરોમાં ચાલતી ચર્ચા પ્રમાણે અગાઉથી ગોઠવણ થઇ હોવાથી ફક્ત અધિકારીઓને જ બોલાવવવામાં આવે છે. વિદેશ પ્રવાસના આમંત્રણ માટે મોકલવામાં આવતા ઈ મેલ પહેલાથી સેટ હોય છે. મેયર સહિતના પદાધિકારીઓ અને ચૂંટાયેલી પાંખની અવગણના મુદ્દે સભ્યોમાં પણ છૂપો રોષ ફેલાયો છે.  આમ દિવાળીમાં મ્યુનિસિપલ કમિશનર દુબઇ જયારે દિવાળી બાદ ડેપ્યુટી કમિશનર અને ઇન્ચાર્જ ફાયર ઓફિસર જર્મની ખાતે રવાના થશે.

દિવાળી નજીક આવતા જ ઉચ્ચ અધિકારીઓના વિદેશ પ્રવાસને જોતા અન્ય કર્મચારીઓ પણ રજા લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. જોકે રજાના દિવસો અને તે પછી કોર્પોરેશનનું કામકાજ ન અટવાય તે ધ્યાનમાં રાખીને કર્મચારીઓને રજા લેવા જણાવવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો : સુરત: ખટોદરામાં બિલ્ડરની ઓફિસમાં થયેલી 90 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, બે ચોર ઝડપાયા

આ પણ વાંચો : Surat: ચેમ્બર ઓફ કોમર્સ ટ્રાવેલ કન્સલ્ટન્ટનો ત્રણ મહિનાનો અભ્યાસક્રમ શરૂ કરશે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">