Surat : સુરત મેટ્રોના બે કોરિડોરને નામ અપાશે ડાયમંડ કોરિડોર અને ટેક્સટાઇલ કોરિડોર

|

Dec 07, 2021 | 4:32 PM

પ્રથમ તબક્કામાં 21.61 કિમીના રૂટ પર સૌરાષ્ટ્રવાસીમાં અનેક હીરાના કારખાના આવેલા છે. આ રૂટનો એક છેડો ડાયમંડનું હબ બનવા જઈ રહેલા ડ્રીમ સિટીમાં પૂર્ણ થઈ રહ્યો છે. આ કોરિડોરને ડાયમંડ કોરિડોર તરીકે વિશેષ ઓળખ આપશે.

Surat : સુરત મેટ્રોના બે કોરિડોરને નામ અપાશે ડાયમંડ કોરિડોર અને ટેક્સટાઇલ કોરિડોર
Metro Map Surat

Follow us on

મેટ્રો રેલ (Metro Rail ) સુરત શહેરની નવી ઓળખ બનવા જઈ રહી છે. સરથાણાથી ડ્રીમ સિટી(Dream City ) અને ભેંસાણથી સારોલીને જોડતા બે રૂટ પર મેટ્રો રેલનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત મેટ્રો રેલના કુલ 40.35 કિમી રૂટમાંથી સરથાણાને ડ્રીમ સિટી સાથે જોડવાની કાર્યવાહી ચાલી રહી છે. 21.61 કિમીના આ રૂટ પર કામે વેગ પકડ્યો છે. આ સાથે સુરત મેટ્રોના બંને રૂટની ખાસ ઓળખ બનાવવાની કવાયત શરૂ કરવામાં આવી છે.

સરથાણાથી ડ્રીમ સિટી સુધીના રૂટને ડાયમંડ કોરિડોર તરીકે જ્યારે ભેંસાણથી સારોલી રૂટને ટેક્સટાઇલ કોરિડોર તરીકે ઓળખ આપવામાં આવશે. સરથાણાથી કાપોદ્રા લાભેશ્વર ચોક, લાંબા હનુમાન રોડથી સુરત રેલવે સ્ટેશન થઈને હાઈવે થઈને, મજુરાગેટથી અલથાણ ગામ થઈને ડ્રીમ સિટી સુધી મેટ્રો દોડાવવામાં આવશે.

પ્રથમ તબક્કામાં 21.61 કિમીના રૂટ પર સૌરાષ્ટ્રવાસીમાં અનેક હીરાના કારખાના આવેલા છે. આ રૂટનો એક છેડો ડાયમંડનું હબ બનવા જઈ રહેલા ડ્રીમ સિટીમાં પૂર્ણ થઈ રહ્યો છે. આ કોરિડોરને ડાયમંડ કોરિડોર તરીકે વિશેષ ઓળખ આપશે. તેને ડાયમંડ કોરિડોર તરીકે લોકપ્રિય કરવામાં આવશે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

મેટ્રોના બીજા તબક્કામાં ભેંસાણથી સારોલીને જોડતો 18.84 કિમીનો રૂટ વિકસાવવામાં આવશે. આ માર્ગ પર ઉધના દરવાજાથી આગળ કમેલા દરવાજા, અંજના ફાર્મ, મોડલ ટાઉન અને મગોબ એક્સ્ટેંશનના ઘણા ટેક્સટાઇલ માર્કેટ આવેલા છે. આ કોરિડોર નંબર 2 એટલે કે ભેસાણથી સારોલી રૂટના ટેક્સટાઇલ કોરિડોર તરીકે ઓળખાશે.

મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, પ્રથમ કોરિડોર પર હીરાની ઓફિસ છે અને બીજા કોરિડોરમાં શહેરના ગૌરવ સમાન ટેક્સટાઇલ માર્કેટ છે. પ્રથમ કોરિડોર ડાયમંડ તરીકે અને બીજાને ટેક્સટાઇલ કોરિડોર તરીકે ઓળખવામાં આવશે. સુરત શહેર માટે મેટ્રો રેલ પ્રોજેક્ટ અતિ મહત્વનો છે. શહેર માટે આ ડ્રિમ પ્રોજેક્ટ છે.

જેથી આ પ્રોજેક્ટ સાકાર થતા જ તેને સુરતની ઓળખ સમાન ડાયમંડ કોરિડોર અને ટેક્સટાઇલ કોરિડોર નામ આપીને સુરત શહેર સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે હાલ આ પ્રોજેક્ટનું કામ પુરજોશમાં શરૂ કરી દેવામાં આવ્યું છે. જેના માટે શહેરના કેટલાક માર્ગોને એક વર્ષ માટે બંધ પણ કરી દેવામાં આવ્યા છે. આવનારા સમયમાં સુરતને જલ્દી આ પ્રોજેક્ટ સમર્પિત થાય તે દિશામાં પ્રયત્નો હાથ ધરાયા છે.

આ પણ વાંચો : Surat : રેલવે સ્ટેશન રામ ભરોસે, મુસાફરોનો સામાન ચેક કરવા માટેનુ બેગ સ્કેનર ધૂળ ખાઈ રહ્યું છે

આ પણ વાંચો : Surat : ટેક્સ્ટાઇલ માર્કેટ વિસ્તારમાં બ્યુટીફીકેશન તો દૂર રહ્યું રસ્તાની સમસ્યા વર્ષોથી જેમની તેમ

Next Article