Surat : દિવાળી વેકેશન માટે પ્રવાસી બસોનુ બુકીંગ શરૂ, હરવા ફરવાના ટૂંકા અંતરના સ્થળો માટે ધસારો

|

Sep 25, 2021 | 3:05 PM

કોરોનાના કેસો ઓછા થવા ના કારણે અને પ્રતિબંધો પર છૂટછાટ મળતા જ લાંબા સમય પછી લોકો ઘરની બહાર હરવા ફરવા જવાનો વિચાર પણ કરી રહ્યા છે.

Surat : દિવાળી વેકેશન માટે પ્રવાસી બસોનુ બુકીંગ શરૂ, હરવા ફરવાના ટૂંકા અંતરના સ્થળો માટે ધસારો
Surat: Tourist buses start booking for Diwali vacation, rush to short distance destinations

Follow us on

પાછલા વર્ષે કોરોના(corona ) અને લોકડાઉનના(lockdown ) કારણે ટુરિસ્ટ બસોનુ (tourist bus) સંચાલન સંપૂર્ણ ઠપ્પ થઇ ગયું હતું. અને ખાનગી બસ સંચાલકોનો ધંધો એકદમ જ ચોપટ થઇ ગયો હતો. આ વર્ષે દિવાળીને લઈને સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે. 

કોરોનાના કેસો ઓછા થવા ના કારણે અને પ્રતિબંધો પર છૂટછાટ મળતા જ લાંબા સમય પછી લોકો ઘરની બહાર હરવા ફરવા જવાનો વિચાર પણ કરી રહ્યા છે. પાછલા વર્ષે ગણેશોત્સવ સહીત તમામ તહેવારોને ઉજવવા પર પ્રતિબંધ હતો. પરંતુ આ વર્ષે તહેવારોને ઉજવવા પર છૂટ આપવામાં આવી છે. ગણેશોત્સવ પૂરો થયા બાદ હવે દિવાળી વેકેશનમાં ટુર પેકેજની બુકીંગ પણ શરૂ થઇ ગઈ છે.

નવરાત્રી પહેલા જ ટુર પેકેજની ઈન્કવાયરી આવવાની શરૂઆત થઇ ગઈ છે. શહેરમાં ઓછા અંતરથી આવેલા ટુર પેકેજની બુકીંગ સૌથી વધારે થઇ રહી છે. છેલ્લા દોઢ વર્ષ પછી આ વર્ષે દિવાળી પર ઓછા અંતર વાળા હરવા ફરવાના સ્થળ પર 75 ટકા અને લાંબા અંતરના હરવા ફરવાના સ્થળ પર 25 ટકા ટુર પેકેજનું બુકીંગ થઇ રહ્યું છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

કોરોનાએ બદલ્યો ટ્રેન્ડ :
કોરોનના કારણે ટુર ટ્રાવેલ્સ એજન્સીઓને ભારે નુકશાન થયું હતું. બધું જ બંધ હોવાને કારણે બસોના પૈંડા પણ થંભી ગયા હતા. અને હવે છૂટછાટ મળવાને કારણે બસોનુ બુકીંગ પણ ધીરે ધીરે શરૂ થઇ ગયું છે. કોરોનની ત્રીજી લહેરની સંભાવના ને જોતા લોકો લાંબા અંતરની જગ્યા પર જવાનું ટાળી રહ્યા છે. ત્યાં જ ટ્રાવેલ એજન્સીઓએ પણ લોકોને આકર્ષિત કરવા માટે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ટ્રાવેલ એજન્સીઓનું કહેવું છે કે ટૂંકા અંતરની જગ્યા પર ફરવા માટે લોકોની સંખ્યા વધશે અને તેના કારણે સ્થાનિક પ્રવાસી સ્થળોને પણ ફાયદો થશે.

મુશ્કેલી :
અખિલ ગુજરાત વાહન મહામંડળ તરફથી મળેલી જાણકારી પ્રમાણે પાછળ વર્ષની સરખામણીએ આ વર્ષે પરિસ્થિતિ સુધરી છે. પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવતા હવે લોકો હરવા ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. કોરોનાના કારણે 1300 જેટલી ટુરિસ્ટ બસો બંધ થઇ ગઈ હતી. આ વર્ષે દિવાળી વેકેશનની બુકીંગ થવાથી 650 કરતા પણ વધારે ટુરિસ્ટ બસોનુ બુકીંગ થઇ ચુક્યો છે. જેમાં ટૂંકા અને લાંબા અંતરની બસોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : SURAT : માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય ચૂંટણી યોજાઇ, 7 સભ્યોની પસંદગી માટે મતદાન શરૂ

આ પણ વાંચો : Surat માં એક એપાર્ટમેન્ટમાં કોરોનાના નવ પોઝીટવ કેસ નોંધાયા,કોર્પોરેશન તંત્ર દોડતું થયું

Next Article