AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : વિદ્યાર્થીઓના સ્ટ્રેસ અને ડિપ્રેશન દૂર કરવા યુનિવર્સીટી BAPS સંસ્થાની લેશે મદદ

આ બધા જ ટોપીક બે કલાકના રહેશે એટલે કે આખો કોર્સ 30 કલાકનો છે. આખો કોર્સ બે સેમેસ્ટરનો છે. જેમાં પહેલા સેમેસ્ટરમાં પંદર અને બીજા સેમેસ્ટરમાં પંદર ટોપીક્સ છે.

Surat : વિદ્યાર્થીઓના સ્ટ્રેસ અને ડિપ્રેશન દૂર કરવા યુનિવર્સીટી BAPS સંસ્થાની લેશે મદદ
VNSGU
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 29, 2021 | 2:53 PM
Share

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) પર્સનાલિટી ડેવલોપમેન્ટ કોર્સ (Personality Development) શરૂ કરવા માટે આવનારી તારીખ 14 ડિસેમ્બરે બીએપીએસ સંસ્થા(BAPS) સાથે એમઓયુ કરવા જઈ રહી છે. જેમાં જ્ઞાનવત્સલ સ્વામી પણ હાજર રહેશે. આ વાત કુલપતિ ડો. કે.એન. ચાવડાએ કહી છે. જેમણે એમ પણ કહ્યું છે કે વિદ્યાર્થીઓમાં પોઝિટિવ વિચારો લાવવા, આત્મવિશ્વાસ વધારવા, વર્તનમાં સુધારો લાવવા, તેમને જીવનનો હેતુ સમજાવવા, કોમ્યુનિકેશન સુધારવા, નૈતિકતા લાવવા અને શરીરને તંદુરસ્ત બનાવવા માટે તેઓ કોર્સ શરૂ કરવા જઈ રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઘણી વખત વિદ્યાર્થીઓ સ્ટ્રેસ, એન્ઝાઇટી અને ડિપ્રેશનથી આત્મહત્યા કે પછી દારૂ, સિગારેટ, ગાંજો, ચરસ સહિતના ડ્રગ્સના વ્યસની પણ બની જતા હોય છે. જેથી વિદ્યાર્થીઓ આવા રસ્તા તરફ નહીં જાય એ માટે યુનિવર્સિટી અને બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાની મદદ લેશે અટલે કે આ કોર્સથી વિદ્યાર્થીઓની જુદા જુદા પ્રકારની સમસ્યા દૂર કરશે.

કોર્સમાં વિદ્યાર્થીઓ શું ભણશે પોતાની જાતને ફરી ઉભી કરવી, આદત કે ટેવ, સફળ વ્યક્તિની વાર્તાઓ, ઘરના સભ્યોનું સાંભળવું, પડકારોને આવકારવા, નિષ્ફળતાનું મહત્વ, એ.પી.જે. અબ્દુલ કલામ વિશે, નિર્ણય લેવો, નેતૃત્વ કરવું, સંબધ બનાવવા, યોજનાઓનું સંચાલન કરવું, સેવા કરવી, સોશિયલ મીડિયા સંભાળવું, વિશ્વાસની તાકાત, પરિવારમાં રહેવું, ધારેલુ કાર્ય સફળ કરવું, જુદા જુદા વ્યસનોથી દૂર રહેવું, વડીલોની મદદ કરવી, ભૂલતા શીખવું, સમસ્યાનું નિવારણ, આર્થિક બાબતોનું પ્લાનિંગ, સ્વાસ્થ્ય અને કારકીર્દી સારી રાખવી.

આ ઉપરાંત સામૂહીક કામ કરવું, તણાવમાંથી બહાર આવવું, તકલીફો કઈ રીતે દૂર કરવી જેવી બાબતો શીખવાડાશે. જોકે, આ બધા જ ટોપીક બે કલાકના રહેશે એટલે કે આખો કોર્સ 30 કલાકનો છે. આખો કોર્સ બે સેમેસ્ટરનો છે. જેમાં પહેલા સેમેસ્ટરમાં પંદર અને બીજા સેમેસ્ટરમાં પંદર ટોપીક્સ છે.

આ રીતે ભણાવાશે અને પરીક્ષા પણ લેવાશે યુનિવર્સિટી અને કોલેજોના એક એક અધ્યાપકોની નિમણૂક આઇપીડીસીમાં કરાશે. જેમને આઇપીડીસી ટ્રેનિંગ આપશે. એ પછી અધ્યાપકો થીયરી અને પ્રેક્ટિકલ રીતે ભણાવશે. વિદ્યાર્થીઓને શોર્ટ ફિલ્મ બતાવીને અને લેક્ચર વીડિયો બતાવીને ભણાવાશે એટલે જ્ઞાનવત્સલ અને જ્ઞાનવિજય સહિતના સ્વામીઓના વીડિયો બતાવવામાં આવશે. યુનિવર્સિટી આ કોર્સ ભણનારા વિદ્યાર્થીઓની હાજરી અને વર્ક બુક સહિતની બાબત તપાસસે. તે સાથે ભણેલા ટોપીક્સોની પરીક્ષા લેશે. અંતે પરીક્ષામાં પાસ થનારા વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ અપાશે. ડિગ્રીમાં બે ક્રેડિટ પણ એડ થશે.

આ પણ વાંચો : Surat: આ મહિલા ડોક્ટર એવા છે કે જે પહેલા શિક્ષણનો ઈલાજ કરે છે અને પછી ક્લિનિક પર આવેલા દર્દીઓનો, જાણો શું છે આ ખાસ વાત

આ પણ વાંચો : Surat: રેસિડેન્ટ તબીબોની હડતાળને મિશ્ર પ્રતિસાદ, સિવિલ હોસ્પિટલના તબીબો હડતાળમાં નહીં જોડાય

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">