Surat: રેસિડેન્ટ તબીબોની હડતાળને મિશ્ર પ્રતિસાદ, સિવિલ હોસ્પિટલના તબીબો હડતાળમાં નહીં જોડાય
Surat: રેસિડેન્ટ તબીબોની હડતાળમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ તબીબો હડતાળમાં જોડાયા નથી. તો સ્વીમેર હોસ્પિટલના ડોકટરો હડતાલ પર રહ્યા હતા.
સુરત (Surat) શહેરમાં રેસિડેન્ટ તબીબોની હડતાળ ચાલી રહી (Doctor strike) છે. તો આ હડતાલમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ તબીબો હડતાળમાં જોડાયા નથી. તો બીજી તરફ સ્મીમેર હોસ્પિટલના તબીબોએ હડતાળ કરી સુત્રોચાર કર્યા છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવીયાની સુરત મુલાકાત વખતે સિવિલના તબીબોએ તેમને સમગ્ર મુદ્દે રજૂઆત કરી હતી.
એ સમયે માંડવીયાએ સિવિલના તબીબોને વિશ્વાસ આપ્યો હતો. જેથી સિવિલ હોસ્પિટલના તબીબોએ હડતાળ રદ કરી છે. તો બીજી તરફ સ્મીમેર હોસ્પિટલના તબીબોએ NEET PG ના પ્રવેશ માટેના કાઉન્સેલિંગ શરૂ કરવાની માગ સાથે હડતાળ શરૂ કરી છે.
તમને જણાવી દઈએ કે સુરતમાં આ હડતાલને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. આ રેસિડેન્સ તબીબની હડતાળ મામલો છે. જેમાં સ્વીમેર હોસ્પિટલના 100થી વધુ ડૉકટરો હડતાળમાં જોડાયા છે. તો સ્વીમેરમાં OPD માં ડૉકટરો કામથી અળગા રહ્યા હતા. તેમાં જ ઇમરજન્સી માટે ડૉકટરોની ટીમ હાજર રહેશે અને સેવા આપશે. હડતાલ સાથે દર્દીઓને મુશ્કેલી ના થાય તે માટે ઇમરજન્સીમાં ડૉકટરો હાજર રહેશે.
આ પણ વાંચો: શું આ રીતે શિક્ષકો બનશે રોલ મોડેલ ? આ રાજ્યના શિક્ષકો નથી લઈ રહ્યા વેક્સિન, કારણ જાણીને તમે પણ ચોંકી જશો