Surat : RRR નહીં પણ ‘‘5-આર’’ નાં માધ્યમથી સુરતના મેયર, દિલ્હીમાં સમજાવશે શહેરના વેસ્ટ મેનેજમેન્ટનો પ્લાન

|

Jun 02, 2022 | 1:21 PM

વેસ્ટ મેનેજમેન્ટ (Waste Management )થકી સુરત મનપાને કેવી રીતે વાર્ષિક 89 કરોડની બચત થાય છે તે અંગે પણ અન્ય શહેરોને માહિતગાર કરાશે.

Surat : RRR નહીં પણ ‘‘5-આર’’ નાં માધ્યમથી સુરતના મેયર, દિલ્હીમાં સમજાવશે શહેરના વેસ્ટ મેનેજમેન્ટનો પ્લાન
Surat City Mayor (File Image )

Follow us on

સ્વચ્છતા મિશન અંતર્ગત સુરત મહાનગરપાલિકા(SMC)  દ્વારા સૂકો (Dry Waste )અને ભીનો કચરો(Wet Waste ) અલગ લેવામાં આવે છે. તેમજ ‘‘5-આર’’ના માધ્યમથી શહેરમાં વેસ્ટ મેનેજમેન્ટ કરવામાં આવે છે. સુરત મનપાની આ કામગીરીની નોંધ કેન્દ્ર દ્વારા પણ લેવામાં આવી છે. જે અંતર્ગત એજન્ડા ઈન્ડિયા સર્ક્યુલ૨ ઈકોનોમી ફોરમ (Agenda India Circular Economy Forum) દ્વારા તા.2 અને 3 જૂન એમ બે દિવસ દિલ્હીમાં ઈન્ડિયા હેબિટેટ સેન્ટર ખાતે દેશનાં વિવિધ શહેરના પ્રતિનિધિઓ સાથે પેનલ ડિસ્કશનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સુરત શહેર વતી મેયર હેમાલી બોઘાવાલાને ‘ઈમ્પોર્ટન્સ ઓફ વેસ્ટ મેનેજમેન્ટ’ પેનલમાં આમંત્રિત કરાયાં છે.

ગુરુવારે સુરતના હેમાલી બોઘાવાળા આ પેનલમાં ભાગ લેશે અને તેમની સાથે ICSWM (ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ) ના ડાયરેક્ટર સત્યેન્દ્ર વૈઘ, સિનિયર પોલિસી ઓફિસર તેમજ ઈક્લુઝિવ સર્ક્યુલર ઈકોનોમી એક્સપર્ટ યુરોપિયન એન્વાયરમેન્ટ બ્યુરોના પાયોર્ટ બાર્કઝક, ગ્રીન ડ્રીમ ફાઉન્ડેશનના ફાઉન્ડર આશિષ સચદેવ, દિલ્હીની સાયન્સ એન્ડ ટેક્નોલોજી એમ્બેસી ઓફ હન્ગ્રીના કાઉન્સિલર હીલ્ડા ફાર્કસ અને સુરતના મેયર હેમાલી બોઘાવાલા ભાગ લેશે.

આ પેનલ ચર્ચામાં મેયર હેમાલી બોઘાવાલા દ્વારા સુરત મનપા દ્વારા વેસ્ટ સેગ્રીગેશન માટે કરવામાં આવતી કામગીરી અંગે ચર્ચા કરવામાં આવશે, જેમાં ખાસ કરીને સુરતમાં 5-આર (રિફ્યુસ, રિયૂઝ, રિડ્યુસ, રિપર્પસ, રિસાઇકલ) ના માધ્યમથી કરવામાં આવતી કામગીરી અંગે માહિતી આપવામાં આવશે. તેમજ વેસ્ટ મેનેજમેન્ટ થકી સુરત મનપાને કેવી રીતે વાર્ષિક 89 કરોડની બચત થાય છે તે અંગે પણ અન્ય શહેરોને માહિતગાર કરાશે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

નોંધનીય છે કે સુરત શહેરમાં જે રીતે ઘન કચરાનો નિકાલ કરવામાં આવે છે, તેની નોંધ અન્ય મહાનગરપાલિકાઓ દ્વારા પણ લેવામાં આવે છે. સુરતમાં કચરાના નિકાલ માટે અલગ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. સૂકા કચરા અને ભીના કચરાને અલગ કરીને જરૂર પડ્યે તેને રીસાઇકલ કરવામાં આવે છે. એટલું જ નહીં પ્લાસ્ટિકમાંથી પણ પ્લાસ્ટિક રોડ બનાવવાની સુરત કોર્પોરેશને પહેલ કરી હતી. તે પછી મંદિરોમાંથી નીકળતા પૂજાપાને પણ રીસાઇકલ કરીને ખાતર તૈયાર કરવામાં આવે છે, જેને શહેરોના બાગ બગીચામાં વાપરવામાં આવે છે. આ તમામ બાબતો સેમિનારમાં રજૂ કરવામાં આવનાર છે.

Next Article