AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: આખરે જર્જરિત ટેનામેન્ટમાં રહેતા રહીશોના સ્થળાંતર માટેનું કોકડું ઉકેલાયું, જાણો વિગત

સુરતના માન દરવાજા ખાતે આવેલા જર્જરિત વિસ્તારમાં રહેતા રહીશોના સ્થળાંતર મુદ્દે હવે ઉકેલ આવ્યો હોય તેમ લાગી રહ્યું છે. યોજવામાં આવેલી બેઠકમાં હવે મોટાભાગના પરિવાર સ્થળાંતરને લઈને તૈયાર થઇ ગયા છે.

Surat: આખરે જર્જરિત ટેનામેન્ટમાં રહેતા રહીશોના સ્થળાંતર માટેનું કોકડું ઉકેલાયું, જાણો વિગત
સુરતના જર્જરિત આવાસ
Parul Mahadik
| Edited By: | Updated on: Jul 05, 2021 | 5:26 PM
Share

સુરત મહાનગરપાલિકાના વહીવટી તંત્ર માટે માથાના દુખાવા સમાન સાબિત થઈ રહેલા માન દરવાજા ટેનામેન્ટ રહેવાસીઓનું સ્થળાંતર હવે ટૂંક સમયમાં કરવામાં આવશે. છેલ્લા પંદર દિવસથી વહીવટીતંત્ર દ્વારા જર્જરિત આવાસમાં વસવાટ કરી રહેલા પરિવારજનોના સ્થળાંતરને લઈને કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં અત્યાર સુધી 110 પરિવારોએ મકાન ખાલી કરી દીધા છે.

જ્યારે બાકીના રહેવાસીઓની ધારાસભ્ય સંગીતા પાટીલ, અરવિંદ રાણા તેમજ સ્લમ કમિટીના ચેરમેન દિનેશ પુરોહિત સાથે એક સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માન દરવાજા ઉમરવાડા ટેનામેન્ટના સ્થાનિકોને અડાજણ સુધીના વિસ્તારોમાં વૈકલ્પિક આવાસની વ્યવસ્થા કરવાની તંત્ર દ્વારા બાંહેધરી આપવામાં આવી છે.

રીંગ રોડ વિસ્તારમાં આવેલા માન દરવાજા ટેનામેન્ટમાં 320 જેટલા આવાસ છે. પરંતુ વર્ષોથી આ આવાસની હાલત જર્જરિત થઈ ગઈ છે. જેના કારણે અહીં વસવાટ કરતા પરિવારોજનોના માથે હંમેશા જીવનું જોખમ તોળાઈ રહ્યું છે.

એવી સ્થિતિમાં ચોમાસા દરમિયાન આવા 300થી વધુ પરિવારોને સ્થળાંતર માટે કવાયત હાથ ધરવામાં આવી હતી.જોકે વસવાટ કરતાં પરિવારો સ્વજન સ્થળાંતર માટે તૈયાર ન થતા કોકડું ગૂંચવાયું હતું. તે દરમિયાન વહીવટીતંત્ર દ્વારા ટેનામેન્ટમાં સીલીંગની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી.

આજે સવારે માન દરવાજા ખાતે યોજવામાં આવેલ મિલકતદાર સાથેની બેઠક દરમિયાન મોટાભાગના મિલ્કતદારો મનપા દ્વારા ફાળવવામાં આવનાર આવાસોમાં વસવાટ કરવા માટે તૈયાર થઈ ચૂક્યા છે.

લિંબાયત ઝોન ખાતે મિલકતદારો દ્વારા નક્કી કરવામાં આવેલ 12 સભ્યોની કમિટી સાથે એક અંતિમ બેઠકનુ આયોજન પણ કરવામાં આવનાર છે. જેમાં સ્થળાંતર માટે આવાસ આપવા સહિતની તમામ પ્રક્રિયા પર ચર્ચા-વિચારણા કર્યા બાદ સંભવત બે-ત્રણ દિવસમાં સ્થળાંતર ની કામગીરી હાથ ધરવામાં આવશે.

સ્લમ કમિટીના ચેરમેન દિનેશ પુરોહિતે જણાવ્યું છે કે અહીં વસવાટ કરતા ગરીબ શ્રમિકોના જીવના જોખમને ધ્યાનમાં રાખીને મનપા દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેના કારણે સ્થળાંતર પ્રક્રિયાઓ સરળ બનશે. પરિવારોને મહાનગરપાલિકા દ્વારા આવાસ ફાળવવામાં આવશે તે પરિવારો અને પીપીપીના ધોરણે જે બિલ્ડર ડેવલપર્સને આ સ્થળના વિકાસ માટે નિર્ધારીત કરવામાં આવશે તેની અને મહાનગરપાલિકા વચ્ચે કરાર કરવામાં આવશે.

જેમાં બિલ્ડર દ્વારા જે મિલકતદારો મનપાના આવાસમાં વસવાટ કરવા તૈયાર હશે તેનું ભાડું મનપાને ચૂકવવામાં આવશે અને જે મિલ્કતદારો મનપાના આવાસ ખાલી કરીને અન્યત્ર જવા માંગતા હશે તેમને ભાડાની રકમ ચુકવણી કરવામાં આવશે. આમ ભાડાની સ્થિતિ પણ હવે સ્પષ્ટ થઈ ચૂકી છે.

આ પણ વાંચો: સુરતના આ મંદિરે ફૂલ કે નારિયેળ નહીં, પરંતુ સિગારેટ ચડાવવાની માન્યતા, જાણો

આ પામ વાંચો: Surat : સુરતીઓ માટે રાહતના સમાચાર, કોરોનાના સવા વર્ષ બાદ માત્ર 10 કેસ નોંધાયા

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">