Surat: સુરતના મેયરે ફૂટપાથ પરથી દીવડાંઓની ખરીદી કરી વોકલ ફોર લોકલનો આપ્યો મેસેજ

|

Oct 27, 2021 | 4:27 PM

મેયર હેમાલી બોઘાવાળા દ્વારા આજે દીવડાંઓની ખરીદી કરવાની સાથે સાથે શહેરીજનોને એક હ્ર્દયસ્પર્શી અપીલ પણ કરવામાં આવી હતી. તેઓએ જણાવ્યું હતું કે દિવાળીના તહેવારો દરમ્યાન એક નાનો અમથો પ્રયાસ પણ જરૂરિયાતમંદ પરિવારોના ઘરે ખુશીના દીવડા પ્રગટાવવામાં મહત્વપૂર્ણ સાબિત થાય છે.

Surat: સુરતના મેયરે ફૂટપાથ પરથી દીવડાંઓની ખરીદી કરી વોકલ ફોર લોકલનો આપ્યો મેસેજ
Surat: The first citizen mayor of Surat has appealed to the people to join the Local for Vocal campaign

Follow us on

 

 

સુરત શહેરના પ્રથમ નાગરિક મેયર હેમાલી બોઘાવાળા(Mayor Hemali Boghawala) દ્વારા લોકલ ફોર વોકલ (Local For Vocal ) સમર્થનમાં એક નવતર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ થોડા દિવસો પહેલા જ સુરતીઓને ખાસ અપીલ કરીને નાના વિક્રેતાઓ પાસેથી જ ખરીદી કરવા અપીલ કરવામાં આવી

જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો

આ સાથે જ મેયર દ્વારા નાગરિકોને ખરીદી દરમ્યાન એક સેલ્ફી ખેંચીને સોશિયલ મીડિયામાં પણ મુકવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. શહેરના મેયર જેવા મોભાદાર હોદ્દા પર હોવા છતાં એક સામાન્ય ગૃહિણીની જેમ મેયરે શહેરના ફૂટપાથ પરથી દીવડાંઓની ખરીદી કરી હતી. આ દ્રશ્ય જોઈને રસ્તા પરથી પસાર થતા લોકો અને વાહનચાલકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા.

જોકે મેયર હેમાલી બોઘાવાળા દ્વારા આજે દીવડાંઓની ખરીદી કરવાની સાથે સાથે શહેરીજનોને એક હ્ર્દયસ્પર્શી અપીલ પણ કરવામાં આવી હતી. તેઓએ જણાવ્યું હતું કે દિવાળીના તહેવારો દરમ્યાન એક નાનો અમથો પ્રયાસ પણ જરૂરિયાતમંદ પરિવારોના ઘરે ખુશીના દીવડા પ્રગટાવવામાં મહત્વપૂર્ણ સાબિત થાય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કોરોના મહામારી દરમ્યાન નાના અને શ્રમિક વેપારીઓ તેમજ વિક્રેતાઓને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવેલા લોકલ ફોર વોકલ અભિયાનથી પ્રેરાઈને મેયર હેમાલી બોઘાવાળા દ્વારા આગામી દિવાળીના તહેવારો દરમ્યાન શહેરીજનોને ફૂટપાથ પર દીવડા સહિતની ગૃહ સજાવટની વસ્તુઓનું વેચાણ કરનારાઓ પાસેથી ખરીદી કરવા માટે શહેરીજનોને જણાવ્યું હતું.

આ દરમ્યાન તેઓએ વધુમાં શહેરીજનોને પોતાની એક તસ્વીર ખુદ હેમાલી બોઘાવાલાના સોશિયલ એકાઉન્ટમાં ટેગ કરીને અપલોડ કરવા માટે પણ કહ્યું હતું. જેના થકી મોટી સંખ્યામાં નાગરિકો આ અભિયાનમાં જોડાય અને આગામી દિવાળીનો તહેવાર જરૂરિયાતમંદ અને નાના નાના વિક્રેતાઓના ઘરે પણ અજવાળું પાથરશે તેમાં કોઈ બેમત નથી.

નોંધનીય છે કે પીએમ નરેન્દ્ર મોદીના લોકલ ફોર વોકલ અભિયાનને સારો પ્રતિસાદ પણ સાંપડી રહ્યો છે. અને લોકો નાના વિક્રેતાઓ પાસે ખરીદી કરતા માર્કેટમાં અલગ રોનક પણ અત્યારથી જ દેખાવા લાગી છે.

આ પણ વાંચો : Surat: સુરતની રબર ગર્લ અન્વી ઝાંઝરુકિયાને રાષ્ટ્રપતિ દ્વારા એવોર્ડથી સન્માનવામાં આવશે

આ પણ વાંચો : સુરત મહાનગરપાલિકાનો મહત્વનો નિર્ણય, દિવાળીમાં ફરવા જતા લોકો માટે RTPCR ટેસ્ટ ફરજિયાત

Next Article