Surat: સુરતની રબર ગર્લ અન્વી ઝાંઝરુકિયાને રાષ્ટ્રપતિ દ્વારા એવોર્ડથી સન્માનવામાં આવશે

યોગ થકી દિવ્ય અનુભૂતિ કરાવવામાં સફળ પુરવાર થયેલી સુરતની રબર ગર્લ તરીકે જાણીતી દિવ્યાંગ વિદ્યાર્થીની અનવી ઝાંઝરૂકિયાને કેન્દ્રના સોશ્યલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા નેશનલ ડિસેબલ એવોર્ડ એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી છે. સુરતની આ રબર ગર્લને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.

Surat: સુરતની રબર ગર્લ અન્વી ઝાંઝરુકિયાને રાષ્ટ્રપતિ દ્વારા એવોર્ડથી સન્માનવામાં આવશે
Surat: The Rubber Girl of Surat will be honored with an award by the President
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 27, 2021 | 3:46 PM

વ્યક્તિ ધારે તો શું નથી કરી શકતું. માનસિક (Mentally )અને શારીરિક (Physically )રીતે દિવ્યાંગ(Disabled ) હોવા છતાં સુરતની રબર ગર્લએ આ વાત ખરા અર્થમાં સાબિત કરી બતાવી છે. સુરતની દિવ્યાંગ રબર ગર્લ અન્વી ઝાંઝરૂકિયાને યોગમાં રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ એનાયત કરવામાં આવનાર છે.

યોગ થકી દિવ્ય અનુભૂતિ કરાવવામાં સફળ પુરવાર થયેલી સુરતની રબર ગર્લ તરીકે જાણીતી દિવ્યાંગ વિદ્યાર્થીની અન્વી  ઝાંઝરૂકિયાને કેન્દ્રના સોશ્યલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા નેશનલ ડિસેબલ એવોર્ડ એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી છે. સુરતની આ રબર ગર્લને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.

સુરતમાં નરથાણા દાંડી રોડ ખાતે આવેલી સંસ્કારકુંજ જ્ઞાનપીઠમાં અભ્યાસ કરી રહેલી અન્વી  ઝાંઝરૂકિયાની આ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. દર વર્ષે ત્રીજી ડિસેમ્બરના રોજ રાષ્ટ્રપતિના અધ્યક્ષસ્થાને યોજવામાં આવતા આ એવોર્ડ માટે આ વર્ષે ક્રિયેટિવ ચાઈલ્ડ વિથ ડિસેબિલિટી કેટેગરીમાં સુરતની અન્વી ઝાંઝરુકિયાને આ એવોર્ડ આપવામાં આવનાર છે.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

આગામી તરીકે 1 થી 5 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રપતિ દ્વારા દિલ્હી ખાતે એક સમારંભમાં આ એવોર્ડ અન્વીને આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે અન્વી છેલ્લા ત્રણ વર્ષથી કોચ નમ્રતા વર્મી પાસે તેની શાળામાં જ યોગ શીખે છે, તેને જન્મજાત અનેક પ્રકારની માનસિક અને શારીરિક બીમારીઓ છે, જેનો વિશ્વમાં કોઈ ઈલાજ નથી.

પણ અન્વીએ પોતાની શારીરિક અને માનસિક મર્યાદાઓને અવગણીને અન્વીએ નેશનલ લેવલ પર યોગા માટે સિદ્ધિ હાંસિલ કરીને અન્યોને પ્રેરણા પુરી પાડી છે. અન્વીએ અનેક જિલ્લા અને રાષ્ટ્રીય કક્ષાએ યોગ સ્પર્ધામાં ભાગ લીધો છે. અને તેમાં વિજેતા થઇ છે. આ દરેક યોગ સ્પર્ધામાં દિવ્યાંગો માટે અલગ કેટેગરી હોતી નથી. અન્વી દિવ્યાંગ હોવા છતાં સામાન્ય બાળકો સાથે સ્પર્ધા કરવાની થાય છે છતાં પણ તેને વિજેતા બનીને સુરત અને ગુજરાતનું નામ રોશન કર્યું છે.

દરેક સ્પર્ધામાં દિવ્યાંગો માટે અલગ કેટેગરી રાખવામાં માટે અન્વીએ ગયા મહિને જ મુખ્યમંત્રી અને રાજ્યપાલને રજુઆત કરી હતી. અને તે સંદર્ભે રાજ્યપાલ દ્વારા પણ રમત મંત્રાલયને આ બાબતે વિચારણા કરવા પત્ર લખ્યો છે. અન્વી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ગુજરાતના પૂર્વ સચિવ ડો.કે.આર.ઝાંઝરુકિયાની પૌત્રી છે. અને તેના માતા પિતા શિક્ષણ સમિતિમાં ફરજ બજાવે છે.

આ પણ વાંચો : Surat: બેલજીયમની અર્થવ્યવસ્થામાં ડાયમંડ ઉદ્યોગનો મોટો ફાળો: બેલજીયમ રાજદૂત

આ પણ વાંચો : Surat: દિવાળી પહેલા સુરત રંગબેરંગી લાઈટોથી ઝગમગ્યું, કોર્પોરેશન પણ રોશની પાછળ કરશે 20 લાખ સુધીનો ખર્ચ

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">