Surat : તહેવારોમાં શહેરના કાપડ માર્કેટને ઓનલાઇન બિઝનેસ પણ ફળ્યો

|

Nov 01, 2021 | 4:16 PM

ઓનલાઇન સેલિંગ કંપની સાથે જોડાયેલા સુરતના એક વેપારીએ જણાવ્યું હતું કે શહેરમાંથી સૌથી વધારે ટેક્સ્ટાઇલ પાર્સલોની ડિલિવરી અલગ અલગ રાજ્યોમાં થઇ રહી છે. સામાન્ય દિવસો કરતા દોઢ લાખ પાર્સલો વધારે જઈ રહ્યા છે.

Surat : તહેવારોમાં શહેરના કાપડ માર્કેટને ઓનલાઇન બિઝનેસ પણ ફળ્યો
પ્રતિકાત્મક ફોટો

Follow us on

દિવાળીના (Diwali 2021) તહેવારને હવે થોડા જ દિવસો બાકી છે ત્યારે ઓનલાઇન (Online Business) વિવિધ ચીજ વસ્તુઓની સપ્લાય કરતી કંપનીઓ માટે ખુબ જ મહત્વના ગણાતા આ સમયમાં સુરતમાંથી મહત્તમ પાર્સલોની ડિલિવરી થઇ રહી છે. અલગ અલગ ઓનલાઇન સેલિંગ કરતી કંપનીઓ પરથી દરરોજ 5 લાખ જેટલા પાર્સલોની ડિલિવરી થઇ રહી છે. પ્રતિ દિવસ 20 કરોડ રૂપિયાના વિવિધ પ્રોડક્ટ શહેરની બહાર અને અન્ય રાજ્યોમાં જઈ રહ્યા છે. જેમાં 40 ટકા ટેક્સ્ટાઇકલ પ્રોડક્ટોના ઓર્ડરો વિદેશથી આવી રહ્યા છે.

ટેક્સ્ટાઇલ અને ડાયમન્ડ હબ ગણાતા સુરત શહેરમાં દિવાળીના સમયે ઓનલાઇન બિઝનેસ પણ સારો ચાલી રહ્યો છે. જેમાં ટેક્સ્ટાઇલ પ્રોડક્ટ, ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ, ગૃહ સુશોભનની વસ્તુઓ, ગિફ્ટ, હોમ એન્ડ કિચન, કોસ્મેટિક, ઇમિટેશન જવેલરી, દીવા, આર્ટિફિશ્યલ ફૂલ સહિતની અલગ અલગ વસ્તુઓની ડિલિવરી સુરતમાંથી થઇ રહી છે.

શહેરમાં સાડી ડ્રેસ મટીરીયલ્સ સહિતની વિવિધ પ્રોડક્ટ તૈયાર થાય છે. ત્યારે હાલ તહેવારના સમયે દેશ વિદેશમાં સુરતથી પ્રતિ દિવસ 2 થી 3 કરોડની ટેક્ષટાઇલ પ્રોડ્કટની ડિલિવરી થઇ રહી છે. ઓનલાઇન કંપનીઓ પરથી થતી ખરીદીને કારણે કુરિયર કંપનીઓનો ધંધો પણ 20 થી 30 ટકા સુધી વધ્યો છે.

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

ઓનલાઇન સેલિંગ કંપની સાથે જોડાયેલા સુરતના એક વેપારીએ જણાવ્યું હતું કે શહેરમાંથી સૌથી વધારે ટેક્સ્ટાઇલ પાર્સલોની ડિલિવરી અલગ અલગ રાજ્યોમાં થઇ રહી છે. આ સાથે જ હોમ એન્ડ કિચન અને કોસ્મેટિક વસ્તુઓ પણ સુરતમાંથી લોકો મંગાવી રહ્યા છે. સામાન્ય દિવસો કરતા દોઢ લાખ પાર્સલો વધારે જઈ રહ્યા છે.

સુરતના ફેડરેશન ઓફ ટેક્સ્ટાઇલ એસોસિયેશનના સભ્યનું કહેવું છે કે ગયા વર્ષે કોરોનાના કારણે માર્કેટો ખુલી શકી નહોતી અથવા તો જે થોડા દિવસો માટે ખુલી પણ હતી ત્યારે પણ ઓનલાઇન માર્કેટ એકદમ જ ઠપ્પ હતું, કારણ કે અલગ અલગ રાજ્યો અને વિદેશોમાં ટ્રાન્સપોર્ટેશન પર પ્રતિબંધ હોવાના કારણે ઓર્ડરો મળી જ શક્યા ન હતા.

ચાલુ વર્ષે તહેવારોની સિઝનને કારણે વેપારમાં ઘણો સુધારો આવ્યો છે. અન્ય રાજ્યોની સાથે વિદેશોમાંથી પણ સારી ડિમાન્ડ આવી રહી છે. આમ, તહેવારોની આ સીઝન વેપારીઓને ખુબ ફળી છે. રોજના 20 કરોડના ઓનલાઇન બિઝનેસમાંથી પ્રતિ દિવસ 3 કરોડ સુધીની પ્રોડક્ટ સુરતના ટેક્સ્ટાઇલ માર્કેટોમાંથી બહાર જઈ રહી છે, જેનો ફાયદો સુરતના કાપડ વેપારીઓને થઇ રહ્યો છે.

 

આ પણ વાંચો : Surat: ‘સાઈકલ રીસાઈકલ પ્રોજેક્ટ’ અંતર્ગત જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને દિવાળીની ભેટમાં અપાઈ 35 સાઈકલ

આ પણ વાંચો : Surat: હોસ્પિટલમાં સફાઈ કર્મચારીની બેફામ દારૂ પાર્ટી, વિડીયો વાયરલ થતા સ્મીમેર હોસ્પિટલ આવી વિવાદમાં

Published On - 2:37 pm, Mon, 1 November 21

Next Article