Surat: મુખ્યમંત્રી બદલાયા અને પાલિકાને થયું સવા લાખ રૂપિયાનું નુકશાન

|

Sep 15, 2021 | 8:03 PM

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નરેન્દ્ર મોદીના સંયુક્ત ફોટો વાળી ફ્રેમ સુરત મહાનગરપાલિકાના મેયર સહિત ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, શાસક પક્ષ નેતા સહિત ચેરમેનનોની કેબિનમાં લગાવવામાં આવી હતી.

Surat: મુખ્યમંત્રી બદલાયા અને પાલિકાને થયું સવા લાખ રૂપિયાનું નુકશાન
SMC

Follow us on

સુરત મહાનગરપાલિકાને(Surat Municipal Corporation) મુખ્યમંત્રી બદલાવાથી આર્થિક નુકશાન થયું છે. હા આ નુકશાન પડ્યું છે સવા લાખ રૂપિયાનું. હકીકતમાં થોડા સમય પહેલા જ સુરત મહાનગરપાલિકાના શાસકો દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંયુક્ત ફોટો વાળી ફ્રેમ સુરત મહાનગરપાલિકાના મેયર સહિત ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, શાસક પક્ષ નેતા સહિત ચેરમેનનોની કેબિનમાં લગાવવામાં આવી હતી. આવા એક ફોટો પાછળ કોર્પોરેશને 12 હજાર રૂપિયાનો ધુમાડો પણ કર્યો હતો.

 

જે તે સમયે આ કામ જ્યારે એજન્ડા પર લેવામાં આવ્યું ત્યારે વિપક્ષ આમ આદમી પાર્ટી (AAP) દ્વારા તેની સામે વિરોધ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો. પરંતુ ત્યારે શાસકો વિપક્ષની એમ કહીને બોલતી બંધ કરી દીધી હતી કે દિલ્હીમાં કેજરીવાલનો ફોટો પણ દરેક પદાધિકારીઓની કેબિનમાં લગાવવામાં આવ્યો છે. જેથી તેઓ પણ સીએમ અને પીએમનો ફોટો લગાવશે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

આમ, વિપક્ષના વિરોધ વચ્ચે પણ આવા 12 હજારની કિંમતની 10 ફોટો ફ્રેમ બનાવડાવીને કોર્પોરેશને 1.25 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. પરંતુ હવે તો મુખ્યમંત્રી બદલાઈ ગયા છે. સીએમ વિજય રૂપાણીની જગ્યાએ હવે સીએમ ભુપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) ચાર્જ સાંભળી લીધો છે. જેથી હવે મેયર સહિતના પદાધિકારીઓની કેબિનમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો ફોટો મૂકી પણ ન શકાય.

 

આમ, હજી લાંબો સમય પણ થયો નથી, ત્યાં હવે આ ફ્રેમનો ખર્ચો માથે પડ્યો છે. જોકે એક વસ્તુ છે કે શાસકોને તે સમયે એવો અંદાજો પણ નહીં આવ્યો હોય કે વિજય રૂપાણી અચાનક પોતાનું રાજીનામું ધરી દેશે. જોકે હવે મુખ્યમંત્રી બદલાતા ફોટો પણ બદલવો પડશે એ નક્કી છે. ત્યારે જોવાનું એ રહે છે કે હવે નવા મુખ્યમંત્રીના ફોટા માટે પણ શાસકો આટલા રૂપિયા ખર્ચે છે કે કેમ?

 

જોકે એક વસ્તુ એ પણ છે કે એકબાજુ પાલિકાની તિજોરી તળિયે આવી છે તો બીજી તરફ આવા ખર્ચની સામે લગામ કસાય તે પણ જરુરી છે. જોકે શાસકોની ઘેલછામાં મુખ્યમંત્રી બદલાવાને કારણે કોર્પોરેશનને સવા લાખનો ફટકો જરૂરથી પડ્યો છે.

 

 

આ પણ વાંચો : Gallantt Group: દેશની સૌથી મોટી સંકલિત સ્ટીલ કંપનીઓમાંની એક, ગેલન્ટ ગ્રુપે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પ્રખ્યાત બોલિવૂડ ફિલ્મ સ્ટાર અજય દેવગનને સાઇન કર્યો

 

આ પણ વાંચો :  BJP: પહેલા બહુમતિ અને પછી જ્ઞાતિવાદી રાજકારણ બન્યુ ભાજપની મજબુરી, ચૂંટણી પહેલા જાણો કયા રાજ્યનાં CM બદલાઈ શકે છે

Next Article