SURAT : GST દર મુદ્દે ઉકેલ નહીં આવે તો આંદોલન કરાશે, ટેક્સટાઇલ વેપારીઓનો વિરોધ

|

Dec 06, 2021 | 7:02 PM

5 ટકાના જીએસટી સ્લેબને 1લી જાન્યુઆરીથી 12 ટકાના સ્લેબમાં લઈ જવાનો નિર્ણય સરકાર દ્વારા કરાવાના લીધે કરોડો રૂપિયાનું ભારણ કાપડ ઉદ્યોગને માથે આવશે. જીએસટીના યથાવત દર રાખવા સુરતના ઉદ્યોગ સંગઠનોએ દોડધામ શરૂ કરી છે.

SURAT : GST દર મુદ્દે ઉકેલ નહીં આવે તો આંદોલન કરાશે, ટેક્સટાઇલ વેપારીઓનો વિરોધ
GST દરનો વિરોધ

Follow us on

SURAT : કેન્દ્રિય કોમર્સ મંત્રાલય દ્વારા કાપડ પર જીએસટીનો (GST) દર 5થી વધારીને 12 કરવામાં આવ્યો છે. ત્યારે ટેક્સટાઈલ ઉદ્યોગ (Textile industry )સાથે સંકળાયેલા લોકોમાં રોષ ભભૂકી રહ્યો છે. હવે જીએસટીના (GST) દરમાં થયેલા વધારાનો વિરોધ કરવા માટે ટેક્સટાઈલ યુવા બ્રિગેડ મેદાનમાં આવી છે. સરકાર દ્વારા જો 15મી ડિસેમ્બર સુધી નિર્ણય નહીં લેવામાં આવે તો ટેક્સટાઈલ યુવા બ્રિગેડ (Textile Youth Brigade) દ્વારા આંદોલનની ચીમકી અપાઇ છે. 2017માં જીએસટીના વિરોધમાં પણ આ સંસ્થા આગળ હતી.

રેલી સહિતના કાર્યક્રમોની ટેક્સટાઇલ યુવા બ્રિગેડની ચીમકી

5 ટકાના જીએસટી સ્લેબને 1લી જાન્યુઆરીથી 12 ટકાના સ્લેબમાં લઈ જવાનો નિર્ણય સરકાર દ્વારા કરાવાના લીધે કરોડો રૂપિયાનું ભારણ કાપડ ઉદ્યોગને માથે આવશે. જીએસટીના યથાવત દર રાખવા સુરતના ઉદ્યોગ સંગઠનોએ દોડધામ શરૂ કરી છે. રાજ્ય અને કેન્દ્ર સરકારને રજૂઆત કરાઇ રહી હોવા છતાં હજી સુધી સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવાયો નથી. ટેક્સટાઈલ યુવા બ્રિગેડની ટીમે આંદોલનની ચિમકી આપી છે. 15મી ડિેસેમ્બર સુધી સરકાર દ્વારા જો કોઈ ઉકેલ નહીં આવે તો કાળી પટ્ટી બાંધીને વિરોધ નોંધાવવાની સાથે, રામધુન, રેલી, સરકરા-સદબુદ્ધિ યજ્ઞ, પોસ્ટકાર્ડ ઝુંબેશ સહિતના કાર્યક્રમો હાથ ધરવામાં આવશે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

40 સંગઠનોએ પણ વિરોધ કર્યો હતો

ફિઆસ્વી દ્વારા દેશના 40 સંગઠનો સાથે મળીને જીએસટીનો નવા દરનો વિરોધ કરાયો હતો. 40 સંગઠનોની GST રિપ્રેઝન્ટેશન કમિટી અને ચેમ્બરે રાજ્યના નાણામંત્રીને મળીને પણ આ બાબતે રજૂઆત કરી હતી. ટેક્સટાઈલના અલગ અલગ સંગઠનો દ્વારા અલગ અલગ રાજ્યોના સીએમને, કેન્દ્રિય કોમર્સ મંત્રાલય, નાણામંત્રાલયને પણ આ બાબતે રજૂઆત કરવામાં આવી છે.

કેન્દ્રિય વાણિજ્ય મંત્રાલય દ્વારા કાપડ પર જીએસટીના દરમાં 5થી વધારીને 12 કરવામાં આવ્યા છે, ત્યારે ચેમ્બર અને ફિઆસ્વી સહિતની સંસ્થાઓ દ્વારા સરકારના વિવિધ મંત્રીઓ અને વિભાગોમાં રજૂઆતો કરવામાં આવી છે. હવે રજૂઆતોના દોર બાદ જીએસટીનો વિરોધ વધારે મજબૂત રીતે કરવા માટે સોશિયલ મિડિયામાં કેમ્પેઈન શરૂ કરવામાં આવ્યું છે. જેના માટે શહેરની એક સોશિયલ મિડિયા એજન્સીને હાયર પણ કરવામાં આવી છે.

આ પણ વાંચો : Gram Panchayat Election : ધોરાજીનું હડમતીયા ગામ છેલ્લા ચાર ટર્મથી સમરસ, સ્ત્રી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ બની આ ગ્રામ પંચાયત 

આ પણ વાંચો : જૈવિક અને ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતી એ સમયની જરૂરિયાત, આત્મા યોજના હેઠળ સાબરકાંઠાના પ્રગતિશીલ ખેડૂતોએ હિસાર ખાતે તાલીમ મેળવી

Next Article