Surat: કોરોનાને રોકવા ટેકસટાઈલ માર્કેટ સજ્જડ બંધ, જ્યારે ડાયમંડ માર્કેટમાં લોકોના ટોળા

|

May 14, 2021 | 5:17 PM

સુરતમાં મીની લોકડાઉનના કારણે બધા જ વેપાર ઉદ્યોગ ધંધા પર અસર પડી છે. સુરતની આર્થિક કરોડરજ્જુ જે કહેવાય છે તેવા ટેકસટાઈલ અને ડાયમંડ ઉદ્યોગ પણ કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. પડતા પર પાટુ જેવો ઘાટ દરેક ઉદ્યોગો માટે સર્જાયો છે.

Surat: કોરોનાને રોકવા ટેકસટાઈલ માર્કેટ સજ્જડ બંધ, જ્યારે ડાયમંડ માર્કેટમાં લોકોના ટોળા
સુરત

Follow us on

Surat: સુરતમાં મીની લોકડાઉનના કારણે બધા જ વેપાર ઉદ્યોગ ધંધા પર અસર પડી છે. સુરતની આર્થિક કરોડરજ્જુ જે કહેવાય છે તેવા ટેકસટાઈલ અને ડાયમંડ ઉદ્યોગ પણ કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. પડતા પર પાટુ જેવો ઘાટ દરેક ઉદ્યોગો માટે સર્જાયો છે.

 

 

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

આપને જણાવી દઈએ સુરતમાં વધી રહેલા કોરોનાના કેસોમાં સૌથી વધારે કેસો ડાયમંડ અને ટેકસટાઈલ ઉદ્યોગમાંથી પણ સામે આવવા લાગ્યા હતા. જેને કાબુમાં રાખવા માટે પાલિકાએ આ બંને ઉદ્યોગો માટે ખાસ ગાઈડલાઈન બહાર પાડીને ડાયમંડ અને ટેકસટાઈલના વેપારીઓને સૂચના પણ આપી હતી. પણ આજ સુરતમાં બે અલગ અલગ ઘાટ જોવા મળી રહ્યા છે. એક તરફ અન્ય નાના મોટા ધંધા સહિત કાપડ માર્કેટની 70 હજાર કરતા વધુ દુકાનો બંધ છે, ત્યારે બીજી તરફ મહિધરપુરા હીરા બજાર પુરજોશમાં ધમધમી રહ્યું છે.

 

 

મહિધરપુરા હીરાબજારમાં એવી તસવીરો સામે આવી છે, જ્યાં લોકો ખુલ્લેઆમ બેરોકટોક ફરી રહ્યા છે, જાણે કોરોના છે જ નહીં. હીરાબજારમાં ઓફિસમાં બેસીને સોશિયલ ડિસ્ટનસિંગ જાળવીને કામ કરવાની મંજૂરી આપવામાં આવી છે પણ તેનો ભંગ થતો દેખાઈ રહ્યો છે. રસ્તા પર લોકટોળા ઉભેલા જોઈ શકાય છે.

 

 

બીજી તરફ કાપડ ઉદ્યોગ સજ્જડ બંધ રાખવામાં આવ્યો છે તો હીરા ઉદ્યોગને કોરોના નડતો નથી? એક જ શહેરમાં એક વ્યવસાયને બંધ કરવા માટે નિયમો જ્યારે બીજા વ્યવસાય માટે આટલી છૂટછાટ કેમ આપવામાં આવી તે એક પ્રશ્ન છે. એકને ગોળ અને એકને ખોળ જેવી નીતિથી અન્ય ક્ષેત્રના વેપારીઓમાં નારાજગી જોવા મળી રહી છે.

 

આ પણ વાંચો: CORONA : ગુજરાતમાં રિકવરી રેટમાં ઘટાડો, પાંચ જિલ્લામાં હજું 60 ટકા કેસ નોંધાયા

Next Article