CORONA : ગુજરાતમાં રિકવરી રેટમાં ઘટાડો, પાંચ જિલ્લામાં હજું 60 ટકા કેસ નોંધાયા

CORONA : ગુજરાતમાં કોરોના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં રેકવરી રેટ 81.85 ટકાએ પહોંચ્યો છે. પરંતુ નોંધનીય બાબત એ છે કે, ગુજરાતના પાંચ જિલ્લા એવા છે કે, જ્યાં રાજ્યના 60 ટકા કેસ સામે આવ્યા છે.

| Updated on: May 14, 2021 | 4:48 PM

CORONA : ગુજરાતમાં કોરોના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં રેકવરી રેટ 81.85 ટકાએ પહોંચ્યો છે. પરંતુ નોંધનીય બાબત એ છે કે, ગુજરાતના પાંચ જિલ્લા એવા છે કે, જ્યાં રાજ્યના 60 ટકા કેસ સામે આવ્યા છે. આ પાંચ જિલ્લાના આંકડા પર નજર કરીએ તો. સૌથી વધારે એક્ટિવ કેસ અમદાવાદ જિલ્લામાં સામે આવ્યા છે.

 

અમદાવાદ જિલ્લામાં 42,990 એક્ટિવ કેસ છે. ત્યારબાદ વડોદરા જિલ્લાનો બીજો નંબર છે. વડોદરામાં કુલ 10,930 એક્ટિવ કેસ છે. સુરત જિલ્લો પણ આ મામલે પાછળ નથી. સુરત જિલ્લામાં કુલ 9,794 લોકોની સારવાર ચાલી રહી છે. રાજકોટ જિલ્લામાં પણ કુલ 4,245 લોકો સારવાર હેઠળ છે. પાંચમાં જિલ્લાની વાત કરીએ તો તે જૂનાગઢ જિલ્લો છે. જૂનાગઢ જિલ્લામાં 3,663 એક્ટિવ કેસ છે. ગુજરાતના આ પાંચ જિલ્લામાં 60 ટકા કેસ સામે આવ્યા છે. આ પાંચ જિલ્લામાં કોરોનાનો સૌથી વધુ પ્રકોપ જોવા મળ્યો છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">