Surat : મેટ્રો રેલની કામગીરી પુરજોશમાં, ફેઝ-2 ના રૂટના ટ્રેક માટે ટેન્ડર બહાર પડાયા

|

May 08, 2022 | 6:53 PM

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા મેટ્રોના(Metro Rail) ફેઝ-1 તેમજ ફેઝ-2ના તમામ રૂટ માટેના ટેન્ડરો પણ હવે બહાર પાડી દેવાયા. છે. જીએમઆરસી દ્વારા સુરત મેટ્રો માટે હવે ફેઝ-2ના જરૂરી ટર્નઆઉટ ટ્રેક માટેના ટેન્ડર પણ બહાર પાડી દેવામાં આવ્યા છે.

Surat : મેટ્રો રેલની કામગીરી પુરજોશમાં, ફેઝ-2 ના રૂટના ટ્રેક માટે ટેન્ડર બહાર પડાયા
Surat Metro Work In Progress

Follow us on

સુરત (Surat)  મેટ્રો રેલ  પ્રોજેક્ટ(Metro Rail)  સુરતીજનો માટે ડ્રીમ પ્રોજેક્ટ સમાન છે. શહેરની ભવિષ્યની ટ્રાફિકની સમસ્યાને ધ્યાને રાખી અત્યારથી માસ ટ્રાન્સપોર્ટેશનની સુવિધાને તંત્ર દ્વારા મજબુત બનાવવામાં આવી રહી છે. સુરત શહેરમાં હવે મેટ્રોની કામગીરી ઓન રોડ પણ દેખાવા માંડી છે. સુરત મેટ્રોના ફેઝ-1ના એક ચોક્કસ રૂટ પર વર્ષ 2023ના અંત સુધીમાં મેટ્રો દોડતી થઈ જાય તે માટે કામગીરી પુરઝડપે કરવામાં આવી રહી છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન(GMRC) દ્વારા ચોમાસા દરમિયાન મેટ્રોની કામગીરી બંધ રાખવામાં આવશે નહીં. જે માટેની તમામ વ્યવસ્થા જી.એમ. આર.સી દ્વારા કરી લેવામાં આવી છે.

ચોમાસા દરમ્યાન પણ કામગીરી રહેશે ચાલુ

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના અધિકારીએ જણાવ્યું હતું કે, ચોમાસા દરમિયાન પણ મેટ્રોની તમામ કન્સટ્રક્શન સાઈટ પર કામ ચાલુ જ રહેશે અને તે માટે તમામ સાઈટ પર પમ્પિંગ મશીનની કરી દેવામાં આવશે. જો કોઈ પણ જગ્યાએ પાણીનો ભરાવો થશે તો પાણી બહાર કાઢી કામ ચાલુ કરી દેવાશે. હાલમાં મેટ્રોના ફેઝ-1ના અંડરગ્રાઉન્ડ રૂટ માટે તેમજ એલીવેટેડ રૂટની કામગીરી શરૂ થઈ ચુકી છે. તેમજ ફેઝ1ના અંતિમ તબક્કા માટેના ટેન્ડરો પણ આવી ગયા. છે. જેથી કન્સટ્રક્શન કામ ઝડપથી આગળ વધારવામાં આવી રહ્યું છે. જેમાં હવે બ્રેક લાગશે નહીં અને ચોમાસા. દરમિયાન પણ કુલફ્લેજમાં કામ ચાલુ જ રહેશે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ફેઝ-2 સારોલીથી ભેંસાણના રૂટના ટ્રેક માટે પણ ટેન્ડરો બહાર પાડી દેવાયા

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા મેટ્રોના ફેઝ-1 તેમજ ફેઝ-2ના તમામ રૂટ માટેના ટેન્ડરો પણ હવે બહાર પાડી દેવાયા. છે. જેથી સુરત મેટ્રોની કામગીરી પણ ઝડપ પકડી રહી છે. તો હવે જીએમઆરસી દ્વારા સુરત મેટ્રો માટે હવે ફેઝ-2ના જરૂરી ટર્નઆઉટ ટ્રેક માટેના ટેન્ડર પણ બહાર પાડી દેવામાં આવ્યા છે. સુરત મેટ્રોના રૂટમાં ઘણી વિવિધતા હોવાથી સિંગલ ટર્નઆઉટ, કર્ડ ટર્નઆઉટ, ક્રોસિંગ ટર્નઆઉટ તેમજ ડાયમંડ ક્રોસિંગ વીથ સ્લીપ ટર્નઆઉટ ટ્રેક એવા વિવિધ પ્રકારના ટ્રેક હશે.

આ પ્રોજેક્ટ સાકાર થતા જ તેને સુરતની ઓળખ સમાન ડાયમંડ કોરિડોર અને ટેક્સટાઇલ કોરિડોર નામ આપીને સુરત શહેર સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે હાલ આ પ્રોજેક્ટનું કામ પુરજોશમાં શરૂ કરી દેવામાં આવ્યું છે. જેના માટે શહેરના કેટલાક માર્ગોને એક વર્ષ માટે બંધ પણ કરી દેવામાં આવ્યા છે. આવનારા સમયમાં સુરતને જલ્દી આ પ્રોજેક્ટ સમર્પિત થાય તે દિશામાં પ્રયત્નો હાથ ધરાયા છે.

 

Published On - 6:43 pm, Sun, 8 May 22

Next Article