Surat: ઉત્તરાખંડમાં સુરતીઓ અટવાયા ન હોવાની જાણથી હાલ રાહત, છતાં કંટ્રોલ રૂમ શરૂ

|

Oct 19, 2021 | 6:07 PM

જો કે સુરત શહેર અને જિલ્લાના નાગરિકો ચાર ધામની યાત્રા દરમ્યાન ફસાયા હોવાની હાલના તબક્કે કોઈ જાણકારી મળી શકી નથી છતાં પણ બીજી તરફ રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પણ યાત્રિકોના સંપર્ક માટે ડિઝાસ્ટર કંટ્રોલ સહિત અલગ અલગ જિલ્લામાં હેલ્પ લાઈન નંબરો જાહેર કરવામાં આવ્યા છે.

Surat: ઉત્તરાખંડમાં સુરતીઓ અટવાયા ન હોવાની જાણથી હાલ રાહત, છતાં કંટ્રોલ રૂમ શરૂ

Follow us on

છેલ્લા ત્રણ દિવસથી ઉત્તરાખંડમાં (Uttrakhand) ભારે વરસાદને (Heavy Rain) કારણે ચાર ધામની યાત્રા હાલ સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના પગલે રાજ્યના સેંકડો શ્રદ્ધાળુઓ કેદારનાથ અને ગૌરીકુંજ સહિતના વિસ્તારોમાં પ્રવાસીઓ અટવાઈ ગયા છે. આ સ્થિતિમાં નાગરિકોને હેમખેમ પરત લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. 

 

જો કે સુરત શહેર અને જિલ્લાના નાગરિકો ચાર ધામની યાત્રા દરમ્યાન ફસાયા હોવાની હાલના તબક્કે કોઈ જાણકારી મળી શકી નથી છતાં પણ બીજી તરફ રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પણ યાત્રિકોના સંપર્ક માટે ડિઝાસ્ટર કંટ્રોલ સહિત અલગ અલગ જિલ્લામાં હેલ્પ લાઈન નંબરો જાહેર કરવામાં આવ્યા છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

ગુજરાત સહિત સમગ્ર દેશવાસીઓ માટે આસ્થા અને શ્રદ્ધાના કેન્દ્ર સમાન ઉત્તરાખંડમાં ચારધામની યાત્રાએ પહોંચેલા શ્રદ્ધાળુઓ હાલ વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી ભુસ્ખલન અને ભારે વરસાદને પગલે ઉત્તરાખંડની સરકાર દ્વારા હાલના તબક્કે ચાર ધામની યાત્રા રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને તેને પગલે ગુજરાતથી ચારધામની યાત્રા કરવા મોટી સંખ્યામાં પહોંચેલા લોકો હાલ અટવાયા છે.

 

જે સ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) દ્વારા રાજ્ય સરકારના વહીવટી તંત્રને સાબદું કરી દેવામાં આવ્યું છે. રાજ્યના નાગરિકોના રેસ્ક્યુ સહિત કોઈપણ પ્રકારની મદદ માટે હાલ અલગ અલગ જિલ્લામાં હેલ્પલાઈન કંટ્રોલ રૂમ શરુ કરવામાં આવ્યો છે.

 

ઉત્તરાખંડના બેઝ કેમ્પ કે અન્ય કોઈ ઘાટીમાં ફસાયેલા હોય તેવા સુરત શહેર અને જિલ્લાના યાત્રાળુઓ માટે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના હેલ્પ લાઈન નંબર 1077 અને 0261-2663200 સહિત સ્ટેટ ડિઝાસ્ટર ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ઉત્તરાખંડના સંપર્ક નંબર 0135-2710224 અને 0135-2710335 ઉપર જાણ કરવા અપીલ કરવામાં આવી છે.

 

ઉત્તરાખંડમાં સુરતીઓ અટવાયા ન હોવાની જાણથી રાહત  

ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે ચારધામ યાત્રાએ પહોંચેલા યાત્રાળુઓ ફસાયા હોવાની જાણ થતાં જ જિલ્લા કલેકટર આયુષ ઓક દ્વારા વહેલી સવારથી જ બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો હતો અને સ્થાનિક સ્તરે સુરતીઓની માહિતી મેળવવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. જોકે સાંજ સુધી એક પણ પરિવાર કે નાગરિક ઉત્તરાખંડની ચાર ધામ યાત્રા દરમ્યાન ફસાયા ન હોવાની જાણકારી મળતા વહીવટી તંત્રને રાહત થઈ છે.

 

આ પણ વાંચો : Surat : 7 મહિનામાં કાપડ માર્કેટના વેપારીઓ સાથે રૂ.1200 કરોડથી વધુની ઠગાઈ, વેપારીઓમાં રોષની લાગણી

 

આ પણ વાંચો : Surat : કોરોના ઇફેક્ટને લઈ છેલ્લા બે વર્ષમાં મુખ્ય 4 પોસ્ટ ઓફિસમાં 2.37 લાખથી વધુના ખાતા ખુલ્યા

Next Article