Surat : લોકોની ફરિયાદના નિરાકરણ માટે સુરતના મેયરે શરૂ કર્યું ડેશ બોર્ડ, જાણો કેવી રીતે થશે ફરિયાદનો નિકાલ

|

Jul 01, 2021 | 4:02 PM

Surat Municipal Corporation : સુરત શહેરીજનોની ફરિયાદ નિવારવા માટે મેયર દ્વારા ડેશ બોર્ડ શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે હાલ, કેટલીક મહત્વની ફરિયાદો શોર્ટલિસ્ટ કરવામાં આવી છે.

Surat : લોકોની ફરિયાદના નિરાકરણ માટે સુરતના મેયરે શરૂ કર્યું ડેશ બોર્ડ, જાણો કેવી રીતે થશે ફરિયાદનો નિકાલ
લોકોની ફરિયાદના નિવારણ માટે સુરત મેયરે શરુ કરી અનોખી પહેલ

Follow us on

Surat Municipal Corporation : લોકોની ફરિયાદના નિરાકરણ માટે સુરતના મેયર (Mayor) હેમાલી બોઘાવાળા દ્વારા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. વહીવટી તંત્ર (Administration)  લગામ કસીને તાત્કાલિક કાર્યવાહી કરાવી શકાય તેમજ પ્રજા સાથે પણ સતત સંપર્કમાં રહી શકાય તે માટે મેયર દ્વારા ડેશ બોર્ડ (Dash Board) શરૂ કરવામાં આવ્યું છે.

સુરત શહેરમાં ડેશ બોર્ડ શરૂ કર્યાની સાથે જ  બે-ત્રણ મહિનાથી પેન્ડિંગ ફરિયાદો (Pending Complaints) સામે આવી હતી. ત્યારે , સુરતવાસીઓએ અધિકારીઓને આપેલી ફરિયાદોનું નિરાકરણ કેમ નથી આવ્યું તે બાબતે હવે મેયરે અધિકારીઓ પાસે ખુલાસો માગવાની શરૂઆત કરી છે. હવે, આગામી દિવસોમાં જે ઝોનલ અધિકારી (Zonal Officer) સ્તરે બે ત્રણ મહિનાથી ફરિયાદો પેન્ડિંગ (Pending) હોય તેવા અધિકારીઓ પાસેથી સ્પષ્ટતા માગવામાં આવશે.

મેયર હેમાલી બોઘાવાળા (Hemali Boghavala) એ જણાવ્યું હતું કે, શહેરીજનોની ફરિયાદ અધિકારીઓના સ્તરે છેલ્લા બે-ત્રણ મહિનાથી અટકેલી છે. હાલ, તેમાંથી કેટલીક મહત્વની ફરિયાદો શોર્ટલિસ્ટ (Shortlist) કરવામાં આવી છે. આ સિવાય મેયર ડેશબોર્ડ પર આવનાર અન્ય રજૂઆતો અને ફરિયાદોને પણ વહીવટી તંત્ર (Administration) દ્વારા રિફર કરવામાં આવશે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

ઉલ્લેખનીય છે કે, ફરિયાદ મેનેજમેન્ટ સીસ્ટમ (Complaints Management System) અંતર્ગત લાંબા સમયથી જે ફરિયાદો પડેલી છે. ત્યારે, તબક્કાવાર સંબંધિત કર્મચારી પાસે મેયર દ્વારા સ્પષ્ટતા  માંગવામાં આવશે. ઉપરાંત જે ફરિયાદોનો બે થી ત્રણ મહિનામાં કોઈ નિકાલ થયો ન હોય તે માટે કયા કારણો જવાબદાર રહ્યા છે તે અંગે અધિકારીઓ પાસે જવાબ માંગવામાં આવશે.

જો કોઈ અન્ય પદાધિકારીઓ (Officers) લેવલે ખામી હશે તો તેને દુર કરીને લોકોની ફરિયાદના નિરાકરણ માટે પ્રયત્ન કરવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે, મેયર દ્વારા કરવામાં આવેલ પહેલથી સુરતવાસીઓની ફરિયાદોના નિકાલ આગામી દિવસોમાં ઝડપી બનશે.

Next Article