Surat: માસ્ક ધારી તસ્કરો ટુર એન્ડ ટ્રાવેલર્સ ઓફિસમાં ત્રાટક્યા, 6 લાખની રોકડનો કર્યો સફાયો

|

Dec 28, 2021 | 4:25 PM

સુરતના વેસુમાં થયેલી ચોરી અંગે પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરુ કરી છે. પ્રાથમિક તપાસમાં તસ્કરો બાજુની ઓફિસની બારીમાંથી એસી મશીન પર ચાલીને ઓફિસમાં ઘૂસ્યા હોવાની માહિતી છે.

Surat: માસ્ક ધારી તસ્કરો ટુર એન્ડ ટ્રાવેલર્સ ઓફિસમાં ત્રાટક્યા, 6 લાખની રોકડનો કર્યો સફાયો
SURAT

Follow us on

સુરત (Surat) માં દિવસેને દિવસે ચોરીની ઘટનાઓ વધી રહી છે. તસ્કરો ચોરી કરવા માટે હવે નવા નવા ઉપાયો અજમાવતા જોવા મળી રહ્યા છે. સુરતના વેસુ વિસ્તારમાં આગમ એમ્પિરિયો કોમ્પલેકસમાં આવેલી હોલિડેસ ટુર એન્ડ ટ્રાવેલર્સ (Holidays Tour & Travelers) નામની ઓફિસમાંથી તસ્કરોએ હાથ સફાયો કર્યો છે. તસ્કરોએ ઓફિસના ડ્રોવર (Drawer)માં મુકેલા 6 લાખ રોકડ રૂપિયાની ચોરી (Theft of money) કરી છે.

 

સુરતના પીપલોદ વિસ્તારમાં ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા કૃણાલ રમેશચંદ્ર પવારની વેસુ વિસ્તારમાં એક ટુર એન્ડ ટ્રાવેલ્સની એક ઓફિસ છે. આગમ એમ્પીરીયો નામની બિલ્ડીંગમાં ત્રીજા માળે હોલિડેસ ટૂર એન્ડ ટ્રાવેલ્સની તેમની ઓફિસ છે. કૃણાલ રમેશચંદ્ર પવારને વહેલી સવારે તેમના ભાઇએ ફોન કર્યો હતો અને તેમની ઓફિસની બાજુમાં આવેલી ઓફિસમાં ચોરીનો પ્રયાસ થયો હોવાનું જણાવ્યુ હતુ.

કૃણાલ પવારે પણ તાત્કાલિક પોતાની ઓફિસ દોડી જઇ તપાસ કરી હતી. જો કે ઓફિસ પહોંચતા તેમણે જોયુ કે ઓફિસનો દરવાજો ખુલ્લો હતો અને ઓફિસમાં આવેલા ડ્રોઅરનું લૉક તૂટી ગયેલુ હતુ અને ડ્રોઅરમાં મુકેલા ગ્રાહકોના હોલીડે અને પેકેજીસ બુકીંગના રોકડા રૂપિયા 6 લાખ ગાયબ હતા. જેથી તેમને ઓફિસમાં ચોરી થયાની જાણ થઇ હતી.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

સીસીટીવીની તપાસ કરી

ચોરી થયાની જાણ થતા જ કૃણાલ પવારે તાત્કાલિક 100 નંબર ડાયલ કરી ઘટનાની માહિતી આપી હતી. બાદમાં કૃણાલ પવારે તેમના ઓફિસના તમામ સીસીટીવી કેમેરાની તપાસ કરી હતી. જેમાં 26 ડિસેમ્બરનું રેકોર્ડિંગ જોતા રાત્રે 3.35 મીનીટે ઓફિસના પાછળના ભાગેથી કોઇ ઘૂસ્યુ હોવાનું જાણવા મળ્યુ.

માસ્કધારી ચોર મારી ઓફિસમાં પાછળના ભાગે આવેલી સ્લાઈડીંગ બારી ખોલી ઘુસ્યા હોવાનું સીસીટીવીમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. સીસીટીવી ચેક કરતા જાણવા મળ્ચુ કે ચોરે સફેદ જેકેટ, જીન્સ પેન્ટ, સ્પોર્ટ શુઝ તથા હાથમાં ગ્લવ્ઝ પહેરેલા હતા અને મોઢે રૂમાલ બાંધેલો હતો. હાલ ઉમરા પોલીસે ફરિયાદ નોંધી ડોગ સ્કવોર્ડની મદદથી ચોરને પકડી પાડવાની દિશામાં તપાસ કરી રહ્યા છે.

 

આ પણ વાંચોઃ Year Ender 2021: વર્ષ 2021 માં ગુજરાતમાં ઘટેલી ક્રાઈમની એ સનસનીખેજ ઘટનાઓ જેણે સમગ્ર રાજ્યને હચમચાવી દીધું

આ પણ વાંચોઃ ICG Admit Card 2021: ભારતીય કોસ્ટ ગાર્ડ આસિસ્ટન્ટ કમાન્ડન્ટ ભરતી પરીક્ષાના એડમિટ કાર્ડ થયા જાહેર, અહીં કરો ડાઉનલોડ

આ પણ વાંચોઃ જો તમે વિદેશ જવાનું વિચારી રહ્યા છો તો જલ્દી જ ITR ફાઇલ કરો, તમે રિટર્ન ભર્યા વિના વિઝા માટે નહીં કરી શકો અરજી

Next Article