Surat : વિધાનસભાની તૈયારીઓ શરૂ, ધારાસભ્યની જેમ હવે કોર્પોરેટરોને પણ જનસંપર્ક કાર્યાલય શરૂ કરવા સૂચના

વિધાનસભા ચૂંટણી નજીક છે તેવામાં ભાજપે હવે સ્થાનિક નગરસેવકોને પણ લોકોના પ્રશ્નોએ સાંભળી હલ કરવા, તેમજ લોકો સાથે સતત સંપર્કમાં રહેવા માટે હવે ધારાસભ્યોની જેમ પોતાના જનસંપર્ક કાર્યાલય શરૂ કરવા સૂચના આપતા સુષુપ્ત રહેલા તમામ નગરસેવકોએ પણ હવે તૈયારીઓ શરૂ કરી દીધી છે. 

Surat : વિધાનસભાની તૈયારીઓ શરૂ, ધારાસભ્યની જેમ હવે કોર્પોરેટરોને પણ જનસંપર્ક કાર્યાલય શરૂ કરવા સૂચના
Surat: Preparations for the Legislative Assembly: Like the MLA, now the corporators have been instructed to start a public relations office.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 23, 2021 | 12:41 PM

Surat સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 27 સીટો ગુમાવનાર ભાજપ(BJP) પાર્ટી દ્વારા હવે વિધાનસભાની(legislative assembly )  તૈયારીઓ વહેલી શરૂ કરી દેવામાં આવી છે.

આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને હવે વોર્ડ સંગઠન અને સ્થાનિક કોર્પોરેટરોને પોતાના વોર્ડ વિસ્તારમાં લોકો સાથે સંપર્ક વધારવા તેમજ સતત લોકોની વચ્ચે રહી તેમના પ્રશ્નો સાંભળવા સૂચના આપી દેવામાં આવી છે.

સુરત શહેર ભાજપના ચૂંટાયેલા તમામ કોર્પોરેટરોને હવે પોતાના વિસ્તારમાં પોતાનું કાર્યાલય શરૂ કરવા માટેની સૂચના મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા દ્વારા આપવામાં આવી રહી છે. બે દિવસ પહેલા સુરત આવેલા રાષ્ટ્રીય ભાજપના મહામંત્રી તરુણ ચુગ એ તમામ કોર્પોરેટરો, ધારાસભ્યોને પોતાના મતવિસ્તારોમાં કાર્યાલય શરૂ કરવાની સ્પષ્ટ સૂચના આપી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

સુરત મનપામાં ભાજપના નગરસેવકોને આ અંગે સૂચના આપવાની જવાબદરી રાષ્ટ્રીય મહામંત્રીએ સીધી જ શાસકપક્ષના નેતા અમિત રાજપૂતને આપી હતી. જેને પગલે શાસક પક્ષના નેતાએ ભાજપના ચૂંટાયેલા તમામ 93 કોર્પોરેટરોને રાષ્ટ્રીય મહામંત્રીની સૂચના પહોંચાડી દીધી છે. એટલું જ નહીં 15 દિવસમાં જનસંપર્ક કાર્યાલય શરૂ કરીને તેના સ્થળ અને કાર્યાલયના ફોટાઓ સહિતની વિગતો રજૂ કરવા પણ સૂચના આપી છે.

નોંધનીય છે કે અત્યારસુધી તમામ ધારાસભ્યોના જનસંપર્ક કાર્યાલયો ચાલતા હતા. પણ હવે લોકો સાથે સીધો સંપર્ક કરીને ચૂંટાયેલા કોર્પોરેટરોને પણ તે માટે આદેશ આપવામાં આવ્યો છે. ભાજપના 93 પૈકી કેટલાક કોર્પોરેટરોના પોતાના કાર્યાલયો ચાલે જ છે. જયારે મોટાભાગના કોર્પોરેટરો પોતાના ઘરેથી જ સંચાલન કરે છે. આવા કિસ્સામાં લોકો સાથે તેઓ સીધા સંપર્કમાં રહી શકતા નથી.

વિધાનસભા ચૂંટણી નજીક છે તેવામાં ભાજપે હવે સ્થાનિક નગરસેવકોને પણ લોકોના પ્રશ્નોએ સાંભળી હલ કરવા, તેમજ લોકો સાથે સતત સંપર્કમાં રહેવા માટે હવે ધારાસભ્યોની જેમ પોતાના જનસંપર્ક કાર્યાલય શરૂ કરવા સૂચના આપતા સુષુપ્ત રહેલા તમામ નગરસેવકોએ પણ હવે તૈયારીઓ શરૂ કરી દીધી છે.

જ્યાં સુધી સુરત મહાનગરપાલિકાની વાત છે ત્યાં સુધી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ સુરતમાંથી જ રાજકારણમાં પ્રવેશ મેળવ્યો છે અને 27 સીટો પર જીત પ્રાપ્ત કરી છે. ત્યારે કોઈપણ ભૂલનું પુનરાવર્તન ન થાય તેના માટે હવે ભાજપ પણ રણનીતિ થી આગળ વધવા માંગે છે. ભલે વિધાનસભા ચૂંટણીને વાત હોય પણ તૈયારીઓ તો ભાજપે શરૂ કરી જ દીધી છે.

આ પણ વાંચો :

Surat શહેર અને ગ્રામીણ વિસ્તારમાં વરસાદ, સુરત- કડોદરા માર્ગ પર પાણી ભરાયા

આ પણ વાંચો :

Surat : તૂટેલા રસ્તા જોડવા ગયેલા કોર્પોરેટરોએ કરાવ્યું ફોટો સેશન, વરસાદ પડતા કરેલું કામ પાછુ પાણીમાં

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">