સુરત પોલીસનો સપાટો, ત્રણ જગ્યાએથી પકડ્યો ડ્રગ્સ અને ગાંજાનો 1 કરોડનો જથ્થો

|

Sep 23, 2020 | 3:05 PM

સુરત શહેરમાં રાષ્ટ્રીય અભિયાન હેઠળ ડ્રગ્સની બદીને નેસ્ત નાબૂદ કરવા માટે પોલીસે મોટા નેટવર્ક પર તરાપ મારી છે. સુરત શહેરમાંથી નશાના સોદાગરો ઝ઼ડપાઈ ગયા છે. જેમાં છેલ્લા 24 કલાકમાં શહેરના જુદા જુદા 4 બનાવમાં એક કરોડ ચાર લાખ રૂપિયાનું એમ.ડી. ડ્રગ્સ અને 56 લાખ રૂપિયાનો ગાંજો ઝડપાયો છે. સુરત શહેરના પોલીસ કમિશનર અજય તોમરે, સુરતમાં […]

સુરત પોલીસનો સપાટો, ત્રણ જગ્યાએથી પકડ્યો ડ્રગ્સ અને ગાંજાનો 1 કરોડનો જથ્થો

Follow us on

સુરત શહેરમાં રાષ્ટ્રીય અભિયાન હેઠળ ડ્રગ્સની બદીને નેસ્ત નાબૂદ કરવા માટે પોલીસે મોટા નેટવર્ક પર તરાપ મારી છે. સુરત શહેરમાંથી નશાના સોદાગરો ઝ઼ડપાઈ ગયા છે. જેમાં છેલ્લા 24 કલાકમાં શહેરના જુદા જુદા 4 બનાવમાં એક કરોડ ચાર લાખ રૂપિયાનું એમ.ડી. ડ્રગ્સ અને 56 લાખ રૂપિયાનો ગાંજો ઝડપાયો છે.

સુરત શહેરના પોલીસ કમિશનર અજય તોમરે, સુરતમાં નો ડ્રગ્સ અભિયાન ચલાવવાની વાત કરી. શહેરમાં ડ્રગ્સનું વેચાણ ચલાવી નહીં લેવાય. ઉલ્લેખનીય છે કે અમદાવાદ-અરવલ્લી અને બાદમાં સુરતમાં નશાના મોટા નેટવર્ક પર પોલીસે તરાપ મારી છે.  જાણકારોના મતે આ વિદેશી તાકતોનું ભારતના યુવાધનને બરબાદ કરવાનું કાવતરૂં છે, જેની સામે સરકારે કમર કસી છે..

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

પોલીસની સ્પેશિયલ ડ્રાઇવમાં સુરત પોલીસની ક્રાઇમબ્રાંચે ડુમસ એરપોર્ટ પાસે ડુમસ ગામ તરફ જવાના રોડ પર એક કારમાં એમ.ડી. ડ્રગ્સ સપ્લાય કરવા આવેલા સલમાન ઉર્ફે અમન મહંમદ હનીફ ઝવેરી (રહે. આશિયાના કોમ્પલેક્સ, અડાજણ, પાટિયા)ને દબોચી લીધો છે. વધુમાં પોલીસને તેની પાસેથી 1 કરોડ 4 લાખનું એમ.ડી. ડ્રગ્સ મળી આવ્યું હતું.તે કબ્જે કરી તપાસ શરૂ કરી.સલમાન અને આદિલ બંને ભાગીદારીમાં ડ્રગ્સનો જથ્થો લાવ્યાં હતાં. પોલીસે કાર, મોબાઇલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આદિલ વોન્ટેડ છે. ડીસીબી આ બાબતે પૂછપરછ જેમાં ચોંકાવનારી હકીકતો સામે આવી હતી. ડ્રગ્સ પેડલરનું મુંબઈ કનેક્શન હોવાની આશંકા છે.

વરાછામાંથી બન્ટી ઝડપાયો.
વરાછા ભવાની સર્કલ નજીક પટેલનગરના નાકે જાહેરમાંથી આરોપી વિનય ઉર્ફે બન્ટી કિશોરભાઈ પટેલ (રહે. ઘર નંબર એ-24 પટેલનગર, ભવાની સર્કલ નજીક, વરાછા) મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયો છે, જ્યારે રોહન (રહે. બોરીવલી-મુંબઈ)ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. બંટી પાસેથી કુલ 17.5 ગ્રામ અંદાજે કિંમત 1,75, 000 નાની-મોટી ખાલી કોથળીઓ નંગ 26 મોબાઈલ, કાર મળી કુલ 8,90,000નો મુદ્દામાલ ઝડપી લઈને રોહનને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

સરથાણાથી સંકેતને ઝડપી લેવાયો
ડીસીબીએ સરથાણા કેનાલ રોડ પર આવેલા પુણા સીમાડાના શાયોના પ્લાઝા શોપિંગ સેન્ટરની દુકાન નંબર 107,108માંથી સંકેત શૈલેશ અસલાલિયા (રહે. એફ-202, રામેશ્વરમ રિજન્સી, વીઆઈપી સર્કલ પાસે ઉતરાણ, મૂળ રહે. છાભાડિયા રોડ, દામનગર, તા.લાઠી, જિ. અમરેલી)ને ઝડપી લીધો છે, જ્યારે સલમાન ઝવેરીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. બંટી પાસેથી મેફેડ્રોન ડ્રગ્સનો 304.98 ગ્રામ જથ્થો, જેની કિંમત અંદાજે 30,49,800 તથા મોબાઈલ ફોન રોકડા મળી કુલ 31,22,360નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે, સાથે સલમાન ઝવેરીને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પુણામાંથી ગાંજો ઝડપાયો
પુણાગામ સારોલી રોડ પર નેચરવેલી હોમ્સ પાસેથી પોલીસે ટ્રકમાંથી મિથુન રવીન્દ્ર સ્વાઈ, રહે- પ્લોટ નંબર 260 શ્રીરામનગર સોસાયટી, કાપોદ્રા, મૂળ રહે. ગુંટુપુરા તા. આસ્કા, જિ.ગંજામ અને બીજો આરોપી ટુંકના ચન્દ્રમણિ ગૌંડા રહે. ગામ મુકુંદપુર, પોસ્ટ બરગ, તા. આસ્કા, જિં ગંજામ અને ત્રીજો બસંત યુધિષ્ઠિર સ્વાઈ રહે. ગામ કુટીનોડા તા. આસ્કા, જિ.ગંજામ પાસેથી 562.510 કિલો ગાંજો, જેની અંદાજે કિંમત 56,45,100 અને ટ્રક તથા મોબાઈલ ફોન મળી કુલ 63,55,600નો મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચોઃT-20: રાજસ્થાન રોયલથી હાર્યા બાદ બોલર્સથી નાખુશ ધોની, કહ્યુ નો બોલનુ પરીણામ ભોગવવુ પડ્યુ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article