Surat : છેતરપિંડી અટકાવવા કાપડ વેપારીઓને માહિતી જમા કરાવવા પોલીસની સૂચના

કાપડનો વ્યવસાય કરતા તમામ વેપારીઓ અથવા તેમના પેઢી સંચાલકોએ તેમના વિસ્તરણની સંપૂર્ણ વિગતો પોલીસ સ્ટેશન અને એસોસિએશનને આપવાની રહેશે. આ સાથે કમિશનરે ટેક્સટાઈલ સેક્ટરમાં કામ કરતા કર્મચારીઓના ફોટા અને એસોસિએશનના પ્રમાણિત આઈડી કાર્ડ આપવાનો નિર્દેશ આપ્યો છે.

Surat : છેતરપિંડી અટકાવવા કાપડ વેપારીઓને માહિતી જમા કરાવવા પોલીસની સૂચના
Textile Market
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 02, 2021 | 3:08 PM

કાપડ બજારમાં(Textile Market ) છેતરપિંડીનો(Cheating ) સિલસિલો યથાવત્ છે. કાપડ માર્કેટમાં પાર્સલની ચોરી, પેમેન્ટમાં વિલંબ, દલાલો-વેપારી દ્વારા ખરીદેલા માલને બદલે હલકી ગુણવત્તાનું કાપડ મોકલવા, પક્ષકારોની હિજરતની વેપારીઓ વારંવાર ફરિયાદ કરે છે. દિવાળી પૂર્વે વણાટ- વેપારી વર્ગ દ્વારા પોલીસ કમિશનરને અનેક અરજીઓ કરવામાં આવી હતી. જેના કારણે ટેક્સટાઇલ માર્કેટમાં છેતરપિંડીના બનાવોને રોકવા માટે પોલીસ વિભાગે કમર કસી છે.

કાપડનો વ્યવસાય કરતા તમામ વેપારીઓ અથવા તેમના પેઢી સંચાલકોએ તેમના વિસ્તરણની સંપૂર્ણ વિગતો પોલીસ સ્ટેશન અને એસોસિએશનને આપવાની રહેશે. આ સાથે કમિશનરે ટેક્સટાઈલ સેક્ટરમાં કામ કરતા કર્મચારીઓના ફોટા અને એસોસિએશનના પ્રમાણિત આઈડી કાર્ડ આપવાનો નિર્દેશ આપ્યો છે.

આ નિયમોનું પાલન કરવાનું રહેશે કાપડના વેપાર સાથે સંકળાયેલા તમામ વેપારીઓ અને પેડી ઓપરેટરોએ તેમની માહિતી સ્થાનિક પોલીસ સ્ટેશન અને માર્કેટ એસોસિએશનને સુપરત કરવાની રહેશે. મિલકત અને કાપડ દલાલે તેનું ફરજિયાત પોલીસ વેરિફિકેશન કરાવ્યા બાદ તેની માહિતી પોલીસ સ્ટેશન અને એસોસિએશનને આપવાની રહેશે. વેપારી પેઢીએ તેના તમામ કર્મચારીઓની માહિતી રાખીને તેના તમામ કર્મચારીઓના ફોટા સાથેનું આઈડી કાર્ડ આપવાનું રહેશે. માર્કેટમાં કામ કરતા કારીગરોએ પણ બજારની વ્યવસ્થા સંભાળતી સમિતિને ઓળખ પત્ર આપવાનું રહેશે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

એક મહિનામાં સરેરાશ 25 જેટલી ફરિયાદો  શહેરના અલગ અલગ પોલીસ મથકોમાં વેપારીઓ સાથે થયેલી છેતરપિંડી મામલે કરોડો રૂપિયાના કેસો બને છે. જેમાંથી બધા કેસમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઇ શકતી નથી. સુરતના સલાબતપુરા અને પુણા પોલીસ સ્ટેશનમાં સૌથી વધારે ટેક્સ્ટાઇલ માર્કેટ આવેલી છે. આ ઉપરાંત ઉધના, પાંડેસરામાં પણ કેટલીક ફરિયાદો દાખલ થાય છે. સુરતમાં એક મહિનામાં સરેરાશ 25 જેટલી ફરિયાદો નોંધાય છે.

ઇકોનોમિક સેલનો પણ કોઈ ફાયદો નહીં  માર્કેટમાં કાપડ વેપારીઓ સાથે ઓનલાઇન છેતરપિંડીના કિસ્સાઓ પણ ખુબ ઝડપથી વધી રહ્યા છે. બહારના રાજ્યોના વેપારીઓ ઓનલાઇન કાપડ મંગાવે છે. વેપારી સોશિયલ મીડિયા પર ડિઝાઇન કંઈક અલગ બતાવે છે, અને પાર્સલ કંઈ અલગ મોકલાવે છે. જેના કારણે વેપારીઓ વચ્ચે તકરાર વધી જાય છે. એક મહિનામાં ઓનલાઇન છેતરપિંડીના 100 થી વધારે કેસ સામે આવ્યા છે. ટેક્સ્ટાઇલ માર્કેટમાં છેતરપિંડી રોકવા માટે રાજ્ય સરકારે ઇકોનોમિક સેલ બનાવ્યું છે. ત્યાં જ વેપારીઓનું કહેવું છે કે ઇકોનોમિક સેલથી કોઈ ફાયદો નથી થઇ રહ્યો, તેવામાં વેપારીઓએ સરકાર પાસે તેના માટે એસઆઈટી નું ગઠન કરવા માંગણી કરી છે.

આ પણ વાંચો : Surat : GST મામલે નાણામંત્રીએ વેપારીઓને કહ્યું સાંસદ અને મંત્રીને રજુઆત કરો

આ પણ વાંચો : Surat : ઓમિક્રોનનો ડર અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ કેન્સલ થતા ટુર્સ ટ્રાવેલ્સ કંપનીઓને નુકશાન

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">