Surat : વેક્સિનના ધાંધિયા યથાવત, શ્રમિકો રાતથી જ વેક્સીન સેન્ટરની બહાર ઊંઘવા મજબુર

|

Jul 26, 2021 | 11:31 PM

સુરતના ઔધોગિક વિસ્તારોમાં શ્રમિક વર્ગને વેક્સીન લેવામાં ભારે મુશ્કેલી પડી રહી છે.

Surat : વેક્સિનના ધાંધિયા યથાવત,  શ્રમિકો રાતથી જ વેક્સીન સેન્ટરની બહાર ઊંઘવા મજબુર
Surat : People forced to sleep outside vaccine centers at night

Follow us on

Surat કોરોના ની(corona ) બીજી લહેર ઓસરવા પાછળ સરકારનો દાવો છે કે વેક્સિનેશન(vaccination ) કામગીરીની સફળતા છે. પણ એ હકીકત છે કે હજી લોકોને વેક્સીન પૂરતા પ્રમાણમાં નથી મળી રહી. જેનું કારણ છે કે લોકોને હજી પણ વેક્સીન મેળવવા માટે ધક્કા ખાવા પડી રહ્યા છે અને લાઈનમાં ઉભું રહેવું પડી રહ્યું છે.

સુરતના શ્રમિક વિસ્તારોની હાલ પણ આવી જ કંઈ છે. કારીગરો વર્ગને કામના સ્થળે વેક્સિનેશન ફરજીયાત માંગવામાં આવે છે. પણ મુસીબત ત્યાં છે કે હજી ઘણા સેન્ટરો પાર વેકસીનના પૂરતા ડોઝ ઉપલબ્ધ નથી. જેના કારણે શ્રમિક વર્ગને વેક્સીન લેવા માટે પરસેવો પડવો પડી રહ્યો છે. વેક્સીન ન મળવાને કારણે કામધંધા પર જવા માટે પણ તેમને મુશ્કેલી પડી રહી છે.

સુરતના ઉધના વિસ્તારની તો એવી હાલત છે કે લોકો બીજા દિવસે સવારે વેક્સીન લેવા માટે રાતથી જ લાઇનમાં ઉભા રહી જાય છે. આખી રાત વેક્સીન સેન્ટરની બહાર જ ઊંઘવા તેઓ મજબુર બન્યા છે. જેથી બીજા દિવસે તેમનો નંબર જરૂર લાગે. પણ આખી રાત વેક્સીન સેન્ટરની બહાર મચ્છરોનો ત્રાસ સહન કરીને ઊંઘ્યાં બાદ પણ બીજા દિવસે વેક્સીન મળે તેની કોઈ ગેરંટી હોતી નથી.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

કારણ કે ફક્ત 100 થી 150 ટોકન જ ફાળવી દેવામાં આવે છે. સ્થાનિક વિસ્તારમાં રહેતા અને કામ ધંધો કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા લોકો માટે હાલ વેક્સિનની ખુબ સમસ્યા સામે આવી રહી છે.

સરકાર દ્વારા આ રવિવારે વેક્સિનેશન કાર્યક્રમ ચાલુ રાખવામાં આવ્યો હતો. પરંતુ હજી સુધી મુશ્કેલી ઓછી થઇ નથી. ઔધોગિક એકમોમાં કામ કરતા કામદારોને રસીકરણ કરવું ખુબ જ જરૂરી છે. કારણ કે ત્યાં અનેક વ્યક્તિઓ એકબીજાને સંક્રમિત કરી શકે તે પ્રકારની સ્થિતિ હોય છે.

પરિણામે જો તમામ લોકો સંક્રમિત થાય તો અનેક સમસ્યાઓ ઉભી થઇ શકે છે. જેથી મહાનગરપાલિકા દ્વારા તમામ ઔધોગિક એકમો સાથે જોડાયેલા લોકોને ઝડપથી વેક્સિનેશન થાય તે ખુબ જરૂરી છે.

સુરત મહાનગરપાલિકા પાસે આ ફરિયાદ કરવામાં આવી છે અને હવે આવનારા દિવસોમાં કોરોના સંક્ર્મણ ફેલાવી શકે તેવા ચોક્કસ વર્ગને પણ વેક્સિનેશન ઝડપથી આપવામાં આવે તે દિશામાં કામગીરી કરવમાં આવનાર છે.

Next Article