Surat: ચાઈનાના ફટાકડા માર્કેટ પર દેશવાસીઓની સ્ટ્રાઈક, હવે ફક્ત Made In India ફટાકડાની માંગ

|

Oct 26, 2021 | 8:28 PM

એક ફટાકડા વિક્રેતા જણાવે છે કે પહેલા માત્ર ગણતરીની કંપનીઓ જ ફટાકડાનું ઉત્પાદન કરતી હતી. જેથી બજારમાં માત્ર ચાર-પાંચ બ્રાન્ડના જ ફટાકડા જોવા મળતા હતા પણ હવે ભારતમાં જ ફટાકડાનું ઉત્પાદન એટલું વધી ગયું છે કે ઘણી ખરી કંપનીઓ માર્કેટમાં આવી ગઈ છે.

Surat: ચાઈનાના ફટાકડા માર્કેટ પર દેશવાસીઓની સ્ટ્રાઈક, હવે ફક્ત Made In India ફટાકડાની માંગ
File Image

Follow us on

કોરોનાના કેસો ઓછા થતાં આ વર્ષે દિવાળીનો (Diwali) પર્વ ધામધૂમથી ઉજવાશે એવી રોનક બજારમાં દેખાવા લાગી છે. કપડાં, ઈલેક્ટ્રોનિક વસ્તુઓ હોય કે દિવાળી જેનો પર્વ છે તે ફટાકડાની (Fire Crackers) ખરીદીની વાત હોય. 10 દિવસ પહેલાથી જ બજારમાં ફટાકડાની ખરીદીનો માહોલ પણ જામવા લાગ્યો છે. 

 

સુરતના ફટાકડા બજારમાં ફરતા એવું સામે આવ્યું છે કે આ વર્ષે ચાઈનાના ફટાકડાના માર્કેટ પર ભારતે સ્ટ્રાઈક કરી દીધી છે. ફટાકડા વિક્રેતાના જણાવ્યા પ્રમાણે ત્રણથી ચાર વર્ષ પહેલા ફટાકડા બજારમાં ચાઈનાના ફટાકડાનું ખુબ પ્રભુત્વ જોવા મળતું હતું અને લોકો સસ્તા એવા ચાઈનાના ફટાકડા પણ ખરીદતા હતા. ત્રણ વર્ષ પહેલા ચાઈનાના ફટાકડાનું માર્કેટ 40થી 50 ટકા જેટલું હતું પણ કોરોના પછી તેમાં મોટો બદલાવ આવ્યો છે. હાલની વાત કરીએ તો હાલ સુરતમાં ચાઈનાના ફટાકડાનું બજાર પાંચ ટકા જેટલું પણ રહ્યું નથી.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

એક ફટાકડા વિક્રેતા જણાવે છે કે પહેલા માત્ર ગણતરીની કંપનીઓ જ ફટાકડાનું ઉત્પાદન કરતી હતી. જેથી બજારમાં માત્ર ચાર-પાંચ બ્રાન્ડના જ ફટાકડા જોવા મળતા હતા પણ હવે ભારતમાં જ ફટાકડાનું ઉત્પાદન એટલું વધી ગયું છે કે ઘણી ખરી કંપનીઓ માર્કેટમાં આવી ગઈ છે. આજે સુરતમાં 90 ટકા ફટાકડા શિવાકાશીથી જયારે બાકીના ફટાકડા ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી આવી રહ્યા છે.

 

ચાઈનાના ફટાકડાને પણ ટક્કર મારે એવી ઉચ્ચ ગુણવતાવાળા અને વેરાયટી વાળા ફટાકડા હવે ભારતીય ફટાકડા કંપનીઓ બનાવતી થઈ છે. ત્યારે એક સ્થાનિકનું જણાવવું હતું કે હવે અમે ફટાકડા ખરીદતા પહેલા તેના પર મેડ ઈન ઈન્ડિયા જરૂરથી જોઈએ છીએ અને એવા જ ફટાકડા ખરીદીએ છીએ જે ભારતમાં બન્યા હોય. આમ, લોકો પણ હવે ચાઈનાના ફટાકડાને ખરીદવાનું પસંદ નથી કરી રહ્યા.

 

આ વર્ષે પ્રોડક્શન ઓછું અને ખરીદી વધુ

 
વિક્રેતાઓના જણાવ્યા પ્રમાણે કોરોનાની ત્રીજી લહેરના ડરે આ વર્ષે ફટાકડાનું પ્રોડક્શન ઘણું ઓછું થયું છે. બીજી બાજુ ખરીદી અત્યારે 10 દિવસ પહેલા જ શરૂ થઈ ગઈ છે. એવું પણ બને કે ઓછા સ્ટોલ અને ઓછો સ્ટોક હોવાના કારણે છેલ્લી ઘડીએ ફટાકડા પુરા પણ થઈ જાય. જોકે ચાલુ વર્ષે ફટાકડાની ખરીદી અપેક્ષા કરતા ઘણી સારી હોવાનું તેઓ માની રહ્યા છે.

 

આ પણ વાંચો :SURAT : ખાનગી ટ્રાવેલ્સમાં દારુનો જથ્થો ઝડપાયો, 15 મુસાફરોના લગેજમાંથી વિદેશી દારુ જપ્ત

 

આ પણ વાંચો : Surat : બ્રેઇનડેડ થયેલા એકાઉન્ટન્ટના અંગદાનથી ત્રણ વ્યક્તિઓને મળ્યું નવું જીવન

Next Article