વાલીઓ સાવધાન !!! બાળકોએ ગટરમાં ફટાકડાં ફોડયાં, લાગી અચાનક આગ, જુઓ સીસીટીવી દ્રશ્યો

|

Oct 28, 2021 | 5:21 PM

આ ઘટના તારીખ- 26-10-2021ને સાંજે 5.43 કલાકની છે. જોકે ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી.માત્ર બે બાળકોને મોંઢા પર સામાન્ય આગની વરાળને લઈ ઈજાઓ પહોંચી હતી.

વાલીઓ સાવધાન !!! બાળકોએ ગટરમાં ફટાકડાં ફોડયાં, લાગી અચાનક આગ, જુઓ સીસીટીવી દ્રશ્યો
Surat: Parents beware !!! Children set off firecrackers in the gutter

Follow us on

સુરત શહેરના યોગીચોક વિસ્તારમાં આવેલ તુલસી દર્શન સોસાયટીમાં બાળકોએ ગટરમાં ફટાકડા ફોડતા ગટરમાં આગ ભભુકી હોવાના સીસીટીવી સામે આવ્યા છે.આ ઘટના બે દિવસ પહેલા હોવાનું મનાઈ રહયું છે.આગને લઈ બે બાળકો ને મોઠા પર સામાન્ય ઈજાઓ પણ થવા પામી હતી. આમ તો આ ઘટના દિવાળીના સમયે માતા-પિતા માટે ચેતવણી રૂપ દાખલો છે. કારણ કે બાળકો જ્યારે દિવાળીના સમયે ફટાકડા ફોડતા હોય ત્યારે કેટલીક બાબતો ધ્યાન રાખવી જરૂરુ બની જાય છે.

દિવાળીમાં ફટાકડા ફોડનાર લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. સુરત શહેરમાં એવો જ એક કિસ્સો ચેતવણીરૂપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના વરાછા યોગીચોક વિસ્તારમાં આવેલ તુલસી દર્શન સોસાયટીમાં કેટલાક બાળકો સોસાયટીના ગેઈટ બહાર આવેલ ગટરમાં ફટાકડા ફોડવાનું કસબ અજમાવ્યું હતું. સોસાયટીના કેટલાક બાળકોએ ગટરમાં ફટાકડા ફોડતા ગટરમાં અચાનક આગ ભભુકી ઉઠતા બાળકો ગભરાઈ ગયા હતા.તેમજ સોસાયટીમાં કેટલીક મહિલાઓ પણ દોડી આવી હતી. દરમિયાન ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયરને એક ગાડી ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હોવાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે.

ઘટના 26 ઓકટોબરના રોજ ઘટી, પણ બાળકોના વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આ ઘટના તારીખ- 26-10-2021ને સાંજે 5.43 કલાકની છે. જોકે ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી.માત્ર બે બાળકોને મોંઢા પર સામાન્ય આગની વરાળને લઈ ઈજાઓ પહોંચી હતી. પરંતુ દિવાળીમાં બાળકોના માતાપિતાએ પણ ખુબ જ ધ્યાન રાખવાની જરૂર છે. બાળકોને ફટાકડા સાવધાની પુર્વક ફોડવાની સમજ આપવી ખુબ જ જરૂરી છે. દિવાળીના સમયે મોટી અઘટીત ઘટના બનતા બનતા રહી ગઈ હતી.પરંતુ સાવચેતી પુર્વક ફટાકડા ફોડી ખુશીથી દિવાળીના પર્વની ઉજવણી કરવી ખુબ જ જરૂરી છે.

 

આ પણ વાંચો : T20 World Cup 2021: ક્વિન્ટન ડિ કોકે માફી માંગી, આંતરરાષ્ટ્રીય કારકિર્દીનું જોખમ ટળ્યું, આગામી મેચથી ઘૂંટણિયે પડવા તૈયાર થયો

આ પણ વાંચો : Crime: 75 વર્ષીય વૃદ્ધાએ રાત્રે નોંધાવી દુષ્કર્મની ફરિયાદ, સવારે ઝાડ સાથે લટકતો મળ્યો આરોપી વૃધ્ધનો મૃતદેહ, પોલીસ પણ અસમંજસમાં

Published On - 3:14 pm, Thu, 28 October 21

Next Article