સુરત: પાંડેસરા વિસ્તારમાંથી અપહરણ કરાયેલા કિશોરનો મૃતદેહ પરિચિતના ઘરમાંથી જ મળી આવ્યો, ગળા પર ઈજાના નિશાન

|

Aug 26, 2020 | 1:01 PM

સુરત: બળદેવ સુથાર  શહેરના પાંડેસરા વિસ્તારમાંથી અપહરણ કરાયેલા કિશોરનો મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઈ છે. પોલીસે ગણતરીના કલાકોમાં કિશોરને શોધી કાઢ્યો છે. કિશોર જૂના મકાનમાં જ રહેતા પરિચિતના ઘરેથી જ મૃત હાલતમાં મળી આવ્યો છે. જ્યારે ગળા પર ઈજાના નિશાન હોવાથી હત્યાની આંશકા સેવવામાં આવી છે. જો કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મૃત્યુનું સાચું કારણ […]

સુરત: પાંડેસરા વિસ્તારમાંથી અપહરણ કરાયેલા કિશોરનો મૃતદેહ પરિચિતના ઘરમાંથી જ મળી આવ્યો, ગળા પર ઈજાના નિશાન
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

સુરત: બળદેવ સુથાર 

શહેરના પાંડેસરા વિસ્તારમાંથી અપહરણ કરાયેલા કિશોરનો મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઈ છે. પોલીસે ગણતરીના કલાકોમાં કિશોરને શોધી કાઢ્યો છે. કિશોર જૂના મકાનમાં જ રહેતા પરિચિતના ઘરેથી જ મૃત હાલતમાં મળી આવ્યો છે. જ્યારે ગળા પર ઈજાના નિશાન હોવાથી હત્યાની આંશકા સેવવામાં આવી છે. જો કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મૃત્યુનું સાચું કારણ જાણવા મળશે. પાંડેસરા વિસ્તારમાં આવેલા જીવનદીપ નગરમાં આકાશ સંતોષ તિવારી(ઉ.વ.11) પરિવાર સાથે રહેતો હતો. ઘર નજીકમાં આવેલી સીતારામ હિન્દી વિદ્યાલયમાં ધોરણ 4માં અભ્યાસ કરતો હતો. પિતા સિક્યુરિટી ગાર્ડ અને પરિવારનો એકનો એક દીકરો હતો.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જૂન મહિનામાં જ મકાન બદલી 100 મીટર દૂર આવેલા મકાનમાં રહેવા ગયા હતા. દરમિયાન ગત રોજ બપોરે આકાશ ગુમ થઈ ગયો હતો. જેથી પહેલા પરિવારના સભ્યોએ આકાશની શોધખોળ હાથ ધરી હતી. જો કે, આકાશ ન મળી આવતા પાંડેસરા પોલીસમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી. પાંડેસરા પોલીસ મથકના પીઆઈ એપી ચૌધરીએ જણાવ્યું હતું કે, ગઈકાલે બપોરે 3 વાગ્યે કિશોર આકાશ સંતોષ તિવારી(11 વર્ષ) ગુમ થયો હતો. જેથી અપહરણની ફરિયાદ નોંધી હતી. તપાસ દરમિયાન પોલીસે નવા મકાનના 100 મીટરના અંતરે આવેલા જૂના મકાનમાં રહેતા શંકાસ્પદ યુવક પાસે આકાશ હોવાની જાણ થઈ હતી. જેથી મકાનની તપાસ કરતા મૃતદેહ મળી આવ્યો હતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ જાણવા મળશે. પરિવારજનોના જણાવ્યા પ્રમાણે, જૂના મકાનમાં બે વ્યકિત રહેતા હતા. જેમાંથી એક ડ્યૂટી પર હતો અને એક યુવક હાજર હતો. આકાશ ગુમ થયો ત્યારે તેની શોધખોળમાં તેણે પણ સાથ આપ્યો હતો. દરમિયાન તેના જ રૂમમાંથી મૃતદેહ મળી આવ્યો છે. જેથી તેના પર પૂરે પૂરી શંકા છે. આકાશની લાશ તેના પલંગ નીચેથી ચટાઈમાં અને ચંપલ સંતાડેલા મળી આવ્યા છે. પોલીસ હાલ એ યુવકની પૂછપરછ કરી રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article