Surat : સુરતની છઠ્ઠા ભાગની વસ્તીને ચાલે તેટલું પાણી ગણેશ વિસર્જન માટે વપરાઈ ગયું

|

Sep 20, 2021 | 12:42 PM

મનપા દ્વારા અલગ અલગ સાત ઝોનમાં બનાવવામાં આવેલા 19 કૃત્રિમ તળાવોમાં 200 લાખ લીટર પાણી ભરીને વિસર્જન કરાયું હોય સુરતની છઠ્ઠા ભાગની વસ્તીને એક દિવસ ચાલે તેટલું પાણી વિસર્જનમાં વાપરવામાં આવ્યું હતું.

Surat : સુરતની છઠ્ઠા ભાગની વસ્તીને ચાલે તેટલું પાણી ગણેશ વિસર્જન માટે વપરાઈ ગયું
Surat: One-sixth of Surat's population used enough water to discharge Ganesha

Follow us on

રવિવારે શાંતિપૂર્ણ રીતે શહેરમાં વિસર્જન પ્રક્રિયા(Ganesh Visarjan ) પૂર્ણ થઇ હતી. શહેરીજનોની સમજણને કારણે કોરોનાની(Corona ) ગાઈડલાઇનનું યોગ્ય રીતે પાલન કરીને આ વર્ષે વિસર્જન પ્રક્રિયા પાર પડી

સુરતમાં ઉત્સાહ ભેર કૃત્રિમ તળાવોમાં પણ ગણેશજીની પ્રતિમાઓ વિસર્જિત થઇ હતી. છેલ્લા 3 વર્ષથી સુરત મહાનગરપાલિકા દ્વારા તાપી નદીમાં વિસર્જન પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ત્યારે આ વખતે પણ મનપા દ્વારા ગણેશ વિસર્જન માટે 19 જેટલા કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા હતા. જેથી પર્યાવરણ ને કોઈ નુકશાન ન થાય.

મનપા દ્વારા અલગ અલગ સાત ઝોનમાં બનાવવામાં આવેલા 19 કૃત્રિમ તળાવોમાં 200 લાખ લીટર પાણી ભરીને વિસર્જન કરાયું હોય સુરતની છઠ્ઠા ભાગની વસ્તીને એક દિવસ ચાલે તેટલું પાણી વિસર્જનમાં વાપરવામાં આવ્યું હતું. શહેરની વસ્તી અંદાજે 60 લાખથી વધુની છે. તેમજ સરેરાશ રોજના 200 લીટર પાણીનો વપરાશ પ્રતિ વ્યક્તિ દીધી ગણીએ તો પણ કુલ 10 લાખ લોકોને એક દિવસ ચાલે તેટલું પાણી વિસર્જનમાં વાપરવામાં આવ્યું છે.

રાત્રે 9 વાગ્યે વિસર્જન પ્રક્રિયા સંપન્ન થઇ હતી. વહેલી સ્વાર્થી જ રાઉન્ડ ધ ક્લોક ફરતા રહેનારા મનપા કમિશનર બંછાનીધી પાનીએ જણાવ્યું હતું કે વિસર્જન સમયસર અને શાંતિથી સંપન્ન થયું છે તે માટે સુરતવાસીઓની જાગૃતિ અભિનંદનને પાત્ર છે. મોટા ભાગે ગાઈડલાઇનના પાલન સાથે સુરતવાસીઓએ વિસર્જન યાત્રા કાઢી છે અને આ વર્ષે ઘરઆંગણે વિસર્જનનું પ્રમાણ પણ મોટું રહ્યું છે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

તાપી નદીમાં વિસર્જન નહીં કરીને કૃત્રિમ તળાવ બનાવવાથી પર્યાવરણને પણ એક મોટો ફાયદો થયો છે. જોકે આ વર્ષે તો ભક્તોએ કૃત્રિમ તળાવમાં પણ વિસર્જન નહીં કરીને ઘર આંગણે જ ગણેશજીનું વિસર્જન ઇકો ફ્રેન્ડલી રીતે કરતા તે પણ એક મોટી જાગૃતિ અને પર્યાવરણ માટે મોટું યોગદાન ગણી શકાય છે.

આ વર્ષે એક પણ સ્થળે કોઈપણ અનિચ્છનીય બનાવ ન બનતા પોલીસને પણ મોટી રાહત થઇ છે. વ્યવસ્થામાં 9 હજાર કરતા પણ વધુનો પોલીસ સ્ટાફ જોતરાયો હતો. અને કાયદો વ્યવસ્થાનું ધ્યાન રાખ્યું હતું.

આ પણ વાંચો :

Surat : સુરતમાં આગામી ફેબ્રુઆરી 2022માં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ યોજાશે

Surat : સુરતના આ વ્યક્તિ પાસે છે 50 હજાર થી પણ વધુ ઐતિહાસિક ચલણ નો સંગ્રહ

Next Article