Best From Waste : જૂની ફાટેલી જીન્સને નવી પેટર્ન આપી મહિલાઓને બનાવી અપાય છે આકર્ષક હેન્ડબેગ
સામાન્ય રીતે જીન્સ જૂની થઇ જાય કે ફાટી જાય ત્યારે તેને ફેંકી દેવામાં આવે છે. પણ સુરતમાં હવે આ જૂની જીન્સને ફેકવાને બદલે તેને રિયુઝ કરીને તેના હેન્ડ બેગ અને પર્સ બનાવવાનો ટ્રેન્ડ સૌથી વધારે જોવા મળી રહ્યો છે.
Best From Waste : સામાન્ય રીતે જીન્સ(jeans)નો ઉપયોગ આજે મહિલા હોય, પુરુષો હોય કે બાળકો હોય. દરેક વ્યક્તિ જીન્સ પહેરવાનું પસંદ કરતા હોય છે. દરેક વર્ગમાં જીન્સ પહેરવાની બહોળી લોકપ્રિયતા છે. પણ જયારે જીન્સ જૂની થઇ જાય કે ફાટી જાય ત્યારે તેનો કોઈ ઉપયોગ રહેતો નથી. આવી જીન્સને ફેંકી દેવામાં આવે છે અથવા તો જુના કપડાં તરીકે તેનો ઉપયોગ સાફ સફાઈમાં કરી દેવામાં આવે છે.
પરંતુ સુરતમાં એવા પણ કારીગરો છે જેઓ આ જૂની કે ફાટેલી જીન્સ લઈને તેને એકદમ નવું જ રૂપ આપે છે. આ કારીગરો મહિલાઓના હેન્ડ બેગ, આકર્ષક પર્સ અને બાળકોના સ્કૂલ બેગ બનાવવાનું કામ કરે છે. જે હાલ ખુબ લોકપ્રિય પણ બની રહ્યા છે.
સુરતમાં ગણ્યાગાંઠ્યા કારીગરો એવા છે જે આ કામ કરી રહ્યા છે. જે જૂની પુરાણી અને ફાટેલી જીન્સમાંથી કસ્ટમાઈઝડ જીન્સ બનાવી આપે છે. જેવી જીન્સની પેટર્ન હોય એવો તેને આકર્ષક લુક આપીને તો કમાલ કરી બતાવે છે. સુરતમાં આવી જ રીતે બેગ બનાવતા કારીગરોનું કહેવું છે કે હાલ લોકડાઉન પછી આ ટ્રેન્ડ ખુબ અમલમાં આવ્યો હતો.
છેલ્લા 4 વર્ષથી આમ તો તેઓ આ બેગ બનાવે છે. પણ અત્યારે તે ખુબ લોકપ્રિય થઇ રહ્યું છે. તેઓ એક દિવસમાં આવી બે થી ત્રણ બેગ બનાવી આપે છે. ડિઝાઇન માટે કસ્ટમરે કહેવાની જરૂર નથી પડતી. તેઓની તેમાં માસ્ટરી છે. જૂની જીન્સ જે ફેંકવામાં જાય છે એજ જીન્સનું નજીવી કિંમતમાં જો હેન્ડબેગ, પર્સ કે સ્કૂલ બેગ મળી જાય તો પછી પૂછવાનું જ ન હોય.
આ જીન્સ બનાવનાર કારીગરોનું કહેવું છે કે અમે તેના પર થોડી ડિઝાઇન ઉમેરીએ છીએ. તેના પર ફેન્સી વર્ક પણ કરીએ છીએ. એટલું જ નહીં આવી જીન્સને ન્યુ લુક આપી દેવાથી આવા પર્સ કે બેગ ખુબ ટકાઉ બની જાય છે. અને લાંબો સમય સુધી તે ટકે પણ છે. ખાસ કરીને બાળકોના સ્કૂલ બેગ માટે પણ હવે લોકો ઓર્ડર આપતા થયા છે.
આ પણ વાંચો :