Surat Metro Project: અંડર ગ્રાઉન્ડ રૂટ પરની જર્જરિત મિલ્કતોને અસર થશે તો ખર્ચ GMRC ઉઠાવશે

|

Oct 18, 2021 | 5:19 PM

જર્જરિત મિલકતોમાં તેના કંપન અનુભવાય તેવી સંભાવનાએ જીએમઆરસીએ રૂટ ઉપરની ખાનગી મિલકતોમાં રેલ પસાર થાય તે અંગે ટીબીએમ મશીન જેવું વાઈબ્રેશન સેન્સર મૂકીને તેની અસર તપાસવાનું નક્કી કર્યું છે.

Surat Metro Project: અંડર ગ્રાઉન્ડ રૂટ પરની જર્જરિત મિલ્કતોને અસર થશે તો ખર્ચ GMRC ઉઠાવશે

Follow us on

Surat શહેરના ડ્રીમ પ્રોજેક્ટ એવા મેટ્રો રેલ પ્રોજેક્ટની (Metro Rail) કામગીરીનો ધમધમાટ વધી રહ્યો છે. જુદા જુદા પ્રકારના સર્વે અને સોઈલ ટેસ્ટિંગ ચાલુ છે. તેમજ મેટ્રો રેલના રૂટ પર આવતી મિલ્કતોના મિલકતદારોને નોટિસો આપવાનું શરૂ પણ કરી દેવામાં આવ્યું છે.

 

જ્યારે બીજી બાજુ અંદર ગ્રાઉન્ડ રૂટની આસપાસ જે મિલ્કતો જર્જરિત હોય તેને મેટ્રો રેલ પસાર થાય ત્યારે અસર થવાની સંભાવના હોય આવી જર્જરિત મિલકતોનો સર્વે કરીને તેની પણ યાદી તૈયાર કરી દેવામાં આવી છે. આ મિલ્કતનોને થનારી અસર બાબતે પણ વિવિધ તંત્રો દ્વારા અભ્યાસ કરીને તેના નિવારણ માટેના આયોજનો હાથ ધરવામાં આવશે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

મેટ્રો રેલ પ્રોજેક્ટના સર્થણાથી ડ્રીમ સીટી સુધીના 21 કિમીના રૂટમાં કાપોદ્રાથી ચોકબજાર સુધી અન્ડરગ્રાઉન્ડ રૂટ છે. જેમાં છ સ્ટેશનો આવે છે. આ રૂટ પર જમીનની અંદરથી બોરિંગ કરીને કામ શરૂ થશે. ત્યારે કેટલી મિલકતોમાં તેનું કેટલું વાઈબ્રેશન થઈ શકે છે? તે ચકાસવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ થવાની છે. તેના માટે જીએમઆરસીએ ભૂગર્ભ રેલ રૂટ ઉપર હયાત મિલ્કતોમાં કેટલી મિલ્કતો જર્જરિત છે તેની યાદી તૈયાર કરી લીધી છે.

 

જીએમઆરસી આ પ્રક્રિયા માટે મેટ્રો રેલની ઝડપથી અથવા ટનલ બોરિંગ મશીનથી ઉત્પ્ન્ન થનાર વાઈબ્રેશન જેટલું એક સેન્સર રૂટને અડીને આવેલી કેટલીક મિલ્કતો પર લગાવીને તેનું મોનિટરીંગ કરશે. આ ડેટાના આધારે શું તકેદારી રાખવાની છે, તે નક્કી કરવામાં આવશે. મિલ્કતોના સર્વેના આધારે સ્ટ્રેન્થ સર્ટિફિકેટ પણ અપાશે.

 

આ સર્વે માટે મિલકતદારો પાસે સર્વેમાં ફોર્મ ભરીને સંમતિ લેવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. સર્વે દરમ્યાન મિલ્કતને નુકશાન થાય તો તેનો ખર્ચ જીએમઆરસી ભોગવશે. ખાસ કરીને કોર્ટ વિસ્તારમાં જર્જરિત મિલ્કતો સૌથી વધારે આવેલી છે, તેથી અહીં મેટ્રોના અધિકારીઓ ફૂંકી ફૂંકીને આગળ વધી રહ્યા છે.

 

રૂટમાં આવતી મિલ્કતોના માલિકોને ઘરે ઘરે જઈને માહિતી અપાશે

જીએમઆરસીના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે જમીનની સપાટીથી 40 મીટર સુધી નીચે અંડરગ્રાઉન્ડ રૂટ હોય શકે છે. આ ઊંડાઈમાં બોરિંગ કરતી વખતે પણ અમુક અંશે તેનું કંપન થઈ શકે છે. જેથી જમીન પર તેની કોઈ અસર થશે કે નહીં તે ચકાસી લેવામાં આવશે.

 

રૂટની ઊંડાઈ ખુબ નીચે હોવાથી હયાત મિલ્કતોને કંપનની કોઈ અસર થાય તેમ નથી. તેમ છતાં જર્જરિત મિલકતોમાં તેના કંપન અનુભવાય તેવી સંભાવનાએ જીએમઆરસીએ રૂટ ઉપરની ખાનગી મિલકતોમાં રેલ પસાર થાય તે અંગે ટીબીએમ મશીન જેવું વાઈબ્રેશન સેન્સર મૂકીને તેની અસર તપાસવાનું નક્કી કર્યું છે.

 

 

આ પણ વાંચો : Surat : ખેડૂતો માટે પડ્યા પર પાટુ : રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા હાલત કફોડી

આ પણ વાંચો : Surat: કડોદરા GIDCની મિલમાં લાગી ભીષણ આગ, એક કામદારનું મોત, જીવ બચાવવા ઉપરથી કુદી પડ્યા મજૂરો

Next Article