Surat: આજે હજીરા (Hajira) ખાતે આવેલો દીવાદાંડી પર એક પર્મેનન્ટ પિક્ટોરિયલ કેન્સલેશન, એક પિક્ચર પોસ્ટકાર્ડ અને એક સ્પેશ્યલ કવર ભારતીય ટપાલ વિભાગના ગુજરાત સર્કલની ખાસ મંજુરીથી બહાર પાડવામાં આવ્યું છે. હજીરા પોર્ટ (Hajira Port) સુરત શહેરથી નજીક આવેલું 18મી સદીનું ગુજરાતનું એક વિકસિત બંદરગાહ છે.
બાદશાહ જહાંગીરના સમયમાં 17મી શતાબ્દીમાં બ્રિટિશરો, ડચ, પોર્ટુગીઝ લોકોને વ્યાપાર કરવાનો પરવાનો આપવામાં આવ્યો હતો. અહીં તાપી નદી અને દરિયાના સંગમના કારણે પાણી બારેમાસ હોય છે. જે વહાણો ચલાવવા માટે ખુબ ઉપયોગી હતું. એટલું જ નહીં તે સમયે લશ્કરી દ્રષ્ટિએ પણ આ સ્થાન ખુબ જ મહત્વનું હતું.
વિદેશ વેપારની સાથે અહીં સાંસ્કૃતિક વિકાસ પણ ઘણો થયો છે. વહાણ વ્યવહારને કારણે રાત્રે અવરજવર કરવા માટે અને દિશા બતાવવા માટે એક દીવાદાંડીનું હજીરા ખાતે નિર્માણ કરવામાં આવ્યું હતું. આ સ્થળનું મૂળ નામ ધાઉ હતું. તે સમયે આ દીવાદાંડીની નજીક બ્રીશી અધિકારીની મિસ્ટર વુક્ષની કબર આવેલી છે.
કબરને ગુજરાતીમાં હાજીરો કહેવામાં આવે છે પણ હાજીરોમાંથી અપભ્રશ થઈને આ ગામનું નામ હજીરા થઈ ગયું. આ એક સુંદર દીવાદાંડી 25 મીટરની ઊંચાઈ ધરાવે છે. આશરે 185 વર્ષ જૂની આ દીવાદાંડી ઘણી ઐતિહાસિક ચડાવ ઉતારની પણ સાક્ષી રહેલી છે. 21 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય લાઈટહાઉસ નિમિત્તે હજીરાની આ દીવાદાંડી ઉત્તમ સન્માન પ્રાપ્ત થયું છે.
ચીફ પોસ્ટ માસ્ટર જનરલ ગુજરાત સર્કલ દ્વારા આ ઐતિહાસિક પ્રસંગની યાદગીરી માટે ટપાલ વિભાગ દ્વારા દીવાદાંડીની નજીકની પોસ્ટઓફિસમાંથી એક ખાસ ચિત્રમય કેન્સલેશન રજૂ થઈ રહ્યું છે. કાયમી પિક્ટોરિયલ કેન્સલેશન એ એક પોસ્ટમાર્ક છે. જે પ્રતિકૃતિ, ફોટો, ડિઝાઈન અથવા પ્રવાસી, ધાર્મિક, ઐતિહાસિક કે કોઈ અગત્યની જગ્યા અથવા વસ્તુને પ્રકાશિત કરતું ચિત્ર દર્શાવે છે.
પિક્ટોરિયલ કેન્સલેશન મુખ્યત્વે પ્રવાસીઓના રસના સ્થળોને વ્યાપક પ્રસિદ્ધિ આપે છે અને તે પોસ્ટ ઓફિસોમાં આપવામાં આવે છે. જે પ્રવાસી આકર્ષણના આવા સ્થળોની નજીક સ્થિત છે. પ્રયાગ ફિલાટેલી સોસાયટી તરફથી આ ઉદ્ઘાટન પ્રસંગની સ્મુતિ જળવાઈ રહે તેના માટે આ એક ખાસ કવર ટપાલ વિભાગના સહયોગથી બહાર પાડવામાં આવ્યું છે.
આ પણ વાંચો : Surat : જર્જરિત બનેલા ભેસ્તાન આવાસના રહીશોને, હવે SMC અન્ય આવાસોમાં ખસેડશે
આ પણ વાંચો : Gujarat : ધોરાજીમાં 1 કલાકમાં અઢી ઇંચ વરસાદ, સુરતના માંડવીમાં ધોધમાર, પ્રાંતિજ અને કપરાડામાં ભારે વરસાદ