Surat: પુણાના માધવબાગ બ્રિજને તોડવા મુદ્દે સ્થાનિકો અને કોર્પોરેશન સામસામે

|

May 15, 2021 | 4:13 PM

દર વર્ષે ચોમાસામાં સુરતના પર્વતપાટિયા, લીંબાયત, ડુંભાલ, મગોબ સહિતના લીંબાયત ઝોન, ઉધના ઝોન સહિતના વિસ્તારોમાં ખાડી પુરની દહેશત રહે છે.

Surat: પુણાના માધવબાગ બ્રિજને તોડવા મુદ્દે સ્થાનિકો અને કોર્પોરેશન સામસામે
સુરત

Follow us on

Surat: દર વર્ષે ચોમાસામાં સુરતના પર્વતપાટિયા, લીંબાયત, ડુંભાલ, મગોબ સહિતના લીંબાયત ઝોન, ઉધના ઝોન સહિતના વિસ્તારોમાં ખાડી પુરની દહેશત રહે છે. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું જોર વધતા વર્ષ 2020માં મીઠી ખાડી ચાર વખત ઓવરફ્લો થઈ હતી. જેના કારણે સારોલી, પર્વત પાટિયા સહિત મીઠી ખાડી કિનારાના વિસ્તારોમાં ખાડી પૂરના પાણી ફરી વળે છે.

 

 

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

વરસાદની સિઝન નજીક છે, ત્યારે સ્થાનિક લોકોને ખાડી પુરની દહેશત સતાવી રહી છે. તેવામાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, ધારાસભ્ય સંગીતા પાટીલ અને મેયર હેમાલી બોઘાવાળા સહિત અધિકારીઓએ ગઈકાલે જ આ વિસ્તારની મુલાકાત લીધી હતી.

 

 

પર્વત પાટિયા વિસ્તારમાં માધવબાગ સોસાયટી નજીક ખાડી પર એક પુલ બનાવવામાં આવ્યો છે, જે જર્જરિત થઈ ગયો છે. પુલ નીચો હોવાના કારણે ખાડીનું પાણી માધવબાગ સોસાયટીમાં ઘુસી જાય છે. ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે અધિકારીઓને આ પુલ તોડીને નવો પુલ બનાવવા સૂચના આપી છે. નજીક આવેલા મામા નગરમાં પાણી ન ભરાય તે માટે તેમણે ડી વોટરિંગ પંપ મુકવા પણ સૂચના આપવામાં આવી છે.

 

 

જો કે આ નિર્ણય બાદ આજે માધવબાગ સોસાયટીના લોકો વિરોધ કરવા બ્રિજ પર ભેગા થઈ ગયા હતા. તેમનું કહેવું હતું કે આ પુણા ગામ વિસ્તારમાં ખાડી ઓળંગવા માટે આ એકમાત્ર જ બ્રિજ છે. જો તેને તોડી નાખવામાં આવે તો લોકોને ખૂબ મુશ્કેલી પડશે. આ બ્રિજના કારણે રેસ્ક્યુ ઓપરેશન પણ શક્ય બને છે.

 

 

નોંધનીય છે કે હાલ કોરોનાના કારણે સુરત મહાનગરપાલિકાનું આખું તંત્ર કોરોનાની કામગીરીમાં જોડાયેલું છે તો બીજી તરફ ચોમાસાએ દસ્તક દેતા પ્રિમોન્સૂન કામગીરી પૂર્ણ કરવામાં ન આવી હોવાની પણ ફરિયાદો ઉઠી રહી છે, જેના કારણે લોકોને હેરાન થવાનો વારો આવશે.

 

આ પણ વાંચો: Cyclone Tauktae Tracker and Updates: 6 કલાકમાં ગંભીર સ્વરૂપમાં આવી જશે તૌકતે, જુઓ ક્યાંથી આવી રહ્યું છે અને ક્યાં છે હાલમાં વાવાઝોડુ LIVE

 

Next Article