Surat : ITI કોલેજો બંધ થતા લર્નિંગ લાયસન્સના કામ પણ થયા બંધ, સુરતમાં જ 7 હજાર અરજી રદ્દ
Surat : કોરોનાના કારણે અત્યારે તમામ જિલ્લાના આઈ.ટી.આઈ કોલેજ ( ITI College ) બંધ છે. જેના કારણે લર્નિંગ લાઇસન્સ ( Learning license ) સંબંધિત તમામ કામ બંધ થઈ ગયા છે.

Surat : કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. કોરોનાના સંક્ર્મણને અટકાવવા માટે કોલેજો બંધ કરવામાં આવી છે. જેને લઈને ગુજરાતભરમાં લર્નિગ લાયસન્સની ( Learning license) કામગીરી અટકી ગઈ છે. જેને લઈને ગુજરાતમાં લર્નિગ લાયસન્સ ( Learning license) કઢાવવા માંગતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો છે.
કોરોનાના કારણે અત્યારે તમામ જિલ્લાના આઈ.ટી.આઈ કોલેજ ( ITI College ) બંધ છે. જેના કારણે લર્નિંગ લાઇસન્સ સંબંધિત તમામ કામ બંધ થઈ ગયા છે. કોલેજમાં લગભગ સાત હજાર વ્યક્તિઓએ લર્નિંગ લાઇસન્સ માટે અરજી આપી હતી. પરંતુ કોરોનાના કારણે તેને પણ રદ કરી દેવામાં આવી છે.
અરજ કરનાર વ્યક્તિઓને જાણકારી આપવામાં આવી છે કે તેમની એપોઈમેન્ટ ( License appointment )રદ કરવામાં આવી છે. હવે તેની જગ્યાએ તેમને નવી તારીખ આપવામાં આવશે. જેના માટે તેમને જાણ કરવામાં આવશે.
હાલ આઈ.ટી.આઈ કોલેજ બંધ રાખવામાં આવી છે. જ્યારે અરજ કરનારને લર્નિંગ લાઇસન્સ માટે અરજી પ્રક્રિયા આગળ વધારવામાં આવશે ત્યારે અપોઇમેન્ટની નવી તારીખ આપવામાં આવશે. તે પછી જે તે વ્યક્તિ કોમ્પ્યુટર ટેસ્ટ ( Computer test )આપી શકશે.
આઈટીઆઈ કોલેજમાં લર્નિંગ લાઇસન્સ માટે એપોઇન્ટમેન્ટ કોલેજ ખુલ્યા પછી જ મળી શકશે. જો કે આઈટીઆઈ કોલેજ ક્યારે ખુલશે તે અંગે કંઇ કહી શકાતું નથી. સુરતમાં છેલ્લા બે વર્ષથી લર્નિંગ લાયસન્સનું કામ આઈટીઆઈ કોલેજમાં થઈ રહ્યું છે.
શહેરના તમામ આઈટીઆઈ કોલેજમાં રોજના લગભગ 300થી વધારે લોકો લાયસન્સની અરજી લઈને આવે છે. તો અરજી કરનાર વ્યક્તિનો કોમ્પ્યુટર ટેસ્ટ કરવામાં આવતો હતો.
સુરત જિલ્લામાં 14 આઈ.ટી.આઈ કોલેજ છે. જેમાં પાંચ કોલેજ શહેરની હદમાં આવે છે. એ બધામાં જ લર્નિંગ લાઇસન્સ બનાવવાનું કામ કરવામાં આવે છે. કોલેજ બંધ થતાં પહેલા શહેરની પાંચ કોલેજોમાં લર્નિંગ લાઇસન્સ બનાવવાની ક્ષમતા રોજની 50 થી વધારીને 80 પણ કરવામાં આવી હતી.
આરટીઓ અધિકારીએ જણાવ્યું છે કે આઈ.ટી.આઈ કોલેજ અત્યારે બંધ થવાને કારણે લર્નિંગ લાઇસન્સ નું કામ બંધ છે. અને જેમની એપોઈમેન્ટ થઈ ગઈ છે તેમની બીજી નવી તારીખ આપવામાં આવશે. જેથી તેઓને ફરીથી અરજી નહીં કરવી પડે.
Latest News Updates





