ભગવાન ભરોસે : સુરત જિલ્લામાં આરોગ્ય વિભાગમાં તબીબોની અછત, તાલુકા હેલ્થ ઓફિસરની 8 જગ્યા સામે ફક્ત 1

|

Apr 12, 2022 | 8:42 AM

સુરત જિલ્લાનો ગ્રામ્ય વિસ્તાર આદિવાસી અંતરિયાળ વિસ્તાર છે ઇમરજન્સી (Emergency )વખતે તબીબની સુવિધાના અભાવે દર્દીને સુરત મોકલવા કરવા પડે છે ઘણીવાર આકસ્મિક ઘટનામાં દર્દીને સારવાર ન મળતા જીવ ગુમાવવો પડે છે.

ભગવાન ભરોસે : સુરત જિલ્લામાં આરોગ્ય વિભાગમાં તબીબોની અછત, તાલુકા હેલ્થ ઓફિસરની 8 જગ્યા સામે ફક્ત 1
સુરત જિલ્લામાં આરોગ્ય વિભાગમાં મેડિકલ સ્ટાફની અછત (ફાઈલ ઇમેજ )

Follow us on

(Surat ) સુરત જિલ્લામાં(District ) આદિવાસીઓની સેવા કરવાના બણગાં ફૂંકતી રાજ્ય સરકાર આરોગ્ય (Health )સેવા આપવામાં ઉણી ઉતરી રહી છે. જિલ્લામાં 9 તાલુકા હેલ્થ ઓફિસરનું મહેકમ મંજૂર કરાયેલું છે સામે કામરેજ સિવાય તમામ તાલુકામાં જગ્યા ખાલી છે. જિલ્લામાં 94 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પૈકી 13 આરોગ્ય કેન્દ્રોમાં તબીબોની જગ્યા ખાલી છે. જેથી ઇમરજન્સી વખતે દર્દીને સુવિધાના અભાવે સુરત મોકલવા પડે છે. ઘણીવાર આકસ્મિક ઘટનામાં સુવિધા ના હોવાથી કારણે દર્દીઓના જીવ જતા છે.

વિગતો મુજબ 9 તાલુકા ધરાવતા સુરત જિલ્લાને આર્થિક સદ્ધરતા ધરાવતો જિલ્લો માનવામાં આવે છે અહીં રાજ્ય સરકાર દ્વારા પહેલું સુખ તે જાતે નર્યાની જેમ આરોગ્યલક્ષી સુવિધા આપવાના નામે 94 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો,9 તાલુકા હેલ્થ ઓફિસર, 1 એપેડેમીક મેડીકલ ઓફિસર,1 કવોલિટી એસયોરનસ મેડીકલ ઓફિસર,1 એલોપેથીક ડિસપેનસરીનું મહેકમ મંજૂર કરેલું છે, પણ ખાટલે મોટી ખોડ એ છે કે તાલુકા હેલ્થ ઓફિસરની સમ ખાવા પૂરતી 1 જગ્યા ભરાયેલી છે જ્યારે આઠ જગ્યા લાંબા સમયથી ખાલી પડી છે.

પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં 81 જગ્યા ભરાયેલી છે જ્યારે 13 જગ્યાઓ લાંબા સમયથી ભરવાનો આવી નથી. એલોપેથિક ડિસ્પેન્સરી માટે એક પણ જગ્યા ભરાયેલી નથી. સુરત જિલ્લાનો ગ્રામ્ય વિસ્તાર આદિવાસી અંતરિયાળ વિસ્તાર છે ઇમરજન્સી વખતે તબીબની સુવિધાના અભાવે દર્દીને સુરત મોકલવા કરવા પડે છે ઘણીવાર આકસ્મિક ઘટનામાં દર્દીને સારવાર ન મળતા જીવ ગુમાવવો પડે છે.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

સુરત જિલ્લા કોંગ્રેસના માજી વિપક્ષી નેતાએ કહ્યું કે સુરત જિલ્લામાં સરકારી ડોક્ટરોની અછતની સમસ્યા ઘણી જૂની છે અનેક વખત સામાન્ય સભામાં રજૂઆત કરવા છતાં પણ સરકાર દ્વારા ડોક્ટરો ની નિમણૂક કરવામાં આવી નથી સરકારી હોસ્પિટલોમાં દર્દીઓ સારવાર લેવા માટે તરફડિયા મારતા જોવા મળે છે સરકાર આ મામલે શું ઇચ્છી રહી છે, તે ભગવાન જાણે..?

આકરા સવાલ સાથે કહ્યું કે સારવાર માટે આવતા ગરીબ દર્દીઓને ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં માંગો છો.? કે પછી સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો બંધ કરી ખાનગીકરણ કરવાની ઇચ્છા તો નથી ને ? તેમણે આક્ષેપ કર્યો હતો સાથે કહ્યું કે તબીબોની નિમણૂક નહીં કરવાનો નિર્ણય સામાન્ય પ્રજા માટે અમાનવીય નથી જણાતો.? સરકારે આંખ ઉઘાડીને મંજૂર મહેકમ પ્રમાણે નિષ્ણાત તબીબોની નિમણૂક કરવી જોઇએ.

આ પણ વાંચો :

Surat : આરટીઇ માટે સુરત શહેરમાં 8000 બેઠક સામે સાડા ત્રણ ગણા 28,000 ફોર્મ ભરાયા

Surat : સાત વર્ષમાં 4.17 લાખ લોકોએ એફોર્ડેબલ મકાનો ખરીદ્યા, ખાનગી બેંકોએ સરકાર કરતા વધુ સબસિડી ચૂકવી

 

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article