Surat: ગ્રીષ્મા હત્યા કેસમાં આજે ચૂકાદો આવશે, ટ્રાયલ પૂરી થયા બાદ તારીખ પડી હતી
સુરતમાં ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં આરોપી સામેની અંતિમ દલીલો પૂર્ણ થતાં 16 ઓપ્રિલના રોજ આરોપી ફેનીલને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો અને ત્યારે જ તેને સજા સંભળાવામાં આવે તેવી અટકળો હતી પણ કોર્ટે સુનાવણી 21 એપ્રિલના રોજ મુકરર કરી હતી.
સુરત (Surat) માં ગ્રીષ્મા હત્યા કેસ (Grishma murder case) માં આજે ચુકાદો આવશે. સેશન્સ કોર્ટમાં ગ્રીષ્મા હત્યા કેસમાં બંને પક્ષોની દલીલો પૂર્ણ થઈ ગઈ છે. જેથી આજે કોર્ટ (court) તરફથી હત્યારા ફેનિલ ગોયાણીને કડકમાં કડક સજા ફટકારે તેવી સંભાવના છે. આ કેસની સુનાવણી કોર્ટે ડે ટુ ડે કરી હતી. સરકાર પક્ષે ફેનિલને આકરામાં આકરી સજા થાય તેવી માગણી કરી છે. સતત સવા મહિના સુધી કોર્ટમાં ટ્રાયલ ચાલી હતી. જે ટ્રાયલ દરમિયાન કુલ 105 સાક્ષીઓની જુબાની લેવાઈ હતી.
ઉલ્લેખનીય છે કે સુરતમાં ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં આરોપી સામેની અંતિમ દલીલો પૂર્ણ થતાં 16 ઓપ્રિલના રોજ આરોપી ફેનીલને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો અને ત્યારે જ તેને સજા સંભળાવામાં આવે તેવી અટકળો હતી પણ કોર્ટે આગામી સુનાવણી 21 એપ્રિલના રોજ મુકરર કરી છે તેથી હવે 21 તારીખે કોર્ટ સજા સંભળાવી શકે છે. સુરતની કોર્ટ આજે ગ્રીષ્મા વેકરિયાના હત્યારા ફેનિલને સજા સંભળાવાની હતી પરંતુ તેની મદ્દત પડી છે. હવે તા. 21 એપ્રિલના રોજ ફેનિલને સજા સંભળાવવામાં આવે તેવી શક્યતા છે. બચાવ પક્ષના વકીલ હાજર નહીં રહેતા મુદ્દત પડી હતી.
મહત્વનું છે કે 12 ફેબ્રુઆરીએ ગ્રીષ્મા વેકરિયાની ફેનિલ નામના આરોપીએ હત્યા કરી હતી. ફેનિલે જાહેરમાં જ ગ્રીષ્માનું ગળુ કાપી નાખ્યું હતું, ત્યારબાદ તેણે આપઘાતનો પણ પ્રયાસ કર્યો હતો. બનાવની જાણ થતાં તાત્કાલિક ફેનિલને ઝડપી લેવાયો હતો અને હોસ્પિટલ લઈ જવાયો હતો. 15 ફેબ્રુઆરીએ સારવાર બાદ આરોપી ફેનિલને હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી. હોસ્પિટલમાંથી રજા મળતાં જ પોલીસે ફેનિલની ધરપકડ કરી હતી. 16 ફેબ્રુઆરીએ SITની રચના કરવામાં આવી હતી. 17 ફેબ્રુઆરીએ આરોપી ફેનિલને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું. 19 ફેબ્રુઆરીએ રિમાન્ડ પૂર્ણ થતાં ફેનિલને લાજપોર જેલમાં ધકેલાયો હતો. તપાસ દરમિયાન ખુલાસો થયો હતો કે, ફેનિલે ગ્રીષ્માની હત્યા કરવા એકે-47 ખરીદવાનો પણ પ્રયાસ કર્યો હતો.
ગ્રીષ્માના જાહેરમાં હત્યા કરવાના ગુનામાં આરોપી ફેનિલની સામે 2500 પાનાની ચાર્જશીટ, 75 થી વધુ સાક્ષીઓની જુબાની તેમજ 120થી વધુ દસ્તાવેજી પુરાવા રજૂ કરીને આરોપીને તકસીરવાર ઠેરવવા માટેની દલીલો કરવામાં આવી હતી. આ કેસની વિગત મુજબ, તા. 12મી ફેબ્રુઆરી-2022ના રોજ લસકાણાના પાસોદરા ગામ નજીક ફેનિલ ગોયાણીએ એકતરફી પ્રેમમાં પાગલ થઇને પ્રેમિકા ગ્રીષ્મા વેકરીયાની જાહેરમાં હત્યા કરી નાંખી હતી. ગ્રીષ્માને બચાવવા માટે વચ્ચે પડેલા તેના કાકા સુભાષભાઇ અને ભાઇ ધ્રુવને પણ ચપ્પુ વડે ઇજા કરવામાં આવી હતી.
#Surat Court to deliver verdict in #GrishmaVekariya murder case, today #Gujarat #TV9News pic.twitter.com/t2PrYGsLri
— Tv9 Gujarati (@tv9gujarati) April 21, 2022
આ પણ વાંચોઃ Surat : સુરતના ટાઉન પ્લાનીંગમાંથી દેશના અન્ય શહેરોએ પ્રેરણા લેવી જોઈએ : કેન્દ્રીય શહેરી વિકાસ સચિવ
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો