Success Story: સડકથી સરહદ સુધી કેવી રીતે પહોંચ્યો સુરતનો આ યુવાન? રસ્તા પર ટ્રેનિંગ લઈ ભારતીય સેનામાં સેવા કરવાની મળી તક

|

Nov 17, 2021 | 9:32 PM

સડક સે સરહદ ગ્રુપમાં તે છેલ્લા 7 વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યો છે. બાળપણથી તેનું સપનું હતું કે દેશ માટે સેનામાં જોડાય અને દેશની સેવા કરે. તે મહારાષ્ટ્રના કનેર ગામમાંથી આવે છે એ ગામમાં પણ અસંખ્ય યુવાનો સેનામાં જોડાઈ ચુક્યા છે.

Success Story: સડકથી સરહદ સુધી કેવી રીતે પહોંચ્યો સુરતનો આ યુવાન? રસ્તા પર ટ્રેનિંગ લઈ ભારતીય સેનામાં સેવા કરવાની મળી તક

Follow us on

દેશમાં જ્યારે પણ આતંકી હુમલા (Terrorist Attack) થાય છે ત્યારે દેશમાં આતંકીઓ પ્રત્યે એક ઉકળતા જ્વાળા જેવી સ્થિતિ જોવા મળતી હોય છે. બદલાની ભાવના સાથે દેશભરમાં વિરોધ પ્રદર્શન થવા લાગે છે. કેન્ડલ માર્ચ કાઢીને કે પછી રેલી કાઢીને આતંકી હુમલામાં માર્યા ગયેલા શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. શહીદ પરિવારોનો વિચાર કરીને તેમને આર્થિક સહાય કરવા પણ લોકો આગળ આવતા હોય છે. 

 

તેવામાં સુરતના યુવાનોનું એક ગ્રુપ એવું છે જે છેલ્લા સાત વર્ષથી પોતાના ગુસ્સાને જુસ્સામાં પરિવર્તિત કરીને ભારતીય સેનામાં જોડાવાનું સપનું વધુ દ્રઢ બનાવી રહ્યું છે. એક જોશ સાથે આ યુવાનો આર્મીમાં જવા તનતોડ મહેનત કરતા જોઈ શકાય છે અને આ ગ્રુપનું નામ પણ રાખવામાં આવ્યું છે સડક સે સરહદ તક.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

 

સુરતના આ ગ્રુપમાં તાજેતરમાં જ 25 વર્ષીય નવયુવાન ભટુ પાટીલ ભારતીય સેનાએ આસામમાં રાઈફલમાં ટ્રેનિંગ સમય પૂર્ણ કરીને જ્યારે સુરત પરત ફર્યો ત્યારે તેને તેટલા જ જુસ્સા સાથે વધાવી લેવામાં આવ્યો હતો. ભારતીય સેનામાં પસંદગી પામવું એ ખુબ ગર્વની વાત છે એ સ્વાભાવિક છે. પરંતુ ભટુ પાટીલની ખાસ વાત એ પણ છે કે મેડિકલ એક્ઝામમાં તે 23 વખત ફેઈલ થયો હતો. છતાં તેણે આત્મવિશ્વાસ ગુમાવ્યા વિના તેના પ્રયત્નો ચાલુ રાખ્યા.

 

24માં પ્રયત્ને સેનામાં સેવા આપવા માટે મળી સફળતા:

આખરે 24માં પ્રયત્ને તે સફળ થયો. ભટુ પાટીલે જણાવ્યું હતું કે સડક સે સરહદ ગ્રુપમાં તે છેલ્લા 7 વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યો છે. બાળપણથી તેનું સપનું હતું કે દેશ માટે સેનામાં જોડાય અને દેશની સેવા કરે. તે મહારાષ્ટ્રના કનેર ગામમાંથી આવે છે એ ગામમાં પણ અસંખ્ય યુવાનો સેનામાં જોડાઈ ચુક્યા છે. ઘરનો એક માત્ર પુત્ર હોવાના કારણે માતાને થોડો ડર પણ હતો કે તે તેમની પાસે જ રહે પણ પિતાના સહકાર અને પ્રોત્સાહનથી તેનું આ સપનું પૂર્ણ થયું અને આખરે તે આ પ્રયત્નમાં સફળ પણ થયો.

 

12 પાસ કર્યા બાદ આઈટીઆઈ કર્યા બાદ ભટુ નાનું મોટું કામ કરતો હતો પણ તેનો લક્ષ્યાંક માત્ર એક જ હતો અને એ હતું સેનામાં ભરતી થવું. તેના પિતા પણ બે વાર સેનામાં જોડાવા પ્રયત્ન કરી ચુક્યા છે પણ તેઓ સફળ થયા ન હતા.

 

જેથી પિતાનું સપનું પણ પૂર્ણ કરવાની તેની ખુબ ઈચ્છા હતી. એટલા માટે જ અસંખ્ય વખત નિષ્ફ્ળતા મળ્યા બાદ પણ તેણે હિંમત હાર્યા વગર પોતાના ધ્યેય તરફ આગળ વધવાનું ચાલુ રાખ્યું અને હવે તેમાં સફળ થતા તે સેનામાં પસંદગી પામ્યો છે.

 

સડક સે સરહદ તક ગ્રુપનો શું છે ધ્યેય? 

‘હાઉ ધ જોશ…. યસ સર…..’ ઉરી ફિલ્મનું આ વન લાઈનર આજે પણ લોકોના દિલ દિમાગ પર છવાયેલું છે, પરંતુ સુરતના યુવાનો માટે આ વન લાઈનર હવે જિંદગીનો હિસ્સો બની રહ્યો છે, દેશ પ્રેમથી છલોછલ એવા આ યુવાનો ને આર્મીમાં ભરતી થવું છે, સાધન કે સવલત જ નથી છતાં દિલ દિમાગમાં આ યુવાનોમાં એક જ ધૂન સવાર છે દેશ સેવા માટે આર્મીમાં જોડાવું, તેઓ સેનામાં જોડાવા માટે ખુલ્લા પગે ડામરના રોડ ઉપર લોકોની વાહનોની સતત અવર જવર વચ્ચે ટ્રેનિંગ લે છે.

 

 

આ ગ્રુપના 40 જેટલા યુવાનો દેશ સેવા માટે જોડાઈ ચુક્યા છે

વોર્મઅપ, રનિંગ, જમ્પિંગ, ડ્રિલિંગ કે મંકી જમ્પ કરતા આ યુવાનો આર્મી મેન કે ફૌજી તો નથી અને અને તેઓ જ્યાં આ ટ્રેનિંગ લે છે તે સ્થળ પણ કોઈએ મેદાન કે ટ્રેક નથી કે નથી કેમ્પસ ,આ યુવાનો ખુલ્લા ડામર રોડ ઉપર પ્રેક્ટિસ કરે છે, ગરીબ અને મધ્યમ વર્ગના આ યુવાનોને દેશની સેવા માટે આર્મીમાં જોડાવું છે.

 

 

આર્મીમાં જોડાવા માટે જે શારીરિક સજ્જતા અને એક પ્રકારની ટફનેસ જોઈએ તેની તેઓ ટ્રેઈનિંગ લઈ રહ્યા છે, કેટલાય યુવાનો એવા છે કે ટ્રેનિંગ દરમ્યાન પહેરવા માટે તેમની પાસે ટ્રેક શૂટ કે શુઝ નથી, દિવસ આખો ભણવાનું કે નોકરી કરીને થાકી લોથપોથ થઈ જતા આ યુવાનો વહેલી સવારે અને મોડી રાત સુધી સખત ટ્રેનિંગ લે છે સજ્જતા કેળવે છે.

 

જોકે ભટુ પાટીલની પસંદગી બાદ ટ્રેનિંગ લઈ રહેલા આ યુવાનોનો ઉત્સાહ વધુ બેવડાયો છે અને તેઓએ તેમના ગ્રુપમાંથી વધુ એક યુવાનને સેના માટે તૈયાર કર્યો છે.

 

 

આ પણ વાંચો : રાજ્યમાં ‘હર ઘર દસ્તક’ કાર્યક્રમ હેઠળ રસીકરણની કામગીરી થશે ઝડપી, લોકોને ઘરે બેઠા રસી અપાય તેવા સરકારના પ્રયાસ

 

આ પણ વાંચો : આસારામ આશ્રમમાંથી હૈદરાબાદનો યુવક ગુમ થવાના કેસમાં નવો વળાંક આવ્યો, આશ્રમને મળ્યો એક ઈ-મેઈલ

Published On - 9:07 pm, Wed, 17 November 21

Next Article