SURAT : માવઠાને લઈ દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોને ભારે નુકસાન, શેરડીના પાકની કાપણી અટકી

|

Dec 02, 2021 | 2:57 PM

દક્ષિણ ગુજરાતની સુગર મિલોમાં શેરડી કાપણી સાથે પીલાણ શરૂ થતાની સાથે જ કમોસમી વરસાદે પણ જોર બતાવ્યું છે. સિઝનની શરૂઆતમાં થયેલા કમોસમી વરસાદે શેરડી કાપણી અટકતા સુગર મિલો બંધ થઈ. જ્યારે હાલ ફરીવાર આવીજ પરિસ્થિતિ નિર્માણ થતા સુગર મિલોની મુશ્કેલીમાં વધારો થવાની શક્યતા છે.

SURAT : માવઠાને લઈ દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોને ભારે નુકસાન, શેરડીના પાકની કાપણી અટકી
સુરત-કમોસમી વરસાદથી નુકસાન

Follow us on

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે મંગળવારે રાતથી દક્ષિણ ગુજરાતમાં ઠેક-ઠેકાણે છૂટાછવાયા વરસાદી ઝાપટા શરૂ થઇ ગયા હતા. જે બુધવારે પણ યથાવત રહેતા વાતાવરણ ઠંડુગાર થવા સાથે ઠંડીનું મોજું ફરી વળ્યું છે. માવઠાંથી ખેતરમાં સુકવવા નાંખેલા ડાંગર અને નાગલીના પૂળા ભીંજાય જતાં ખેડૂતોને નુકસાન થયું હતુ. તો લગ્નની સિઝનમાં વરસાદને પગલે લોકોએ રેઇનકોટ અને છત્રીનો સહારો લેવો પડયો હતો. સુરતના ઉમરપાડામાં સૌથીવધુ દોઢ ઇંચ વરસાદ વરસી ગયો હતો.

દક્ષિણ ગુજરાતની સુગર મિલોમાં શેરડી કાપણી સાથે પીલાણ શરૂ થતાની સાથે જ કમોસમી વરસાદે પણ જોર બતાવ્યું છે. સિઝનની શરૂઆતમાં થયેલા કમોસમી વરસાદે શેરડી કાપણી અટકતા સુગર મિલો બંધ થઈ. જ્યારે હાલ ફરીવાર આવીજ પરિસ્થિતિ નિર્માણ થતા સુગર મિલોની મુશ્કેલીમાં વધારો થવાની શક્યતા છે. અરબી સમુદ્રમાં સક્રિય થયેલી લો પ્રેશર સિસ્ટમને લઇને હવામાન વિભાગ દ્વારા ત્રણ દિવસ સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેને લઈ લઇ મંગળવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને રાત્રે કેટલાક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો.

ત્યારે આજે ઓલપાડમાં પણ વહેલી સવારથી જ ધીમીધારે તો વરસાદી ઝાપટા સાથે વરસાદ વરસી રહ્યો છે. જેને લઈ વાતારણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ત્યારે ઓલપાડમાં 12 એમ.એમ વરસાદ નોંધાયો હતો.વરસાદ થવાથી સુગર મિલો, ખેડૂતો અને સહકારી મંડળીના સંચાલકો ચિંતામાં મુકાયા હતા. કેમકે આ વરસાદના કારણે શાકભાજી, કઠોર, ઘઉં, કપાસ અને શેરડીના પાકને નુકશાન થશે. ખાસ કરીને ખેતરમાં પડેલો ઘાસચારો અને હાલમાં શેરડીનું કટિંગ ચાલી રહ્યું છે. અને વરસાદ પડવાના કારણે સુગર મિલોની ટ્રકો ખેડૂતોના ખેતરમાં ના જઇ શકતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. શેરડીનું કટિંગ અટવાયું છે. તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં રોજ 50 હજાર ટનથી વધુ શેરડી પીલાણ માટે આવે છે. પણ વરસાદ પડવાના કારણે શેરડીના કટિંગ લબાઈ જતા સુગર મિલો અને ખેડૂતોને ભારે નુકશાન થશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આ પણ વાંચો : CBSE Board Exams: ધોરણ 12 ની પરીક્ષામાં ગુજરાતમાં રમખાણ વિશે પૂછાયેલા સવાલને લઈ વિવાદ, બોર્ડે આગ ઠારવા માફી માગી લીધી

આ પણ વાંચો : Unseasonal rains : ડાંગ જિલ્લામાં સરેરાશ 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો, નદીઓમાં આવ્યા નવા નીર

Next Article