સુરત : ગ્રીષ્મા મર્ડર કેસના આરોપી ફેનીલે ગુનો કબૂલવાનો ઇનકાર કર્યો, હવે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલશે

| Edited By: | Updated on: Feb 23, 2022 | 12:49 PM

આ કેસ સેશન્સ ટ્રાયેબલ હોવાથી કઠોર કોર્ટમાંથી કેસ કમિટ થઇને સુરતની કોર્ટમાં ટ્રાન્સફર કરાશે. ત્યારબાદ ફેનિલની સામે ચાર્જફ્રેમની કાર્યવાહી કરીને સાક્ષીની જુબાની લેવામાં આવશે. મહત્વનું છે કે ફેનિલની ધરપકડના પાંચ દિવસમાં પોલીસે 2500 પાનાની ચાર્જશીટ તૈયાર કરીને કોર્ટમાં રજૂ કરી હતી.

હવે ગ્રીષ્મા હત્યા કેસ (Grishma Murder case)સુરતની ફાસ્ટટ્રેક કોર્ટમાં (Fast track court)ચાલશે. કારણ કે હત્યાના આરોપી ફેનિલે ગુનો કબૂલવાનો ઈનકાર કર્યો છે. કોર્ટ રૂમમાં ગ્રીષ્માના હત્યારા ફેનિલે કહ્યું કે, તેને ગુનો કબુલ નથી. જેને લઇ હવે આ કેસ સુરતની ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલશે. આરોપી ફેનીલને (Fenil Goyani)સરકારી વકીલ પણ આપવામાં આવ્યો છે. આવતીકાલે ફરી આરોપી ફેનિલને સુરત કોર્ટમાં રજૂ કરાશે.

આ કેસ સેશન્સ ટ્રાયેબલ હોવાથી કઠોર કોર્ટમાંથી કેસ કમિટ થઇને સુરતની કોર્ટમાં ટ્રાન્સફર કરાશે. ત્યારબાદ ફેનિલની સામે ચાર્જફ્રેમની કાર્યવાહી કરીને સાક્ષીની જુબાની લેવામાં આવશે. મહત્વનું છે કે ફેનિલની ધરપકડના પાંચ દિવસમાં પોલીસે 2500 પાનાની ચાર્જશીટ તૈયાર કરીને કોર્ટમાં રજૂ કરી હતી. જેમાં 23 પંચનામા કરવામાં આવ્યા છે, 190 સાક્ષીઓ છે, 188 દસ્તાવેજી પુરાવા છે. આ ઉપરાંત ડાયરેક્ટ પુરાવા, ઇજાગ્રસ્ત વ્યક્તિનો પુરાવો, મેડીકલ અને સીસીટીવીનો પુરાવો, વીડિયો ફૂટેજ, ઘટના પહેલાની ઓડિયો ક્લીપ અને ઘટના બાદની ઓડિયો ક્લીપનો પુરાવો રજૂ કરવામાં આવ્યો હતો.

સુરત જિલ્લાના પાસોદરા ગામમાં એક ગ્રીષ્મા નામની યુવતીની હત્યા થઇ હતી. ત્યાર બાદ સુરત જિલ્લા પોલીસ વડા દ્વારા SIT ની રચના કરવાં આવી હતી અને બાદમાં આરોપી ફેનીલ ની કાયદેસરની કાર્યવાહી કરી કોર્ટમાં રજૂ કર્યો હતો. બાદમાં રિમાન્ડમાં અનેક પુછપરછ કરવામાં આવી હતી. જેમાં સાક્ષી, પંચનામા, ફેનિલના મોબાઇલમાંથી મળેલા પુરાવા, તેની ઓડિયો ક્લિપનો એફએસએલનો રિપોર્ટ વગેરે સહિતના પુરાવા ભેગા કરાયા હતા.

આ પણ વાંચો : સર્વેક્ષણમા થયો ખુલાસોઃ વિશ્વસનીય ઈન્ટરનેટ કનેક્શન મેળવવું એ, આજના આ વર્ગ માટે પ્રેમ શોધવો અને પ્રેમમાં પડવા કરતા વધુ છે મહત્વપૂર્ણ

આ પણ વાંચો : Rajkot : સરકારી ભરતીમાં ગોલમાલની વધુ એક ઘટના, જુનિયર ક્લાર્કની 122 જગ્યાની ભરતીમાં ગેરરીતિ : પરીક્ષાર્થી

Published on: Feb 23, 2022 12:44 PM