Surat: આ મહિલા ડોક્ટર એવા છે કે જે પહેલા શિક્ષણનો ઈલાજ કરે છે અને પછી ક્લિનિક પર આવેલા દર્દીઓનો, જાણો શું છે આ ખાસ વાત
અહીં મોટી મોટી ઇમારતો અને લક્ઝ્યુરિયસ ગાડીઓની ભરમાર રહે છે. ત્યારે આ રસ્તા પરથી પસાર થતા ફૂટપાથ પર તમને આ ડોક્ટર જોવા મળશે, જે રસ્તાની બાજુની ઝૂંપડપટ્ટીઓમાં રહેતા ગરીબ બાળકોને અક્ષરજ્ઞાન આપી રહ્યા છે.
કોરોનાના (Corona )કહેર વચ્ચે અસંખ્ય ડોક્ટરોએ પોતાના આરોગ્યની (Health )કે પરિવારની(Family ) ચિંતા કર્યા વિના રાત દિવસ કોરોનાના દર્દીઓ માટે જે સેવાઓ આપી તેના આપણે સૌ ગવાહ છે. ડોક્ટરને Doctor )ભગવાનનું બીજું રૂપ કેમ કહેવાય છે તે વાતની સાબિતી કોરોનાના કપરા સમયમાં થઇ ગઈ છે. ત્યારે સુરતમાં એક ડોક્ટર એવા પણ છે, જે તેમના સેવાયજ્ઞ થકી માનવતાની સુવાસ ફેલાવી રહ્યા છે.
સુરતના વેસુ, સિટીલાઇટ કે પાલનપુર કેનાલ રોડ વિસ્તાર કે જે પોશ વિસ્તાર તરીકે જાણીતો છે, અહીં મોટી મોટી ઇમારતો અને લક્ઝ્યુરિયસ ગાડીઓની ભરમાર રહે છે. ત્યારે આ રસ્તા પરથી પસાર થતા ફૂટપાથ પર તમને આ ડોક્ટર જોવા મળશે, જે રસ્તાની બાજુની ઝૂંપડપટ્ટીઓમાં રહેતા ગરીબ બાળકોને અક્ષરજ્ઞાન આપી રહ્યા છે.
વાત છે સુરતના કલ્પના પરમારની, જે નેચરોપેથીક તબીબ છે. છેલ્લા એક વર્ષથી તેઓ મરોલીની ગ્લેર ફાઉન્ડેશન સાથે સંકળાયેલા છે. જે આવા સેવાકીય કાર્યો માટે અગ્રેસર છે. આ ફાઉન્ડેશનમાં એકાઉન્ટન્ટ, યુવાનો અને અન્ય વ્યવસાય સાથે જોડાયેલા એવા અસંખ્ય લોકો છે, જે આ પ્રકારે સેવા આપી રહ્યા છે. જેમાંથી એક છે કલ્પના પરમાર.
કલ્પનાબેન એક પણ દિવસ ભૂલ્યા વગર પોતાની ક્લિનિક પર જતા પહેલા સવારે રોજ બે કલાક આ ગરીબ બાળકો માટે ફાળવે છે. તેઓએ આ મિશનને ગલી સ્કૂલ, એક કદમ શિક્ષણ તરફ એવું નામ આપ્યું છે. તેમનું કહેવું છે. પાલનપુર કેનાલ રોડ કે આવા અન્ય વિસ્તારોમાં તેઓ સવારે 8.30 થી 10.30 જેવા 2 કલાક ફાળવે છે. જેમાં તેઓ ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોને અક્ષરજ્ઞાન આપે છે.
કલ્પનાબેન ઉમેરે છે કે ઘણા એવા ગરીબ બાળકો છે જે શાળાએ જતા નથી, અથવા તો એવા પણ બાળકો છે, જે શાળાએ તો જાય છે પણ તેઓને કક્કાનું કે બારાખડીનું પણ અક્ષરજ્ઞાન નથી. જેઓ યોગ્ય રીતે વાંચી કે લખી પણ શકતા નથી. આવા બાળકોને આગળ વધારવા ખુબ જરૂરી છે. તેઓ ટ્યુશન પણ એફોર્ડ કરી શકતા નથી. આવા બાળકો માટે અમે કામ કરીએ છે.
આજે તેમના પાસે 17 થી 18 જેટલા બાળકો અભ્યાસ કરે છે. જેમને ઘટતા ચોપડા, નોટબુક કે અન્ય સ્ટેશનરી રસ્તેથી પસાર થતા લોકો જ આપી જાય છે, જે ખુબ સારી વાત છે. જોકે તેઓનું એ પણ કહેવું છે, કે આજના પ્રબુદ્ધ અને શિક્ષિત નાગરિકો જો થોડો સમય પણ આવા બાળકો માટે ફાળવે તો દેશનું ભવિષ્ય બદલી શકાય છે.
આ પણ વાંચો: શું આ રીતે શિક્ષકો બનશે રોલ મોડેલ ? આ રાજ્યના શિક્ષકો નથી લઈ રહ્યા વેક્સિન, કારણ જાણીને તમે પણ ચોંકી જશો