Surat: 11થી 19 સુધી Lockdownનો Fake Letter થયો વાયરલ, એકની ધરપકડ

|

Apr 12, 2021 | 9:26 PM

Surat Lockdown Fake Letter: એક બાજુ ગુજરાતમાં અને બીજી બાજુ સુરતમાં સતત કોરોનાના કેસો વધી રહ્યા છે, ત્યારે સોશિયલ મીડિયા પર જાણે લોકો યુદ્ધ છેડી દીધું હોય તેવી રીતે પોતાને મન ફાવે તે રીતે પોસ્ટ કરતા હોય છે કેટલાક લોકો અફવાઓ પણ ફેલાવતા હોય છે.

Surat: 11થી 19 સુધી Lockdownનો Fake Letter થયો વાયરલ, એકની ધરપકડ

Follow us on

Surat Lockdown Fake Letter: એક બાજુ ગુજરાતમાં અને બીજી બાજુ સુરતમાં સતત કોરોનાના કેસો વધી રહ્યા છે, ત્યારે સોશિયલ મીડિયા પર જાણે લોકો યુદ્ધ છેડી દીધું હોય તેવી રીતે પોતાને મન ફાવે તે રીતે પોસ્ટ કરતા હોય છે કેટલાક લોકો અફવાઓ પણ ફેલાવતા હોય છે. સુરતમાં 11થી 19 તારીખ સુધી લોકડાઉન કરવામાં આવ્યું તેવો લેટર સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે.

 

તે બાબતે સુરત સાયબર પોલીસે ગુનો નોંધી ભેસ્તાનના એક ઈસમની ધરપકડ કરી છે પણ આ મામલે નવાઈની વાત છે કે પકડાયેલ આરોપી દ્વારા તેના FB Fake Letter વાળી પોસ્ટ મૂકી હતી, જેથી પોલીસે તેની ધરપકડ કરી હતી પણ ખરેખર સુરત પોલીસ જે ટેક્નિકલ બાબતે હોંશિયાર હોય તો આ લેટર બનાવનાર અને બનાવીને લેટર વાયરલ કરનારને પકડે તો ખરું કહેવાય.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

 

 

સુરતમાં જે રીતે કોરોના કેસો વધી રહ્યા છે, ત્યારે સુરત સાયબર પોલીસે સોશિયલ મીડિયા પર ફેક લેટર વાયરલ કરવામાં આવ્યો હતો, જેમાં તારીખ 11થી 19 સુધી સુરત શહેરમાં લોકડાઉન છે, જેથી લોકોમાં એક આ વાયરલ મેસેજના કારણે ચિંતાજનક વાતાવરણ સર્જ્યું હતું. બાદમાં આ બાબત પોલીસને ધ્યાને આવતા પોલીસે આ લેટર બાબતે તપાસ કરતા સુરતના ભેસ્તાન વિસ્તારમાં રહેતા અંદાન શુક્લા નામના ઈસમ દ્વારા પોતાના FB એકાઉન્ટ પર આ પોસ્ટ કર્યું હોવાનું માલુમ પડ્યું હતું.

 

જેથી સુરત સાયબર પોલીસે વાયરલ કરનાર વ્યક્તિને ઝડપી પાડી જેલ હવાલે કર્યો છે. પરંતુ નવાઈની વાત એ છે કે લેટર બનાવી આપનારની હજુ સુધી કોઈ જ ઓળખ થઈ નથી કે તેના વિશે પોલીસને કોઈ જ ભાળ મળેલી નથી. તેમજ લોકોમાં એ પ્રશ્ન ઊભો થયો છે કે શું પોલીસ માત્ર આ વ્યક્તની ધરપકડ કરીને સંતોષ માની લેશે કે પછી સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરશે.

 

આ પણ વાંચો : સુરતમાં રેમડેસિવીર ઈન્જેશનની ( Remedisivir injection) સાથેસાથે લોકો કોરોનાને પણ લઈ જાય તે પ્રકારે લાગતી લાઈન, કોવીડ19ની ગાઈડલાઈનનો સદંતર અભાવ 

 

Next Article